બોલ્ડ શીન આપવાની બાબતમાં આજની અભિનેત્રીઓ કરતાં 10 ઘણી આગળ હતી રેખા, જુઓ તેના બોલ્ડ શીન……

0
138

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેઓએ પોતાના ફિલ્મી સફરમાં ઘણી બોલ્ડ ફિલ્મો આપી છે.રેખા બોલીવુડના 90ના ફિલ્મોની અભિનેત્રી છે અને તે અત્યારે પણ તેટલી જ સુંદર અને હોટ દેખાય છે રેખા આટલી હોટ હોવા છતાં પણ હજુ કુંવારી છે. ફિલ્મી કરિયર દરમિયાન રેખાનુ નામ અમિતાભ બચ્ચન, રાજ બબ્બર, વિનોદ મેહરા, નવીન નિશ્ચલ, જીતેન્દ્ર, યશ કોહલી, શત્રુધ્ન સિન્હા, સાજિદ ખાન અને અક્ષય કુમાર સાથે જોડાયુ.

રેખાના વિનોદ મહેરા સાથે લગ્ન કરવાના સમાચાર સામે આવ્યા પણ રેખાએ તેને નકારી દીધા. રેખાનુ નમ સંજય દત્ત સાથે પણ જોડવામાં આવ્યુ. જે તેમનાથી 5 વર્ષ નાના છે. આ વિષયમાં રેખાએ એકવાર કહ્યુ હતુ કે તેમણે સંજય દત્ત સાથે મૈત્રી અમિતાભ બચ્ચનને બળાવવા માટે કરી હતી.અમિતાભ અને રેખા એકબીજાના ખૂબ નિકટ રહ્યા. અમિતાભની સંગતમાં રેખાના વ્યક્તિત્વમાં ગઝબનું પરિવર્તન આવ્યુ.તે પોતાના લુક પ્રત્યે સજગ બની અને જીંદગી જોવાનો તેનો નજરિયો બદલાય ગયો. રેખાએ તેમના કરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી છે, તેમના કામ માટે તેમને નેશનલ ઍવોર્ડ પણ મળ્યા છે. રેખાની કેટલીક ફિલ્મો છે જેમાં તેમનો બોલ્ડ અવતાર જોવા મળ્યો છે. આજકાલ તે ફિલ્મો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

અભિનેત્રી રેખાએ વર્ષ ૧૯૭૦માં ફિલ્મ સાવન ભાદોં દ્વારા ચિત્રપટ સૃષ્ટિમાં પદાર્પણ કર્યું હતું. ત્યારપછી નમક હલાલ, કહાની કિસ્મત કી, પ્રાણ જાયે પર વચન ન જાયે, મુકદર કા સકિંદર, ખૂબસૂરત, ઉમરાવજાન, ખૂન ભરી માંગ, સિલસિલા, ઘર વગેરે અનેક કમિર્શયલ ફિલ્મોની સાથે આર્ટ ફિલ્મોમાં પણ અભિનયના ઓજસ પાથર્યા હતા. ઉત્સવ અને કામસૂત્ર જેવી ફિલ્મોમાં બોલ્ડ ભૂમિકાઓ પણ રેખાએ ભજવી હતી.

બોલીવુડ ની સદાબહાર અભિનેત્રી રેખા 64 વર્ષ ની છે અને વર્ષ 1996 માં તેમને ફિલ્મ ખિલાડીઓ કા ખિલાડી માં પોતાની ઉંમર થી લગભગ 20 વર્ષ નાના એક્ટર અક્ષય કુમાર ની સાથે જોરદાર બોલ્ડ સીન આપ્યા તે સમયે રેખા ની ઉંમર લગભગ 42 વર્ષ હતી. તેના પહેલા પણ રેખા એ કામાંસુત્ર, આસ્થા, ઉત્સવ જેવી ફિલ્મો માં બોલ્ડ સીન આપ્યા છે. હા રેખા એ ઇન્ડસ્ટ્રી માં ખૂન ભરી માંગ, સિલસિલા, ફૂલ બને અંગારે, ઉમરાવ જાન, મુકદ્દર ક સિકંદર, સુહાગ, કોઈ મિલ ગયા, ક્રીશ, ખુબસુરત, બીવી હો તો એસી, સંસાર અને જાની દુશ્મન જેવી ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે.

