ચંદન,કુમકુમ,હળદર અને ભસ્મ નું તિલક લગાવવાથી દૂર થાય છે ઘણા રોગ.

0
77

હિન્દૂ ધર્મ માં તિલક લગાવવું ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.અને માથા પર તિલક લગાવવાની પરંપરા સદીઓ જૂની છે હંમેશા કોઈ શુભ કાર્ય કરતા પહેલા તિલક લગાવવામાં આવે છે,તિલક ઘણા પ્રકાર ના હોય છે અને આમ ખાસ ચંદન,કુમકુમ હળદર અને ભસ્મ નું તિલક લગાવવામાં આવે છે.દરેક પ્રકાર ના તિલક લગાવવાથી અલગ અલગ ફાયદા જોડાયેલા છે.જે આ પ્રકારે છે તિલક લગાવવાના ફાયદા.

વધે છે ઉર્જા.

લાલ રંગ ને ઉર્જા થી જોડી ને જોવા માં આવે છે અને માથા પર લાલ રંગ નું તિલક લગાવવાથી સરીર માં ઉર્જા નું સ્તર વધી જાય છે,અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે,માટે પૂજા કરતા સમયે સૌથી પહેલા લાલ રંગ નું તિલક લગાવવામાં આવે છે કારણ કે શાંત મગજ અને સકારાત્મક ઊર્જા ની સાથે પૂજા કરવામાં આવે.

વધે છે આત્મવિશ્વાસ.

માથા પર તિલક લગાવવાથી આત્મવિશ્વાસ વધે છે,અને મન માં સારા વિચાર આવે છે માટે જે લોકો માં આત્મવિશ્વાસ ની કમી છે એ લોકો રોજ સવારે ઉઠીને પોતાના માથા પર લાલ તિલક લગાવી લે.

ત્વચા શુદ્ધ રહે છે.

હળદર નો પ્રયોગ પણ ટિલક ના રૂપ માં કરવામાં આવે છે અને ઘણા લોકો દ્વારા હળદર નું તિલક લગાવવામાં આવે છે.હળદર નું તિલક લગાવવાથી ત્વચા શુદ્ધ રહે છે અને રોગો થી સરીર ની રક્ષા પણ થાય છે,આમ હળદર માં એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે જે ત્વચા ને શુદ્ધ રાખે છે.

મળે છે શાંતિ.

ચંદન ભગવાન શિવ ને ખૂબ પ્રિય છે અને આજ કારણ છે કે જયારે ભગવાન શિવ ની પૂજા કરવામાં આવે છે ત્યારે ચંદન નો પ્રયોગ કરવામાં આવે છે,ચંદન ઠંડુ હોય છે અને ચંદન નું તિલક માથા પર લગાવવાથી મન શાંત રહે છે અને ગુસ્સો ઓછો આવે છે માટે જે લોકો માં વધારે ક્રોધ છે એ લોકો ચંદન નું તિલક જરૂર લગાવો.એના ઉપરાંત એ પણ માનવામાં આવે છે કે ચંદન નું તિલક લગાવવાથી માથું શાંત રહે છે,અને માનસિક બીમારી દૂર થઈ જાય છે.

માથા નો દુખાવો દૂર કરે.

માથા માં દુખાવો થવા પર તમે તમારા માથા પર ચંદન નું તિલક લગાવો.માથા પર ચંદન નું તિલક લગાવવાથી માથા નો દુખાવો દૂર થઈ જશે,એના ઉપરાંત જે લોકો ઉદાસ રહે છે એ લોકો પણ પોતાના માથા પર આ તિલક લગાવે.

પાપ થાય છે દૂર.

એવું માનવામાં આવે છે કે ચંદન અને ભસ્મ નું તિલક માથા પર લગાવવાથી પાપ માંથી મુક્તિ મળી જાય છે અને પાપ નો નાશ થાય છે,એના ઉપરાંત માથા પર તિલક લગાવવાથી દુઃખ જીવનમાંથી દૂર થઈ જાય છે.

ગ્રહો રહે છે શાંત.

શાસ્ત્રો માં તિલક નું વર્ણન કરતા લખવામાં આવ્યું છે કે તિલક લગાવવાથી ગ્રહો શાંત રહે છે અને ખરાબ ગ્રહો થી રક્ષા થાય છે માટે જે લોકો ની કુંડળીમાં ગ્રહો ની દિશા સારી ના ચાલતી હોય એ લોકો આ તિલક લગાવે.જે લોકો નો સની ગ્રહ ભારી છે એ લોકો ભસ્મ કે કાળા રંગ નું તિલક લગાવે,જે લોકો નો ગુરુ ગ્રહ ખરાબ દિશા માં હોય એ લોકો હળદર નું તિલક લગાવે.