બોલીવુડના સૌથી મોંઘા અને ખુબસુરત ફિલ્મ સેટ, જાણો કઈ ફિલ્મનું શૂટિંગ થયું હતું…..

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં બોલીવુડના એવા સેટ વિશે જણાવવા જઈ રહ્યા છે જે આજે પણ યાદ કરવામાં આવે છે.એક સુંદર સેટ હોય કે હસીન પહાડો જ્યાં કલાકારો અને અભિનેત્રીઓ એકબીજાને કસમો અને વચન આપતા જોવા મળે છે. બોલિવૂડની ફિલ્મોમાં, તેની શ્રેષ્ઠ સ્ટાર કાસ્ટ અને શાનદાર કહાની સાથે, તે કેટલીકવાર સુંદર સેટ માટે લોકોના દિલ જીતી લે છે. પણ ક્યારેય વિચાર્યું હશે કે આ સેટ બનાવતી વખતે કેટલો ખર્ચ કરવામાં આવ્યો હશે. એક શાનદાર સેટ તૈયાર કરવામાં મહિનાઓનો સમય લાગે છે, કેટલીકવાર સેટ જોઈને પ્રેક્ષકો દિલ આપી દેતા હોય છે. બોલિવૂડમાં ઘણી એવી ફિલ્મો આવી છે કે જેમાં સેટ બનાવવા માટે ઘણા બધા પૈસા લાગતા હોય છે અને ઘણો સમય પણ લાગે છે. આજે તમને આ સેટ વિશે જણાવીશું.

Advertisement

ગોલીઓની રાસલીલા – રામલીલા.

ફિલ્મ્સની વિશેષ અસરો અને ભવ્યતાની બાબતમાં સંજય લીલા ભણસાલીનો કોઈ મેળ નથી. બેજોડ કહાની સિવાય, તેની દરેક ફિલ્મમાં ભવ્ય સેટ એક મહત્વપૂર્ણ પાત્ર છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર ‘ગોલિયોં કી રાસલીલા-રામલીલા’ પણ આ અર્થમાં ખાસ છે. આ ફિલ્મના સેટને ડિઝાઇન કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચો લાગ્યો હતો.

દેવદાસ.

ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી પોતાની દમદાર કહાની માટે તો મશહૂર છે, પરંતુ તેમના ફિલ્મી સેટ પણ ખૂબ જ ભવ્ય હોય છે. ફિલ્મ દેવદાસ શાહરુખ ખાન, એશ્વર્યા રાય અને માધુરીની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક હતી. ફિલ્મ દેવદાસ ના સેટની ડિઝાઇન કરવામાં અંદાજે ૯ મહિનાનો સમય લાગ્યો હતો અને તેને બનાવવામાં ૨૦ કરોડ રૂપિયાથી પણ વધારે રકમ ખર્ચ કરવામાં આવી હતી. એટલે સુધી કે ચંદ્રમુખીનો કોઠી બનાવવામાં અંદાજે ૧૨ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

મુગલ-એ-આઝમ.

બોલિવૂડની માઇલસ્ટોન કહી શકાય તેવી ફિલ્મ મુગલ-એ-આઝમમાં દરેક રીતે શાનદાર ફિલ્મ હતી. ફિલ્મની દમદાર કહાનીની સાથે સાથે તેનો સેટ પણ તે સમયમ ખૂબ જ શાનદાર હતો. ખબરોનું માનવામાં આવે તો પ્યાર કીયા તો ડરના ક્યા મ્યુઝિકલ સિક્વન્સ શૂટ કરવા માટે બનાવવામાં આવેલ સેટને બનવામાં અંદાજે ૨ વર્ષ લાગી ગયા હતા. વળી આ એકમાત્ર ગીતને શૂટ કરવામાં ૧૦ લાખ રૂપિયા ખર્ચ થયો હતો. ફિલ્મમાં મધુબાલા ઉપર ફિલ્માવવામાં આવેલ આ શાનદાર ગીત અને સેટ આજે પણ લોકોના મનમાં તાજા છે.

કલંક.

કરણ જોહરની ફિલ્મ કલંકે બોક્સ ઓફિસ ઉપર બિલકુલ સારું પ્રદર્શન કર્યું ન હતું. જોકે ફિલ્મના સેટની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મને કરણ જોહરે મુગલે-એ-આઝમ વાળો લુક આપવાની કોશિશ કરી હતી. જોકે લૂકની બાબતમાં તે અમુક હદ સુધી સફળ રહ્યા હતા. પ્રેસ ઓફિસથી લઈને આલિયા-વરુણ પર ફિલ્માવવામાં આવેલ બધા સીન ખૂબ જ સુંદર હતા. ખબરોનું માનવામાં આવે તો કરણ જોહર અને સાજિદ નડિયાદવાલાએ ફિલ્મના સેટ ઉપર જ અંદાજે ૧૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.

બાજીરાવ મસ્તાની.

સંજય લીલા ભણસાલીની વધુ એક માસ્ટરપીસ બાજીરાવ મસ્તાની છે. આ ફિલ્મને ૨૩ મોટા સેટની સાથે-સાથે ગુજરાતનાં આઈના મહેલમાં શૂટ કરવામાં આવેલ હતું. ખબરોનું માનવામાં આવે તો આ સેટ બનાવવામાં લગભગ ૮-૯ વર્ષનો સમય લાગ્યો હતો. ફિલ્મના કુલ બજેટમાંથી ૧૪૫ કરોડ રૂપિયા ફક્ત સેટ અને કલાકારોના ડ્રેસ પર ખર્ચ કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં દીપિકા-રણવીરની કેમેસ્ટ્રી અને શાનદાર અને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.

બોમ્બે વેલવેટ.

આ ફિલ્મમાં રણવીર અને અનુષ્કાની જોડીની સાથે કરણ જોહર પણ વિલનના રોલમાં નજર આવ્યા હતા. આ ફિલ્મમાં અનુરાગ કશ્યપે ૬૦નો દશક બતાવવાની કોશિશ કરી હતી. ફિલ્મને બનાવવામાં ૧૨૦ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. જેનો મોટાભાગનો હિસ્સો સેટ બનાવવા પર ખર્ચ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ૬૦ના દશકનું મુંબઈ બતાવવામાં ૧૧ મહિનાનો સમય લાગ્યો હતો. જોકે ફિલ્મ જબરજસ્ત ફ્લોપ થઈ હતી, પરંતુ સેટને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.

સાંવરિયા.

ભણસાલીની ફિલ્મને બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછાડવામાં આવી હતી, પરંતુ તેને મોંઘા સેટ્સ માટે ખૂબ ગુંજારવા મળ્યો છે. ફિલ્મ માટે એક પરી-લોક જેવા શહેર બનાવવામાં આવ્યું હતું, જેની કિંમત કરોડો છે.

પ્રેમ રતન ધન પાયો.

સલમાન ખાનની આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ ગણાય છે. કૌટુંબિક નાટક બનાવવા માટે પ્રખ્યાત સૂરજ બરજાત્યાએ તેની ફિલ્મ માટે એક રોયલ પેલેસ બનાવ્યો, જેમાં રાજસ્થાનના ઐતિહાસિક કિલ્લાઓ અને શીશમહલનો સમાવેશ થતો હતો. આ સિવાય સેટ પર થયેલી લાઇટિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

Advertisement