ભોજન બાદ સ્નાન કરવું સાબિત થઇ શકે છે જીવલેણ, જાણી લો એનું કારણ…

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.આપણા ઘરના વડિલો અને તેમાં પણ ખાસ કરીને મંમ્મી આપણને સમજાવતી હોય છે કે જમ્યા પછી તુરંત નહાવું જોઈએ નહીં. આ વાતને આપણે અવગણી અને આપણી આદતને બદલતાં નથી. પરંતુ હકીકતમાં આ કામ ન કરવા પાછળનું એક કારણ છે. નિયમાનુસાર ઊંઘ, સ્નાન, ભોજન અને અન્ય કામ કરવાથી શરીર નિરોગી અને સ્વસ્થ રહે છે.

Advertisement

વર્તમાન સમયમાં સ્થિતિ એવી છે કે માતાપિતા બાળકોને જમતી વખતે ટીવી કે મોબાઈલ આપી દે છે પરંતુ પહેલના સમયે ભોજન શાંત વાતાવરણમાં કરવાની સલાહ આપવામાં આવતી. તો ચાલો આપણે આજે જાણીએ કે શા માટે જમ્યા બાદ તુરંત સ્નાન કરવાની મનાઈ કરવામાં આવે છે.આજના દોડધામ ભરેલા જીવનમાં આપણા પૂર્વજોની જીવનશૈલીનું પાલન કરવું શક્ય નથી. જો તમે દિવસભરની દોડધામથી ખૂબ કંટાળો, સુસ્તી અને નબળાઇ અનુભવતા હો તો તમારે આધુનિક જીવનશૈલી પ્રમાણે કોઈપણ સમયે સ્નાન કરવું જરૂરી છે.સ્નાન કરવાની દરેકની આદત અલગ અલગ હોય છે. સવારના સ્નાન બાદ દિવસ દરમિયાન લોકો ક્યારેક બે વાર પણ નહાતા હોય છે જ્યારે કેટલાક લોકો બીજીવાર સ્નાન કરવાનું ટાળે છે. વાત જ્યારે નહાવાની આવે તો પ્રશ્ન એ થાય કે દિવસ દરમિયાન ભોજન કર્યા બાદ જ કેમ નહાવાની મનાઈ કરવામાં આવે છે.

ઘણી વખત લોકો ડિનર (Dinner) કર્યા બાદ અને સોનામાં પહેલા શોવર (Shower) લેતા હોય છે. તે ઉપરાંત લોકડાઉનનાં મયે ઘરેથી કામ કરી રહેલા લોકોનાં રૂટીનમાં પણ અનેક સારા અને ખરાબ પરિવર્તન આવે છે. એવામાં વહેલા મોડા નહાવું અને અનેક વખત ભોજન બાદ નહાવા જેવી આદતોનો પણ સમાવેશ થઇ ચુક્યો છે. જો કે ભોજન લીધા બાદ નહાવાના અનેક કારણોથી સ્વાસ્થયને નુકસાન પહોંચાડે છે. જો તમે આ નુકસાનોને જાણો તો ક્યારેક એવું ઉલ્ટું કામ નહી કરે.

શરીરનાં તાપમાન પર ખરાબ અસર.

ભોજન લીધા બાદ નહાવાથી શરીરનું તાપમાન (Body temperature) ઘટી જાય છે. એવામાં તેને નિયંત્રીત કરવા માટે શરીરને બાકી હિસ્સા જેવો હાથ, પગ, ચહેરો વગેરેમાં લોહીનો પ્રવાહ વધારી દેય છે. જેના કારણે અસહજતા હોય છે. તે ઉપરાંત પેટની આસપાસનું લોહી, જે ખાવાનું પચાવવામાં મદદ કરે છે તે નહાવાના કારણે ઘટેલા તાપમાનને સંતુલીત કરવા માટે શરીરના અન્ય હિસ્સાઓમાં પ્રવાહ કરવા લાગે છે. તેને ખાવાનું સારી રીતે પચી નથી શકતું પછી તે પચવામાં વધારે સમય લે છે. હોજરીને ફરી ગરમ કરવામાં લાંબો સમય લાગે છે. જેના કારણે મગજ સહિતના અન્ય હિસ્સાઓમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે. જેથી ઘણી વખત મગજ ઓછુ લોહી પહોંચતા જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

ગરમ પાણીથી નહી નહાવામાં ફાયદો નહી આપે.

