ભ્રસ્ટાચાર મામલે સમગ્ર દેશ માં આ ક્રમે છે,ગુજરાત.જાણી ને તમે પણ ચોકીજશો.

0
83

એક બાજુ જયા ગુજરાત ના વરિષ્ઠ નેતાઓ એવું કહે છે કે દેશ માં મંદી નથી.ત્યાં બીજી બાજુ તે લોકોજ નાનકડા કામ માટે પૈસા લેતા હોઈ છે.આખા દેશમાં ભ્રષ્ટાચારને લગતા જેટલા ગુના થાય છે તેમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. નીતિ આયોગના આંકડા મુજબ ગુજરાતમાં 1 કરોડ રહેવાસી દીઠ ભ્રષ્ટાચારના 1,677.34 ગુના નોંધાય છે. 2492.45 ગુના સાથે તામિલ નાડુ પ્રથમ અને 2489.83 ગુના સાથે ઓરિસ્સા બીજા ક્રમે છે.

એન્ટિ કરપ્શન બ્યુરોના આંકડા મુજબ 2017ની સરખામણીએ 2018માં ભ્રષ્ટાચારના કેસમાં બમણો વધારો થયો હતો. ભ્રષ્ટાચારમાં શામેલ આરોપીઓની સંખ્યા 2017માં 216 જેટલી હતી જે 2018માં ત્રણ ગણી વધીને 729 થઈ ગઈ હતી.આ ખુબજ હેરાન કરનારા.

ગુજરાતના જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર કેટલી હદે પ્રસરેલો છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગુજરાત સ્ટેટ લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન.વિધાનસભાએ 2018 નવેમ્બરમાં GSLDCને વિલીન કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને આર્થિક અનિયમિતતા ધ્યાનમાં આવી હતી.

GSLDCની ઑફિસ પર પાડેલા દરોડામાં ACBને 56 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા હતા.આ ઉપરાંત જમીનમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. અનેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર જોવામળે છે.દરોડામાં સેંકડો બોગસ બિલ અને અધિકારીઓ સરકારી ગ્રાન્ટ સેન્ક્શન કરવા માટે ખેડૂતો પાસે લાંચ માંગતા હોવાના પણ અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અનેક વાર કહી ચૂક્યા છે કે તેમની સરકારે રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની પ્રતીજ્ઞા લીધી છે. સોફ્ટરવેર પ્રોફેશનલ અધીર કુમાર સિંહ જણાવે છે,આ આંકડા ચોંકાવનારા છે કારણ કે હું બે દશકાથી ગુજરાતમાં રહુ છું.મને લાગે છે કે અહીં ઉત્તર ભારત કરતા ઘણું ઓછું કરપ્શન છે.વળી, અહીં લોકો ભ્રષ્ટાચારને લગતા ગુના નોંધાવાનું પસંદ નથી કરતા.પરનું એવાત સાચી છે કે ગુજરાત સમગ્ર દેશ માં ભ્રસ્ટાચાર મામલે બીજા ક્રમે છે.જે કોઈ ગર્વ ની વાત નથી તે ગુજરાત ની ખુબજ સરમજનક વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here