બોલીવુડમાં ઘણા હિટ ગીતો આપનાર અરજીત સિંહ જીવે છે આવી લાઈફ સ્ટાઇલ,અધધ કરોડ ના તો ખાલી ફ્લેટ જ છે,જોવો તસવીરો..

0
23

બોલીવુડમાં ઘણા હિટ સોન્ગ ગાઇને ફેમસ થયેલા અને લોકોના દિલ જીતી લેનાર અરજીત સિંહ પોતાના ગીતોના કારણે તો પ્રખ્યાત છે, વર્ષ 2005 માં સિંગિગના કરિયરની શરુઆત  રિયાલિટી શો ફેમ ગુરુકુલથી કરી હતી. આ શો દરમિયાન જ ફિલ્મ મેકર સંજય લીલા ભણશાલીની નજર તેમની પર પડી હતીઅરિજીત સિંઘના ગીત ખાસ કીરને હિટ થઇ જાય છે તે દરેકને પસંદ પણ પડે છે. 25 એપ્રિલ 1987એ અરિજીત સિંઘનો જન્મ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ શહેરામાં થયો હતો.

તેના પિતા પંજાબી અને માતા બંગાળી હતી. અરિજીત સિંઘે તેના કરિયરની શરૂઆત વર્ષ 2005માં રિયાલીટી શો ફેમ ગુરુકુલથી કરી હતી, તે બાદ તેણે એકથી એક જોરદાર સોન્ગ ગાય છે.અને તેમનું નામ પ્રખ્યાત ત્યારે થયું જ્યારે એમને 2013 આશિકી 2 ફિલ્મમાં તુમ હી હો ગીત ગાયું હતું.

આ ગીતના ગાયક તરીકે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આ પુરસ્કાર વેળાએ તેમને ‘શ્રેષ્ઠ પુરુષ ગાયક’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓએ ‘કિલ દિલ’ ફિલ્મમાં પણ આવું જ ગીત ગાયું છે, જેનું નામ ‘સજદા’ હતું. જાન્યુઆરી ૨૦૧૬માં૬૧મા ફિલ્મફેર પુરસ્કાર  વેળા તેમણે ફિલ્મ ‘રોય’ માટે ગાએલા ‘સૂરજ ડૂબા હૈ ગીતને શ્રેષ્ઠ ગીત તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.અરજીત સિંહે ફિલ્મ મર્ડર-2 માં બોલીવુડ ડેબ્યુ કર્યું હતુ.

ઘરે થી મળી હતી તાલીમ.

અરિજિતસિંહે તેનું સંગીત નું તાલીમ પોતાના ઘરે થી મેળવ્યું છે.જણાવી દઈએ કે અરિજિતની દાદી એક ગાયક હતી, અને માતા ગીતો ની સાથે તબલા પણ વગાડતી હતી જ્યારે તેની કાકી એ ભારતીય શાસ્ત્રીય સંગીત માંથી તાલીમ મેળવેલી છે. શરૂઆતથી જ, કુટુંબની મહિલાઓની આ લાક્ષણિકતાઓ અરિજિતથી પ્રભાવિત હતો.અને એના પછી એ તે ધીરે ધીરે સંગીત નો શોખ જાગ્યો હતો.બહુ ઓછા લોકો જાણે છે કે પોતાના ગીતો થી કરોડો લોકોના દિલમાં સ્થાન બનવનાર અરજીત સિંહે એક રિયાલિટી શો માં એમની હાર પણ થઈ હતી.

આમ અરિજિત સિંહ ભલે ગમે એવી કારકિર્દી ની સફળતા ની ટોચ પર બેઠો છે, છતાં પણ એ આજે એક આમ વ્યક્તિ ની જેમ પોતાનું જીવન જીવે છે.અરજીત સિંહ પોતાની અંગત જિંદગીમાં સામાન્ય જીવન જીવવાનું માને છે. તેમને એક ગીત માટે લગભગ 15 થી 20 લાખ રૂપિયા મળે છે. અને જણાવી દઈએ કે એ 45 મિનિટના શો માટે આશરે 1.5 કરોડ કરોડ રૂપિયા લે છે.જો કે, આ હોવા છતાં, તેમનું જીવન ખૂબ જ સરળ છે.તે ભવ્ય જીવનનો શોખીન નથી.અને એક સાધારણ જીવન જીવે છે.

