છોકરીઓ દ્વારા મળતાં આ સંકેત થી જાણી શકો છો તમારો સારો સમય આવશે કે ખરાબ.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજના સમયમાં જ્યોતિષીમાં લોકો ઘણુ માને છે અને જ્યોતિષ દ્વારા જણાવવામાં આવેલી દરેક વાતો પણ માને છે. એવામા ભારતીય મહિલાઓ માટે દુપટ્ટો ન માત્ર શરીફ અંદાજની ઓળખ માનવામાં આવે છે. એવામાં આ એક પરંપરાનું પણ કામ છે. જે ઘણા વર્ષોથી ચાલતી આવી રહી છે. એવામાં આજના સમયમાં ભલે સૂટ સલવારનું ચલન ઓછું થઇ ગયું છે. પરંતુ આજના સમયમાં પણ દુપટ્ટાને છોકરીની ઇજ્જત માનવામાં આવે છે.

Advertisement

જ્યારે આજના સમયમાં દુપટ્ટાની એક અલગ ફેશન ચાલી રહી છે અને છોકરીઓ અલગ-અલગ રીતે દુપટ્ટાને માથા પર લગાવીને બહાર નીકળે છે. એવામાં દુપટ્ટાને છોકરીના શરીર પરથી પડતા જોવું અપશુકન માનવામાં આવે છે.તમે ઘણી વખત સ્ત્રીઓના ગળામાંથી વારંવાર દુપટ્ટો પડતા જોયો હશે. કહેવાય છે કે વારંવાર છોકરીઓના ગળામાંથી દુપટ્ટો પડવો માત્ર ઇત્તેફાક નથી હોતું પરંતુ તે અપશુકન પણ હોય શકે છે. કારણકે હિન્દુ શાસ્ત્ર અનુસાર માથા પરથી દુપટ્ટો વારંવાર પડવા લાગે તો તે આ સ્ત્રી માટે ઘણું અનિચ્છનીય હોવાની સૂચના છે અને જો પરણિત સ્ત્રીના માથા પરથી વારંવાર દુપટ્ટો પડવો એ તેના પતિ માટે ખૂબ અપશુકન માનવામાં આવે છે.

જો કોઇ પરણિત મહિલાના ગળામાંથી વારંવાર દુપટ્ટો પડે તો તેના પતિ પર મોટો સંકટ આવી શકે છે. તે સિવાય કુંવારી છોકરીના ગળામાંથી વારંવાર દુપટ્ટો પડતો દેખાય તો તે તેના માટે ગંભીર હોય શકે છે. કહેલાય છે પરણિત મહિલાનો દુપટ્ટો પડવાથી પતિ-પત્નીમાં હંમેશા લડાઇ-ઝઘડા થાય છે.શુકન કે અપશુકન માટે પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને વિવિધ વસ્તુઓને ધ્યાને લેવાય છે. આમ જોવા જોઈએ તો બધી વસ્તુઓ પોતાની જગ્યાએ હમેશા મોજtદ જ હોય છે, પણ કોઈ કાર્ય કરતી વેળાએ જો અચાનક પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને ખાસ કોઈ ચીજ, જો તમારી નજરમાં આવે કે રસ્તામાં આવી મળે તો તેના શુકન-અપશુકન લાગતા હોય છે.

વાર સંબંધી શુકન જોઈએ તો, સોમવારે શુકન થાય તો નવો પરિચય થાય છે, મંગળવારે શુકન થાય તો આર્થિક લાભ થાય છે. બુધવારે અપશુકન થાય તો શારીરિક વ્યાધિ અને ચિંતા આવે છે. ગુરુવારના શુકન ધંધામાં પ્રગતિ લાવે છે. શુક્રવારે અપશુકન થાય તો ઘરમાં તકલીફ સર્જાય છે. શનિવારે શુકન થાય તો દેવું જલ્દી ભરપાઈ થાય છે. રવિવારે શુકન થાય તો મિત્રથી લાભ અને નવા સંબંધો થાય છે.

ગરુડને ઉડતું જોવું, રાત્રે કરોળિયો ચાલતો જોવો અને ખિસકોલીનું યુગલ રસ્તે જતા જોવા મળે તો શુકન થાય છે. ગરુડના દર્શન ખુબ નસીબવંત ગણાય છે, દુશ્મનોની હાર થાય છે. ખિસકોલી રસ્તામાં ફરતી જોવા મળે, તેનું યુગલ જો રમત કરતું હોય તો જીવનસાથી મળે છે અથવા પ્રેમમાં સફળતા મળે છે. રસ્તે જતા કોઈ કાર્યની શરૂઆત સમયે જો રસ્તામાં કળા કરતો મોર જોવા મળે તો કાર્યમાં બરકત નક્કી થાય છે. ઘરમાં આનંદ વધે છે.

આજ રીતે સવારે જો કરોળિયો રસ્તે ચાલતો જોવા મળે તો તે અપશુકન કહેવાશે. કરોળિયો રસ્તે ચાલતો સવારે જોવા મળે તો તબિયતનો પ્રશ્ન આવે છે. સવારમાં ચામાચિડિયું ઉડતું જોવાય તો ભારે અપશુકન કહેવાય છે. સવારમાં ઘુવડ ડોક ફેરવીને જો તમારી સામે જુએ તો આર્થિક નુકસાનીનો ભય રહે છે.

