બોલીવુડનાં આ સ્ટાર્સ એ માત્ર ભરતમાંજ નહીં પરંતુ વિદેશમાં પણ ઉભું કર્યું છે પોતાનું શક્તિશાળી સામ્રાજય.

0
84

સામાન્ય માણસનું સપનું હોઈ છે કે દરેક શહેરમાં પોતાના નામનું એક ઘર હોય તો બોલિવૂડ સ્ટાર્સનું સપનું માત્ર શહેર અને દેશમાં ઘર બનાવાનું નથી હોતું પણ વિદેશમાં પણ પોતાનું ઘર બનાવવાનું છે ઘણા સ્ટાર્સ તો આ પહેલાથી જ જીતી ચૂક્યા છે અને તેમની પાસે વિદેશી દેશોમાં પણ કરોડોની સંપત્તિ છે.

1.અમિતાભ બચ્ચન.

બિગ બીના બાસ મુંબઈમાં 5 બંગલા છે આટલું જ નહીં અમિતાભ પાસે વિદેશમાં પણ સંપત્તિ છે.તેમનું ફેશન સિટી પેરિસમાં પણ ઘર છે આ ઘર તેમને તેમની પત્ની જયા એ ગિફ્ટ કર્યું હતું.

2.શાહરૂખ ખાન.

કિંગ ખાનનું મન્નત તો પ્રખ્યાત છે પરંતુ તેમના પાસે ફક્ત મન્નતમાં જ નહી વિદેશમાં પણ ઘણાં ઘરો છે. શાહરૂખનું દુબઈના પામ જુમેરાહમાં એક વૈભવી ઘર છે જે 140,000 ચોરસ ફૂટમાં ફેલાયેલ છે. એટલું જ નહી શાહરૂખે સેન્ટ્રલ લંડનમાં એક એપાર્ટમેન્ટ પણ રાખ્યું છે.

3.અક્ષય કુમાર.

બોલીવુડના મિસ્ટર ખિલાડીના એક નઇ પરંતુ ઘણા દેશોમાં તેની સંપત્તિ છે અક્ષયનું કેનેડા અને મોરિશિયસ વચ્ચે એક સુંદર ઘર છે અને ટોરોન્ટોમાં તો તેમણે એક આખી ટેકરી જ ખરીદી છે જેમાં બે એપાર્ટમેન્ટ અને એક બંગલો છે. આ મકાનમાં તમામ પ્રકારની સુવિધાઓ છે.

4.અભિષેક અને એશ્વર્યા રાય બચ્ચન.

અમિતાભ બચ્ચનના પુત્ર અને પુત્રવધૂએ દુબઇના જુમેરાહ ગોલ્ફ એસ્ટેટમાં એક લક્ઝુરિયસ રિસોર્ટ સ્ટાઇલ વિલા ખરીદ્યો છે આ ઘર 5600 ચોરસ ફૂટમાં ફેલાયેલ છે અને તેમાં સ્વિમિંગ પૂલ જેવી તમામ સુવિધાઓ છે.

5.જ્હોન અબ્રાહમ.

બોલીવુડમાં જ્હોન ભલે ઓછા દેખાતા હોઈ પરંતુ તેની પાસે પૈસાની કોઈ અછત નથી તે એક બિઝનેસમેન પણ છે. જ્હોન પાસે અમેરિકામાં લાન્સ એજિલેસનો પોશ વિસ્તાર બેલ એરમાં આલીશાન બંગલો છે અને તેના પડોશીઓ છે હોલીવુડ સ્ટાર્સ જેનિફર એનિસ્ટન અને એન્જેલીના જોલી.

6.શિલ્પા શેટ્ટી કુંદ્રા.

શિલ્પાના પતિ રાજ કુંદ્રા ખૂબ જ ધનિક ઉદ્યોગપતિ છે ત્યારે જ શિલ્પા ઇંગ્લેન્ડ કેનેડા અને લંડનમાં ચાર બંગલાની માલિકીન છે વળી રાજે શિલ્પાને દુબઈના બુર્જ ખલીફા પાસે એક ઘર ખરીદીને ભેટ આપી હતી જોકે પછીથી તેણે તે વેચી દીધુ હતું ઇંગ્લેન્ડના વાયબ્રીજ વિસ્તારમાં શિલ્પાનું ઘર કોઈ રાજવી મહેલથી ઓછું નથી.

7.સૈફ અલી ખાન.

સૈફ અલી ખાન માત્ર ભવ્ય પટૌડી પેલેસનો જ માલિક નથી આ સિવાય સૈફ અને કરીનાએ સ્વિટ્ઝર્લના સ્ટેડ વિસ્તારમાં એક લક્ઝુરિયસ મકાન પણ ખરીદ્યું છે.

8.સલમાન ખાન.

બોલિવૂડના દબંગ ખાનને દુબઈ ખૂબ પસંદ છે કે તેણે અહીંના ડાઉનટાઉન વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.

9.પ્રિયંકા ચોપડા.

પ્રિયંકાએ પણ મોન્ટ્રીયલમાં એક વૈભવી મકાન ખરીદ્યું છે જેમાં એક મોટો પુલ એરિયા છે જે પુલ પાર્ટી માટે પરફેક્ટ છે આ ઘરમાં તમામ આધુનિક સુવિધાઓ છે.