બોલિવૂડ ના આ દિગ્ગજ કલાકાર જોડે થઈ હતી જુહી ચાવલા ની સગાઈ,પણ આ કારણે માત્ર 4 જ દિવસ માં સગાઈ તૂટી ગઈ…..

જૂહી ચાવલા ખુબ જ ટેલેન્ટેડ અને સુંદર અભિનેત્રી છે. 90 માં દશકામાં જૂહીએ તેની સુંદરતાથી લાખોના દિલ જીત્યા હતા. તે સમયે તેની એક્ટિંગના પણ ખુબ જ વખાણ કરવામાં આવતા હતા, તે સમયે દરેક જુવાનો પોતાનું દિલ જૂહી ચાવલા પર હારી બેઠા હતા. જૂહી ચાવલા એ, “ડર”, “કયામત સે કયામત તક”, “હમ હૈ રાહી પ્યાર કે” અને “યસ બોસ” જેવી સુપર ડુપર ફિલ્મોમાં કામ કર્યું છે.

Advertisement

બોલિવૂડની મશહૂર એક જુહી ચાવલાને તો બધા લોકો જાણે છે. જુહી ચાવલા હવે મોટા પડદા પર વધારે જોવા મળતી નથી. પરંતુ તેમની ફિલ્મ “ગુલાબ ગેંગ” માં તેમણે ખૂબ જ અલગ પાત્ર નિભાવીને બધાને હેરાન કરી દીધા હતા. કોઈ જમાનામાં જુહી લોકોનાં દિલની ધડકન હતી. તેમની મુસ્કાન અને તેમના માસૂમ ચહેરાનાં ઘણા લોકો દીવાના હતા. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે જુહી ફિલ્મોમાં આવી તે સમય દરમિયાન બોલિવૂડનાં એક એક્ટર સાથે સગાઈ કરી હતી, પરંતુ ફક્ત થોડા દિવસોમાં જ આ સંબંધ તૂટી ગયો હતો. તો ચાલો જાણીએ કે આખરે તે કહાની શું છે.

જૂહી ચાવલાને દરેક ઉંમરના લોકો પસંદ કરે છે. જણાવી દઈએ કે હવે જૂહી ચાવલા 51 વર્ષની થઇ ચુકી છે. તેનો જન્મ 1967માં થયો હતો. જૂહી ચ્વાલા બોલીવુડની સામાન્ય અભિનેત્રી નથી તે 90 માં દશકની સૌથી સુપરહિટ અભિનેત્રી રહી ચુકી છે. 90 માં દશકમાં જૂહીના કરોડો ફેંસ હતા.આ કરોડો ફેંસમાંથી એક હતા ઇમરાન ખાન.

બિઝનેસમેન સાથે થયા છે જુહીનાં લગ્ન.જુહી ચાવલાનાં લગ્ન બિઝનેસમેન જય મહેતા સાથે થયા છે અને બંને ઘણા વર્ષોથી સાથે છે. પરંતુ જય સાથે લગ્ન કરતાં પહેલાં જુહીએ અન્ય કોઈનાં નામ ની વીંટી પોતાના હાથમાં પહેરી હતી. હકિકત માં જય સાથે લગ્ન કરતા પહેલા જુહીની સગાઈ અન્ય કોઈ સાથે થઈ હતી અને તે ફક્ત ૪ દિવસમાં તૂટી ગઈ હતી. એટલું જ નહીં તેમની પાસેથી વીટી પણ પરત માંગી લેવામાં આવી હતી.

ઇમરાન ખાન કરવા માંગતા હતા જોઈ સાથે લગ્ન.જુહીની સફળ ફિલ્મ “કયામત સે કયામત તક” તો તમને બધાને યાદ હશે. આ ફિલ્મમાં તેમણે આમિર ખાને સાથે કામ કર્યું હતું અને બંનેની જોડીને લોકોએ ખૂબ પસંદ પણ કરી હતી. આ ફિલ્મ દરમિયાન જુહી અને આમિર ખાનનાં ભત્રીજા અને આજના મશહૂર એક્ટર ઇમરાન ખાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

