ચેતજો સાજા થનાર કોરોના દર્દીઓ મા ત્ર 3 જ મહિના જ સંકટ થી રહે છે દૂર પછી થાય છે એવું કે જાણીને ચોકી જશો.

0
80

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 32 હજારને પાર કરી ગઇ છે. તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1800એ પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 600થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આવો જોઇએ ક્યાં કેટલા કેસ નોંધાયા છે.પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા છે. જેમાં ત્રણ સ્ત્રી અને બે પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. રાધનપુરમાં રહેતા 61 વર્ષીય પુરૂષ, સિદ્ધપુરના રાજપુરમાં 75 વર્ષીય મહિલા, પાટણ શહેરમાં 60 વર્ષીય પુરૂષ, સાંતલપુરના પરામાં 30 વર્ષીય મહિલા, સાંતલપુરના વારાહીમાં 74 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો એકનું મોત થતા જિલ્લામાં કુલ મૃત્યુઆંક 22 થયો છે. પાટણ જિલ્લામાં કોરોનાનો આંક 210 પર પહોંચ્યો છે.

ભાવનગર જિલ્લામાં વધુ 9 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. મારૂતિ ઇમ્પેક્સના મેનેજર અને બુધેલ ગામના 46 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહુવાના ભાદર ગામે 32 વર્ષીય યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે ભાવનગર જિલ્લામાં કોરોનાનો આંક 264 પર પહોંચ્યો છે.ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અંકલેશ્વરમાં 6, ભરૂચ શહેરમાં 1 અને જંબુસરમાં 1 કેસ સામે આવ્યો છે. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 227 પર પહોંચી ગઈ છે. વડોદરાના પાદરામાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે. પાદરામાં કુલ આંક 110 થયો છે. કેસ વધતા તંત્રએ ધામા નાખ્યા છે. દિવસે દિવસે પાદરામાં કોરોનાના આંક વધી રહ્યો છે.

જ્યાં કોરોના વાયરસને લઈને સતત વિશ્વમાં રિસર્ચ થઈ રહ્યા છે. જેને પહલે ફરી એક વાર એક ચોંકાવનારો અને ડરાવનો રિપોર્ટ સામે આવ્યો છે. અમેરિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ એટલે કે અમેરિકન સેન્ટર ફોર ડિસીસ કન્ટ્રોલ(સીડીસી)એ પોતાના નાગરિકો માટે કોરોનાને લઈને નવી એડવાઈઝરી તૈયાર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોને કોરોનામાંથી સાજા થઈને બહાર આવે છે તેમની ઈમ્યુનિટી 3 મહિના સુધી રહે છે એટલે કે તેઓ કોરોનાની સામે લડી શકે છે. એ બાદ તેમને કોરોનાનો ફરીથી ખતરો છે.

ટી સેલ કોરોનાના સંક્રમણ સામે લડે છે તેમની ઈમ્યુનિટી 3 મહિના સુધી રહે છે લક્ષણો દેખાય તો તેમને ફરી ટેસ્ટ કરાવવો જોઈએ અમેરિકાના અખબારમાં લખ્યું કે કે આ એડવાઈઝરીનો મતલબ છે કે કોરોનાને હરાવનારા લોકો 3 મહિના માટે અન્ય લોકો સાથે હરી ફરી શકે ચે. સીડીસીની વેબસાઈટ પર રહેલી એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે જે લોકો કોરોનાગ્રસ્ત હતા અને સાજા થઈ ગયા છે તેમને 3 મહિના સુધી ક્વોરેન્ટાઈન રહેવાની જરુર નથી. જ્યાં સુધી તેમનામાં કોઈ કોરોનાના લક્ષણો ન દેખાય. જો કોઈને શરદી, ખાંસી, તાવ કે પછી શ્વાસ લેવામાં તકલીફ હોવાના લક્ષણો દેખાય તો તેમને ફરી ટેસ્ટ કરાવવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ બહુ જ ખતરનાક છે. અનેકવાર જોવા મળ્યો છે. દર્દીને ફરીથી ચેપ લાગ્યો હોય તેવી ફરિયાદો મળી છે. સામાન્ય રીતે કોઈ વાયરસનો ચેપ લાગી સાજા થયા બાદ તેની ઈમ્યુનિટી લાંબાં સમય સુધી બની રહે છે. જોકે અહીં ફરી કોરોનાનો ખતરો છે.ચીનના વુહાનના રિસર્ચમાં ડૉક્ટરોમાં જોવા મળ્યું કે લોકોમાં એન્ટિબોડી બની છે અને જે 6 મહિના સુધી રહી છે. એટલે કે 6 મહિનામાં ફરી સંક્રમણનો ખતરો નથી. તેમનામાં બનેલા ટી સેલ કોરોનાના સંક્રમણ સામે લડે છે.