અરજીત સિંહે રાજા વિજય સિંહ હાઇ સ્કૂલ અને શ્રીપતસિંહ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. સિંહના કહેવા મુજબ, તે એક શિષ્ટ વિદ્યાર્થી હતો પરંતુ એને સંગીત માં વધારે રસ હતો. સંગીત પ્રત્યેનો તેમનો જુસ્સો જોઈને તેના પરિવારે પણ તેમને વ્યવસાયિક તાલીમ આપવાનું નક્કી કર્યું.તેમણે રાજેન્દ્ર પ્રસાદ હજારી પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીત શીખ્યા અને ધીરેન્દ્ર પ્રસાદ હજારી સાથે તબલા વગાડવાની તાલીમ લીધી. બિરેન્દ્રપ્રસાદ હજારીએ તેમને રવીન્દ્ર સંગીત અને પપ્પા એ સંગીત શીખવ્યું.

અરજીતે એમની બાળપણ ની મિત્ર કોએલ રોય સાથે 20 જાન્યુઆરી, 2014 ના રોજ પશ્ચિમ બંગાળના તારાપીઠ મંદિરમાં લગ્ન કર્યા.સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર લગ્નનો ફોટો પોસ્ટ થતાની સાથે તેણે સમાચારની પુષ્ટિ કરી.આ તેનું બીજુ લગ્ન હતું. આ પહેલા તેણે એક રિયાલિટી શોમાં તેના સહ-સ્પર્ધક સાથે લગ્ન કર્યા હતા.આ તેની પત્ની કોયલ સાથેનું બીજું લગ્ન પણ હતું અને તેની એક છોકરી પણ છે.તેમણે વિશાલ શેખર દ્વારા રચિત ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ પર ફિલ્માવેલ કાશ્મીર મેં તુ કન્યાકુમારી ગીત પણ ગાયું હતું. તેઓ તેમના દ્વારા ગવાયેલા ‘કભી જો બાદલ બરસે’ ગીતને તેમનું અંગત પ્રિય ગીત ગણે છે અને મિકી વાયરસ ફિલ્મના ‘તોસે નૈના’ તેમના હૃદયની નજીક માને છે.

આ કારણે આજે પણ સલમાન ખાન અને અરજીત સિંહ એકબીજા ના કટ્ટર છે.

આમ થયું કંઈક એવું કે 2014 ના એવોર્ડ ફંક્શનમાં, અરિજિતને ‘આશિકી 2’ ના ‘તુમ હી હો’ ગીત માટે એવોર્ડ મળવાનો હતો. અને સલમાન ખાન આ એવોર્ડ શોને હોસ્ટ કરી રહ્યો હતો. જ્યારે એવોર્ડ માટે અરિજિત સિંહનું નામ બોલવા માં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તે તેની ખુરશી પર સૂતો હતો. કોઈએ તેને ઉપાડ્યો અને તે અચાનક એવી જ અવસ્થામાં એવોર્ડ લેવા આવ્યો.પગમાં નીચલા શર્ટ અને ચપ્પલ પહેરીને અરિજિત સ્ટેજ પર પહોંચ્યો.

ત્યારે સલમાન ખાને એને પૂછ્યું કે તું સૂઈ ગયો હતો કે શું.આ અંગે અરિજિતસિંહે જવાબ માં કહ્યું હતું કે તમે લોકો એ બધા ને સુવડાવી દીધા છેમ અને અરિજિતની આ વાત થી સલમાન ખાન ગુસ્સે થઈ ગયો. તેમ છતાં તેણે એવોર્ડ ફંક્શન દરમિયાન નારાજગી વ્યક્ત કરી ન હતી, પરંતુ સલમાન ખાને તે દિવસથી ક્યારેય અરિજિત સિંહ સાથે કામ કર્યું નથી.