કેટલાક વિદ્વાનોએ પોતાના અનુભવ અને વાયકાઓને પણ અપશુકન કે શુકનમાં ગણાવી છે, તેમાં પ્રચલિત વાયકાઓ જોઈએ તો, જાળ ગૂંથતો કરોળિયો તમારી વિરુદ્ધ કાવતરું દર્શાવે છે. આ રીતે કરોળિયો જલ્દી જોવા મળતો નથી પણ જો અચાનક આવું દ્રશ્ય જોવા મળે તો તેનું આ ફળ છે તેવું પશ્ચિમના વિદ્વાનો કહે છે. બિલાડી તેના કાન ખોતરે તો જલ્દી વરસાદ આવે છે અને ગધેડો જો રેતમાં આળોટે તો ગમે તેવું તોફાન કે કુદરતી આફત જલ્દી જ ટળી જાય છે. કોઈ મહત્વના કામે જઈએ ત્યારે મંદબુદ્ધિ મનુષ્ય કે નીચો મનુષ્ય જોવો તમને કામમાં સફળતાનો સંકેત કરે છે. ત્રણ માણસોને એકસાથે જતા જોઈએ તો સારા સમાચાર ટૂંકમાં જ મળશે તેવું અનુભવી લોકો કહી ગયા છે.

ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે કોઈને કાતર કે ચપ્પુ ભેટમાં ન અપાય. આ પણ એક લાંબા ગાળે ઉભી થયેલી માન્યતા છે. તેમાં આગળ જોઈએ તો ભેટમાં હથિયાર, પ્લેટ, પડદા, બર્નર, સગડી કે કોઈ પણ ધારદાર વસ્તુ આપવી સંબંધોમાં નુકસાની આપે છે. અને શુભ અને શુકન કરનારી ભેટમાં પક્ષીઓ કે કાચબો દર્શાવતી ચીજો, અરીસો, ગુલાબ અને તાંબાના પાત્ર શુકન કરાવે છે. માત્ર એક સાદા શુકનની વાત કરીએ તો કાણાવાળો તાંબાનો સિક્કો પહેલાના સમયમાં શુકનમાં ખુબ પ્રચલિત હતો. આજે તેના સ્થાને કોઈ પણ નાનો સિક્કો શુભ કાર્યમાં મુકવામાં આવે છે, જે શુભ શુકન કરાવે છે.

કોઈ શુભ કાર્ય કે કોઈને નજરના લાગે તેની માટે આપણે ઘણીવાર ‘ટચવુડ’ કહીએ છીએ, લાકડાને અડવું નજરદોષથી બચાવે છે. કોઈવાર અચાનક કાચ તૂટે તો તે પણ શુભ ગણાય છે. યુરોપમાં અજાણતા કાદવમાં પગ પડવો પણ શુભ ગણાય છે. ઘોડાની નાળ મળવી ખુબ જ શુકનવંતી ગણવામાં આવે છે. યુરોપમાં અને વિશ્વમાં બીજી ઘણી જગ્યાએ શરાબને જમીન પર ઢોળવામાં આવે છે, શરાબ જમીન પર ઢોળાય તેને પણ લોકો શુકન માને છે.

શુકન અને અપશુકનના સંસાર વચ્ચે જો સુખી રહેવું હોય તો, જેઓ તમને પ્રેમ કરે છે તેમને બદલામાં ભરપુર પ્રેમ આપો. ઈર્ષ્યા કરીને તમારા વિચારોને ભારે ન બનાવો, ઈર્ષ્યા તમને જ બાળી મુકશે. બાળકો માટે હમેશા પ્રેમ રાખો, તેમને ખુશ કરો, ઈશ્વર પણ રાજી થશે.કોઇપણ પારિવારિક સભ્ય જો મહત્વપૂર્ણ કાર્ય હેતુ ઘરથી બહાર નીકળી રહ્યો હોય અને તેના નીકળી ગયા પછી તરત જ જો ઘરમાં કચરો વાળવામાં આવે તો વ્યક્તિની સફળતા પર શંકા આવી શકે છે. મહત્વપૂર્ણ કામ પર જતા સમયે જો ઘરની બહાર કોઇ કૂતરૂ શરીર ખંજવાળતું જોવા મળે તો કાર્યમાં બાધા આવી શકે છે.

જો કોઇ પાળેલું કૂતરૂ તમારી ગાડીની અંદર સતત ભસ્યા કરે તો આ કોઇ ખરાબ ઘટના અથવા અકસ્માતનો સંકેત હોઇ શકે છે. જો પાળેલું કૂતરૂ પોતાના માલિકને યાત્રા જતા સમયે ચાટે કે લાડ કરે તો યાત્રા અશુભ થઇ શકે છે.મહત્વપૂર્ણ કામ પર જતી વખતે બિલાડીનું રડવું અને લડવું અપશુકન માનવામાં આવે છે. બનતાં કાર્ય પણ બગડી શકે છે. જો કોઇ કાળી બિલાડી રસ્તો કાપે તો અપશુકન માનાવામાં આવે છે. વ્યક્તિના કામમાં બાધા આવી શકે છે.

બહાર જતાં સમયે બિલાડી મુખમાં કોઇ ખાવાની વસ્તુ દબાવતી જોવા મળે તો આ પણ અપશુકનનો સંકેત જ માનવામાં આવે છે. ઘરે જતાં સમયે બિલાડી ડાબી બાજુ જુવે તો શુભ અને જમણી બાજુ જુવે તો અશુભ ઘટના બને છે. સાંજે યાત્રા સમયે વાનર જોવા મળે તો યાત્રા સુખદ રહે છે.કામ પર જતાં સમયે નોળિયો જોવા મળે તો આ સંકેત અતિશુભ માનવામાં આવે છે. મહત્વપૂર્ણ કાર્ય પર જતા સમયે જો ગાય વાછરડાને દૂધ પીવડાવતી જોવા મળે તો આ સંકેત અતિશુભ સંકેત માનવામાં આવે છે.

Advertisement