કામસૂત્ર.

બોલિવૂડ ડિરેક્ટર અને નિર્માતા મીરા નાયકની ફિલ્મ કામસૂત્રામાં ઘણા બધા દ્રશ્યો બોલ્ડમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે આ ફિલ્મ ક્યારેય સિનેમાઘરોમાં રિલીઝ થઈ ન હતી પરંતુ આ ફિલ્મમાં અભિનેત્રી રેખાના કામની ખૂબ પ્રશંસા થઈ હતી. એટલું જ નહીં, આ ફિલ્મ ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવોમાં પણ બતાવવામાં આવી છે. ફિલ્મમાં રેખાએ કામસૂત્ર શિક્ષકનું પાત્ર ભજવ્યું છે, જેમાં તેની અભિનય ખરેખર જબરદસ્ત છે. આ પાત્ર રેખાથી વધુ કોઈ ભજવી શકે નહીં, ફિલ્મ નિર્દેશક અને રેખા જાતે જ આ જાણતા હતા.

આસ્થા.

દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્યએ ‘આસ્થા: પ્રિઝન ઓફ સ્પ્રિંગ’ નિર્માણ કર્યું હતું, જે 1997 માં રેખા અને ઓમ પુરીની મુખ્ય ભૂમિકામાં રિલીઝ થયેલ એક શૃંગારિક-નાટક ફિલ્મ હતી. આ ફિલ્મમાં રેખા પણ બોલ્ડ પાત્ર ભજવશે. ફિલ્મમાં, રેખાએ એક પત્નીની ભૂમિકા ભજવી છે જે તેના પતિને પ્રેમ કરે છે પરંતુ તે તેની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે તેના શરીરનો ઉપયોગ કરે છે. ફિલ્મમાં રેખાએ ઓમ પુરી અને નવીન નિશ્ચલ સાથે ઘનિષ્ઠ દ્રશ્યો આપ્યા હતા, જે તે સમય સુધી હેડલાઇન્સમાં હતા.

ઉત્સવ.

1984 માં રજૂ થયેલી ફિલ્મ ઉત્સવમાં પણ રેખાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને અભિનેતા શેખર સુમન સાથે સ્ક્રીન શેર કરી હતી. તે જ સમયે, રેખા અને શેખર સુમન ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે. જે લાંબા સમય સુધી હેડલાઇન્સમાં રહી હતી. ઉત્સવ ફિલ્મમાં, રેખાએ વસંતસેનાની ભૂમિકા ભજવી છે, જે રખાત છે અને એક ગરીબ માણસ સાથે સંબંધ બનાવે છે.

ખૂન ભરી માંગ.

1988 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખુન ભરી માંગ’ માં રેખાના પાત્રને ઘણા લોકો દ્વારા ગમ્યું હતું. ફિલ્મમાં રેખાના વલણ અને બોલ્ડ પાત્રએ ઘણાં દિલ જીત્યા હતા. આ ફિલ્મમાં તેણે અડધા ચહેરાવાળા છોકરાની પડકારરૂપ ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં, આ ફિલ્મમાં રેખા પણ ગ્લેમરસ મહિલાની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. રાકેશ રોશન દિગ્દર્શિત અને પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મમાં રેખાના પરિવર્તન જોવા મળવાના હતા.

ખિલાડીઓ કા ખિલાડી.

રેખા 1996 માં અક્ષય કુમાર સાથે રિલીઝ થયેલી ફિલ્મ ખિલાડી કા ખિલાડીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં રેખાએ લેડી ડોનનું પાત્ર ભજવ્યું હતું અને તે બોલ્ડ શૈલીમાં જોવા મળી હતી. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ પછી અક્ષય કુમાર અને રેખાના અફેરના સમાચારો પણ મીડિયામાં ચર્ચામાં આવ્યા છે. જો કે આ માત્ર અફવાઓ બહાર આવી હતી.