Covid-19 રોગચાળો 2019ના અંત ભાગમાં ફેલાવા લાગ્યો હતો, પણ એવાં ચિહ્નો મળી રહ્યાં છે કે કેટલાક દર્દી તદ્દન તંદુરસ્ત થઈ જાય તે માટે હજી ઘણો સમય લાગી જશે.સાજા થઈ જવામાં કેટલો સમય લાગશે તેનો આધાર પ્રથમ તો એ બાબત પર છે કે તમે કઈ હદ બીમાર પડ્યા હતા. કેટલાક લોકો બહુ ઝડપથી બીમારીમાંથી સાજા થઈ શકે, પરંતુ બીજાને લાંબા સમય સુધી તબિયતની તકલીફ રહી શકે છે.ઉંમર, લિંગ અને બીજી કોઈ બીમારી છે કે કેમ તે પ્રમાણે Covid-19 બીમારી વધારે ગંભીર બની શકે છે.તમારી વધારે ઇન્વેસિવ ટ્રીટમેન્ટ કરવી પડી હોય અને જેટલી લાંબી ચાલી હોય તેટલો વધુ લાંબો સમય સાજા થવામાં લાગી શકે છે.

કેટલાક લોકોમાં બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ચેપ લાગે તેના 7 કે 10મા દિવસે આવું થાય છે.તબિયત અચાનક લથડી શકે છે. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે અને ફેફસાં ફુલાવાં લાગે. શરીરની રોગપ્રતિકારક શક્તિ કામ કરતી હોવા છતાં પણ આવું થાય છે.હકીકતમાં રોગપ્રતિકારક શક્તિ વધારે પડતી પ્રતિક્રિયા આપે છે અને તેના કારણે આડકતરી રીતે શરીરને બીજું નુકસાન થવા લાગે છે. કેટલાક લોકોને હૉસ્પિટલમાં દાખલ કરીને ઑક્સિજન પણ આપવો પડે છે.જનરલ ફિઝિશિયન સારાહ જાર્વિસ કહે છે શ્વાસ લેવામાં તકલીફ દૂર થવામાં ઘણો સમય લાગી શકે છે. શરીર વધારે પડતી પ્રક્રિયા આપે છે અને સોજા ચડવા લાગે છે.તેમનાં જણાવ્યા અનુસાર ફરી તંદુરસ્ત થવામાં બેથી માંડીને આઠ અઠવાડિયાં લાગી જાય છે અને તેમાં દર્દી થાકવા પણ લાગે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ અનુસાર 20માંથી એકને આઈસીયુમાં રાખવાની જરૂર પડી શકે છે અને તેમાં સિડેટ કરીને વૅન્ટિલેટર પર રાખવા પડી શકે છે.આઈસીયુ ઇન્ટેન્સિવ કૅર યુનિટ માં રાખવામાં આવે ત્યારે ગમે તેવી બીમારી હોય, બહાર આવતા થોડો સમય લાગતો હોય છે. દર્દીને ઘરે મોકલતા પહેલાં આઈસીયુ બહાર સામાન્ય વૉર્ડમાં રાખવા પડતા હોય છે.ઇન્ટેન્સિવ કૅર મેડિસિના ડીન ડૉ. એલિસન પિટાર્ડ કહે છે કે ક્રિટિકલ કૅરમાં રાખવામાં આવ્યા પછી દર્દીને તંદુરસ્ત થતા 12થી 18 મહિના સુધી લાગી શકે છે.લાંબો સમય હૉસ્પિટલમાં પથારીમાં રહેવાથી મસલ્સ માસ ઓછા થાય છે. દર્દીને નબળાઈ લાગે છે અને મસલ્સ ફરીથી તૈયાર થાય તેમાં સમય લાગતો હોય છે. કેટલાક દર્દીઓને ફરીથી ચાલતા થવા માટે ફિઝિયોથૅરપીની પણ જરૂર પડી શકે છે.આઈસીયુમાં અમુક સ્થિતિમાં રહેવાના કારણે દર્દીને બીજી અસર પણ થઈ શકે છે, જેમ કે ભ્રમ થયા કરો અને બીજા માનસિક તણાવ થઈ શકે છે.

આ બીમારીમાં બીજા પણ કેટલાંક પરિબળો જોડાઈ ગયાં છે  વાઇરસ ફટિગ થાક બહુ અગત્યની બાબત બની ગઈ છે એમ વેલે યુનિવર્સિટી હેલ્થ બૉર્ડના ક્રિટિકલ કૅર ફિઝિયોથૅરપિસ્ટ પૉલ ટ્વોસ જણાવે છે.ચીન અને ઇટાલીમાંથી અહેવાલો મળ્યા હતા કે સમગ્ર શરીરમાં નબળાઈ આવી જતી હતી, થોડું પણ કામ કરવાથી શ્વાસ ચડવા લાગતો હતો, સતત ખાંસી આવતી હતી અને શ્વાસમાં મુશ્કેલી પડતી હતી. તેમજ લાંબો સમય ઊંઘ લેવાની જરૂર પડતી હતી.અમે જાણીએ છીએ કે દર્દીને સાજા થવામાં ઘણો સમય લાગે છે, ઘણી વાર મહિનાઓ સુધીનો સમય લાગી શકે છે.જોકે જનરલાઇઝ કરવું મુશ્કેલ છે. કેમ કે ઘણા લોકોને ક્રિટિકલ કૅરમાં ઓછો સમય પણ વિતાવવો પડે છે, જ્યારે ઘણાને ઘણાં અઠવાડિયાં સુધી વૅન્ટિલેટર પર રાખવા પડે છેજો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