શરીરનાં તાપમાનને ઘટતું અટકાવવા માટે કેટલાક લોકો તર્ક આપે છે કે, ગરમ પાણીથી નહાવામાં આવે. પરંતુ તે નુકસાનકારક છે કે, કારણ કે ગરમ પાણીથી નહાવાથી રક્ત વાહીનીઓ શરીરને ઠંડી કરવાનાં ક્રમમાં ફેલાઇને રક્તની ઉષ્માને ત્વચા સુધી નહી પહોંચાડી શકે. એવામાં વાહીઓનું લોહી બીજા કામમાં પ્રયોગ થશે અને આપણા મગજને પુરતુ લોહી નહી મળવાના કારણે ચક્કર આવવા જેવી સમસ્યા થઇ શકે છે.

આયુર્વેદ શું કહે છે ?

આયુર્વેદ અનુસાર ખાવાનું ખાધા બાદ શરીરમાં અગ્ની તત્વ સક્રિય થઇ જાય છે. જેના કારણે ભોજન ઝડપથી પચે છે. જો ભોજનની તુરંત બાદ નહાવામાં આવે તો તાપમાન ઘટી જાય છે. ભોજન પચવામાંવાર લાગે છે. માટે ભોજનનાં 1-2 કલાક બાદ નહાવું ન જોઇએ. આ ઉપરાંત ભોજન કર્યાની તુરંત બાદ એક્સરસાઇઝ અથવા શારીરિક કામ કરવા માટે પણ મનાઇ કરવામાં આવે છે.

એલોપેથીમાં પણ મનાઇ.

આધુનિક વિજ્ઞાનનું માનીએ તો ભોજન બાદ અગ્નાશયથી પૈપ્સિન એજાઇમ નિકળે છે જે ભોજનને પચાવવાનું કામ કરે છે, પરંતુ ભોજન બાદ તુરંત નહાવાથી પેટનું તાપમાન ઘટે છે. જે રક્ત પ્રવાહ પેટ છોડીને શરીરનાં અન્ય હિસ્સાઓમાં થવા લાગે છે. જેના કારણે રક્તનો પ્રવાહ પેટ છોડીને શરીરનાં અન્ય હિસ્સાઓમાં લાગે છે. આ પ્રક્રિયાના કારણે ભોજન પચવાની પ્રક્રિયા ખુબ જ મંદ પડી જાય છે.આ સિવાય લગભગ દરેક લોકોની આદત હશે. ભરપેટ જમ્યા પછી એય… ને લાંબા થઈને સુઈ જવું. તેમાંય જ્યારે જમવામાં ભાત હોય એટલે એવું ઘેંન ચડે કે ન પૂછો વાત. પરંતુ શરીરના આરોગ્ય માટે આ બાબત સારી નથી. બપોરનું અથવા રાત્રિનું જમ્યા પછી સીધા સુઈ જવાથી આપણી પાચનક્રિયા મંદ પડી જાય છે જેના કારણે પેટ ફુલવા અને ગેસ જેવી સમસ્યા ઉભી થાય છે.

ઘણાં લોકોની એવી આદત હોય છે કે તેઓને જમ્યા પછી ફ્રુટની ચીરીઓ ખાવી જ જોઈએ. માન્યતા એવી છે કે ફ્રુટ ખાધેલા ખોરાકને પચાવવામાં ઉપયોગી નીવડે છે પરંતુ એ સંપૂર્ણ હકીકત નથી. મોટાભાગના ફ્રુટમાં ઓછા-વત્તા પ્રમાણમાં સુગરની માત્રા હોય છે જે પચવામાં ઉપયોગ થાય છે. પરંતુ બપોરનું કે રાત્રિનું ભોજન એટલું હેવી હોય છે કે તેને પચતા સમય લાગે છે. તેવામાં જમવું અને જમ્યા પછી ફ્રુટ ખાઈ પાચનશક્તિની કસોટી કરવા કરતાં જમ્યા પછી તરત જ ફ્રુટ ખાવાની આદત છોડવી જ સારી બાબત છે. ફ્રુટ ખાવા માટે જમ્યાનાં અમુક સમય પહેલા અથવા અમુક સમય પછીનો સમય યોગ્ય રહે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

Advertisement