જુહીને પસંદ કરવા લાગ્યા હતા પાંચ વર્ષના.ઇમરાન આ ફિલ્મમાં આમિરના બાળપણનો કિરદાર નિભાવી રહ્યા હતા અને તેમની મુલાકાત ત્યાં જુહી સાથે થઈ હતી. પાંચ વર્ષના ઇમરાન અને જુહીની મિત્રતા ફિલ્મ દરમિયાન ખૂબ જ જામી રહી હતી. ફિલ્મનું શૂટિંગ ખતમ થતાં પહેલા ઇમરાન ખાને જીદ પકડી કે તેઓ જુહી સાથે લગ્ન કરશે. ઇમરાનની આ જીદને કારણે લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જુહીએ ઇમરાનને સમજાવ્યું કે જ્યારે તેઓ મોટા થઈ જશે ત્યારે લગ્ન કરી લેશે. પરંતુ ઇમરાને બધાની વાતને નજરઅંદાજ કરી દીધી અને જુહી સાથે લગ્ન કરવાની જીદ પકડી લીધી.

ઈમરાને જણાવ્યું, “જ્યારે હું મોટો થઇ રહ્યો હતો ત્યારે મારું જૂહી ચાવલા પર ઘણું ક્રશ હતું. ફિલ્મ “કયામત સે કયામત તક” માં જ્યારે મેં તેને જોઇ તો તે અને એટલી સારી લાગી કે તેને પ્રપોઝ પણ કરી દીધું હતું. સૌથી રસપ્રદ વાત તો એ હતી કે તે સમયે તેની ઉંમર માત્ર 4 વર્ષ હતી.

ઇમરાને જુહીને પહેરાવી વીંટી.સેટ પર આગલા દિવસે ઇમરાનની માં વીંટી લઈને આવી અને જુહીને કહ્યું કે તેને પહેરી લો. જુહી પણ ઇમરાનની સાદગી જોઈને મનાઈ કરી શકી નહી અને વીંટી પહેરી લીધી. પરંતુ ચાર દિવસ બાદ અચાનક ઇમરાન જુહી પાસે આવ્યા અને બોલ્યા કે તે વીંટી પરત આપો. જુહીએ ખૂબ જ દુઃખી મનથી તે વીંટી ઇમરાનને પરત આપી દીધી.

આજે પણ ઇમરાનને પસંદ કરે છે જુહી.આજે જ્યાં જુહી ચાવલા ફિલ્મોથી દૂર છે, તો વળી ઇમરાન ખાન પણ ફિલ્મોથી દૂર રહેલા છે. તેવામાં જુહી ચાવલા આજે પણ ઇમરાન ખાનને આ ઘટનાની યાદ અપાવે છે. વળી ઈમરાન ખાનનાં લગ્ન થઈ ચૂક્યા છે અને તેઓ પણ એક દિકરીના પિતા છે. પરંતુ આ ઘટના આજે પણ તેમને યાદ છે અને તેઓ જુહીને પોતાનો પહેલો પ્રેમ માને છે. ઇમરાન ખાને ઘણા ઇન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ પણ કરેલ છે.

જૂહી ચાવલાના ઘણા દીવાના હતા, પરંતુ તેને જાય મહેતા સાથે જ લગ્ન કર્યા. જાય મહેતા સાથે તેની પહેલી મુલાકત સાઉથ આફ્રિકામાં થઇ હતી. જાણવા મળ્યું છે કે ફિલ્મ નિર્દેશક રાકેશ રોશને તેની મુલાકાત કરાવી હતી. આ મુલાકાત બાદ જાય મહેતાની પહેલી પત્ની પ્લેન ક્રેશ માં મૃત્યુ પામી, તે દરમિયાન જૂહી ચાવલાએ એક બેસ્ટ ફ્રેન્ડની જેમ જાય મહેતાનું ધ્યાન રાખ્યું અને તેને પૂરી રીતે સપોર્ટ કર્યો.

થોડા સમય પછી 1995 માં જૂહી ચાવલા ને જય મેહતાએ લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે જૂહી જાય મહેતાથી 7 વર્ષ નાની છે. પોતાના કરિયર માટે જૂહીએ લગભગ 2 વર્ષ સુધી લગ્નની વાત છુપાવીને રાખી હતી. પ્રેગ્નેત થયા પછી જ જૂહીએ તેના લગ્નનો ખુલાસો કર્યો. હાલમાં જૂહી ચાવલાને 2 બાળકો છે. જૂહીના બંને બાળકો જાહ્નવી અને અર્જુન ફિલ્મી દુનિયાથી દુર છે અને સોશિયલ મીડિયામાં પણ એક્ટીવ નથી.

Advertisement