કરોડપતિ બનવા એક મોર પંખ જ કાફી છે બસ આ રીતે કરો તેનો ઉપાય…

0
217

આપણે મોરપીંછ નું નામ સાંભળીએ એટલે આપણ ને સૌપ્રથમ શ્રી કૃષ્ણ નુ સ્મરણ થઇ આવે છે. શ્રી કૃષ્ણ ના મસ્તક પર સુંદર મજા નું મોરપીંછ સજાવેલું હોય છે. આ મોરપીંછ માં અનેક પ્રકાર ના રંગો સમાવિષ્ટ હોય છે. મોરપીંછ એ ફકત સુશોભન ના કાર્યો પૂરતુ જ ઉપયોગી નથી પરંતુ , આ સિવાય પણ તેના ઘણાં ઉપયોગો છે. પ્રભુ , શ્રી કૃષ્ણ ઉપરાંત પણ ઘણાં દેવી-દેવતાઓ ને મોરપીંછ અત્યંત પ્રિય છે.

Advertisement

ભક્તો પોતોના વ્હાલા શ્રી કૃષ્ણને ભલે કોઈપણ પ્રકારના શણગાર કરે પરંતુ મોરપંખ તેમના મસ્તક પર ભૂલતા નથી. કૃષ્ણને પણ મોરપંખ અતિપ્રિય છે પરંતુ તેની પાછળ આ ઘટના રહેલી છે.મોરપંખ એ દેખાવમા જેટલા સુંદર હોય છે એટલા જ તે ઉપયોગી પણ હોય છે અને ભગવાન કૃષ્ણના મુઘટથી મંદિરમા જે આપણે નજર ઉતારવા માટે મોરપંખનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામા આવે છે અને મોરપંખની આ એક ખાસિયત એ છે કે તે ક્યારેય પણ ખરાબ નથી થતા અને તેમા રહેલા અનેક રંગોના કારણે એ સૂર્યની રોશનીમાથી નીકળતી દરેક જાતની ઉર્જાને ગ્રહણ કરે છે અને તે નેગેટિવિટીને પણ દૂર કરે છે અને વાસ્તુ અને તંત્ર બંન્નેમા મોરપંખનુ ખૂબજ મહત્વ રહેલુ છે.

ભગવાન શ્રીકૃષ્ણના તાજ ની શોભા વધારનાર મોરપંખને ખૂબ પવિત્ર માનવામાં આવે છે.ઘરમાં મોરપંખ હોવો જરૂરી છે.નકારાત્મક ઉર્જા દૂર કરવા અથવા આકર્ષણ શક્તિ વધારવામાં મોરપંખની અસર ખૂબ માનવામાં આવે છે.વાસ્તુમાં મોરની ઉપયોગિતાને લગતા કેટલાક તથ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ચાલો તેમના વિશે જાણીએ.ભગવાન શ્રીકૃષ્ણનો મોર વિનાનો પહેરવેશ અને પૂજા અધૂરી માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા તસવીર સાથે મોરપંખા મુકો અને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સાથે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર બે મોર પીંછા મૂકો.આ કરવાથી નકારાત્મક ઉર્જા અને જીવજંતુઓ ઘરમાં પ્રવેશ કરી શકતા નથી.

આ મોરપીંછ નું જેટલું મહત્વ ભારત માં છે તેટલું અન્ય કોઈપણ દેશ માં નથી. એવી માન્યતા છે કે મોર નકારાત્મક ઉર્જા ને દૂર રાખવા માં સૌથી વધુ પ્રભાવશાળી સાબિત થાય છે. જો કે ૨૦ મી સદી ના ઉતરાર્ધ માં સ્થિત પશ્ચિમી દેશો મોરપીંછ ને દુર્ભાગ્ય નું પ્રતીક ગણે છે. પરંતુ , જયારે તેમને પણ અહેસાસ થયો કે તેમની માન્યતા ખોટી છે ત્યારે તેમના દ્વારા પણ મોરપીંછ ને શુભ ચિહ્ન સ્વરૂપે સ્વીકારવા માં આવ્યું.આપણા દેશ ની સમાન ગ્રીક માં પણ મોરપીંછ ને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ગ્રીક ની માન્યતાઓ મુજબ જે સો આંખ ધરાવતું હતું તેમના દ્વારા આ મોરપીંછ ની રચના કરવામાં આવી. જેથી ગ્રીક લોકો મોરપીંછ ને સ્વર્ગ તથા બ્રમ્હાંડ સાથે સંબંધ છે તેવું માને છે. હિન્દુ ધર્મ ના લોકો મોરપીંછ ને દેવી સરસ્વતી તથા દેવી લક્ષ્મી સાથે સંકળાયેલું છે તેવું માને છે.

આપણે માતા લક્ષ્મી ને ધન ના દેવી તરીકે પૂજીએ છીએ માટે જયારે પણ દેવી લક્ષ્મી નું પૂજન કરવા માં આવે ત્યારે તેમની પૂજા ની સામગ્રી માં મોરપીંછ અવશ્ય હોય છે. આ ઉપરાંત એવી પણ માન્યતાઓ છે કે મોરપીંછ ને જો બંસરી સાથે જોડીને ઘર માં રાખવામાં આવે તો કુટુંબ ના સદસ્યો વચ્ચે ના સંબંધો માં મધુરતા આવે. મોરપીંછ દેખાવ માં જેટલું આકર્ષક લાગે છે તેટલું જ ઉપયોગી સાબિત થાય છે. આ મોરપીંછ તમારા પર આવેલી દરેક સમસ્યા નું નિવારણ લાવી શકે.જો બાળકને ભણવાનું મન ન લાગે તો પછી બાળકના પુસ્તકોમાં મોરના પીંછા મૂકો.આ કરવાથી,બાળકની એકાગ્રતા વધશે.જો બાળક જિદ્દી છે,તો તેને મોરપંખ થી બનેલા પંખાથી હવામાં નાખો.આમ કરવાથી તેની વર્તણૂક બદલાશે.બાળકના હાથ પર મોરપંખ બાંધવાથી તેને નજર લગતી નથી.

સપના પણ નથી આવતા. હંમેશાં તમારી સાથે પીળા રેશમી કાપડમાં મોરની પીંછા લપેટી રાખો.આ કરવાથી આકર્ષણ શક્તિ વધે છે.ઘરમાં મોરપીછ લાગવાથી વાસ્તુદોષ પણ ઠીક થઇ જાય છે.કોઈ મંદિરમાં જાઈને મોરપંખને શ્રીરાધા-કૃષ્ણની મૂર્તિ પાસે રાખો.અને તેને 40 દિવસ પૂજા કર્યા પછી તેને ઘરે લાવો.આ કરવાથી બધા ખરાબ કામ સુધારવા લાગશે.જો પતિ-પત્ની વચ્ચે તણાવ હોય તો પછી પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં બેડરૂમમાં મોરના પીંછા મૂકો.તેનાથી પતિ પત્ની વચ્ચે તણાવ પણ દુર થઇ જાય છે.જે લોકોના જીવનમાં પૈસાની ખામી હોય છે તેઓએ પર્સમાં મોરપંખ રાખવું જોઈએ. અટકેલા કામ પાર પાડવા હોય તો તે કામ કરવા જતી વખતે મોરપંખ સાથે લઈ જવું બિહામણા સપના આવતાં હોય તો ચાંદીના તાવિઝમાં મોરપંખ રાખી અને તેને ઓશિકા નીચે રાખીને સુવાથી લાભ થશે.

ઘરમાં કોઈ જગ્યાએ નકારાત્મક શક્તિની અનૂભુતિ થતી હોય તો ત્યાં ખંડિત ન હોય તેવું મોરપંખ રાખી દેવું.ઘરમા દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં હંમેશા મોરનું પીંછું રાખવું, તેનાથી ઘરમાં બરકત રહે છે. બાળકોનું મન અભ્યાસમાં ન લાગતું હોય તો તેઓ જ્યાં અભ્યાસ કરતાં હોય તે રૂમમાં મોરપંખ રાખી દેવું. ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય તો મુખ્ય દ્વાર પર ત્રણ મોરપંખ લગાવી દેવા, તેનાથી દોષનો પ્રભાવ દુર થઈ જશે. શત્રુથી સમસ્યા હોય તો મંગળવારે હનુમાનજીના માથા પરથી સિંદુર લઈ અને મોરપંખ પર તેનું નામ લખવું અને રાત્રે તેને મંદિરમાં રાખી બીજા દિવસે સવારે તેને પાણીમાં વહાવી દેવું.

જે લોકો રાહુની અનિચ્છનીય સ્થિતિના કારણે નકારાત્મક અસર સહન કરી રહ્યા છો તો મોર પંખનો ઉપયોગ એના ઉપચારના તરીકાથી કરી શકો છો. આ પ્રમાણેની નકારાત્મકતાથી બચવા અને એને દુર કરવા માટે પ્રભાવિત વ્યક્તિને રાતે સુતા સમયે મોર પંખને એમના તકીયાની નીચે રાખવી જોઈએ.ઘણી વાર જોવામાં આવ્યું છે કે ગ્રહ નક્ષત્રોની ખરાબ સ્થિતિ અથવા પછી બીજા કારણથી બનેલા કામમાં અડગ આવી જાય છે. પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે બેડરૂમની પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં જો મોર પંખ રાખવામાં આવે છે તો તે આ પ્રકારની સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. તમારા અધૂરા પડેલા કામ અને પ્રોજેક્ટ સમય પર પુરા થઇ જશે.

જન્મકુંડળીમાં અમુક ગ્રહ નક્ષત્ર એવા હોય છે જેની સ્થિતિ સારી નથી હોતી. એના કારણથી પણ વ્યક્તિને એમના જીવનમાં નકારાત્મક પરિણામ હાસિલ થાય છે. આનો ઉપચાર કરવા માટે એક મોર પંખ લો અને તમારા જ્યોતિષ દ્વારા કહેવાયેલા મંત્રનો જાપ ૨૧ વાર કરો અને આ દરમિયાન મોર પંખ પર પાણીના ટીપાં પાડતા રહો. આ પાંખને તમારી પૂજા ઘરમાં રાખો અને સવારે આને પાણીમાં વિસર્જિત કરી દો.

Advertisement