ચોખા નું પાણી પીવાથી થાય છે આટલા બધા ફાયદા,99 ટકા લોકો નથી જાણતા ચોખા નું પાણી પીવાના ફાયદા,જાણો અહીં..

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.વધારે ચોખા ખાવાનું બેશક જ સ્વાસ્થ્ય માટે લાભકારક નથી માનવામાં આવતું. પરંતુ ચોખા નું પાણી પીવાથી સ્વાસ્થ્ય ને અનેક લાભ મળે છે અને ચોખા ના પાણી ને શરીર માટે ઉત્તમ માનવામાં આવે છે. માત્ર ચોખા નું પાણી પીવાથી શરીર ને ઘણા પ્રકારના ફાયદા પહોંચે છે અને આ ફાયદા આ પ્રકારે છે.ચોખા નું પાણી પીવાથી જોડાયેલ લાભ.

Advertisement

 

શરીર માં ના થાય પાણી ની કમીગરમી ની ઋતુ માં શરીર માં પાણી ની કમી થવા પર ચક્કર આવી જાય છે અને ઘણી વખત પેટ પણ ખરાબ થઇ જાય છે.હા ચોખા નું પાણી જો નિયમિત રૂપ થી પીવામાં આવે છે તો ડીહાઈડ્રેશન ની ફરિયાદ નથી થતી. તેથી ગરમી ની ઋતુ માં તમે અઠવાડિયા માં ત્રણ વખત ચોખા નું પાણી જરૂર પીવો.દસ્ત થાય બરાબરદસ્ત થવા પર તમે ચોખા નું પાણી પીવો. ચોખા નું પાણી પીવાથી દસ્ત ની ફરિયાદ દુર થઇ જશે અને શરીર માં પાણી ની કમી પણ નહી હોય. તેના સિવાય પેટ માં દર્દ થવા પર તમે થોડાક ચોખા નું પાણી પી લો.કબજિયાત થાય દુર.

કબજિયાત થવા પર જો ચોખા નું પાણી પીવામાં આવે તો આ સમસ્યા થી છુટકારો મળી જાય છે. કબજિયાત ની સમસ્યા થી પરેશાન લોકો બસ રોજ એક ગ્લાસ ચોખા નું પાણી પી લો. ચોખા નું પાણી પીવાથી પેટ એકદમ સાફ થઇ જશે અને તમને કબજિયાત થી રાહત મળી જશે.તાવ થાય ઓછો.તાવ થવા પર પણ તમે ચોખા ના પાણી નું સેવન કરો. ચોખા નું પાણી પીવાથી શરીર નું તાપમાન ઓછુ થઇ જાય છે, સાથે જ શરીર માં તાવ ના કારણે આવેલ નબળાઈ પણ દુર થઇ જાય છે. જે પણ વ્યક્તિ ને તાવ હોય તો વ્યક્તિ બસ બે દિવસો સુધી એક ગ્લાસ ચોખા નું પાણી પી લો.ત્વચા પર આવે નિખાર.

 

 

 

ચોખા નું પાણી ત્વચા માટે પણ સારું માનવામાં આવે છે અને તેને પીવાથી ત્વચા પર નિખાર આવી જાય છે. તેથી જે મહિલાઓ ગ્લોઇન્ગ સ્કીન મેળવવા ઈચ્છે છે તે ચોખા નું પાણી પીવાનું શરુ કરી દો. એક અઠવાડિયા સુધી ચોખા નું પાણી પીવાથી તમારી ત્વચા પર પ્રાકૃતિક નિખાર આવી જશે. તેના સિવાય ચોખા ના પાણી થી જો ચહેરો ધોવામાં આવે તો પણ ચહેરો નીખરી જાય છે.હાઈ બ્લડ પ્રેશર રહે નિયંત્રિત.

 

હાઈ બ્લડ પ્રેશર થવા પર તમે પોતાની ડાયેટ માં ચોખા નું પાણી સામેલ કરી લો. ચોખા નું પાણી નિયમિત રૂપ થી પીવાથી હાઈ બ્લડ પ્રેશર ઓછુ થવા લાગી જાય છે. ચોખા નું પાણી શરીર ને અંદર થી ઠંડુ રાખે છે અને એવું થવા પર ઉચ્ચ રક્તચાપ ઓછો થવા લાગી જાય છે.કેવી રીતે તૈયાર કરો ચોખા નું પાણી.

ચોખા નું પાણી તૈયાર કરવાનું બહુ જ સરળ છે. તમે બસ એક વાટકી ચોખા લઈને તેમને સારી રીતે ધોઈ લો. પછી આ ચોખા ને પાણી માં પલાળી દો. તેના પછી તમે ગેસ પર એક વાસણ રાખીને આ ચોખા પાણી સહીત વાસણ માં નાંખી દો અને ચોખા ને ઉકાળી લો. ચોખા ઉકાળ્યા પછી તમે તેમને ગાળી લો અને તેમાં હાજર પાણી ને એક ગ્લાસ માં રાખી દો. જયારે આ પાણી ઠંડુ થઇ જાય તો તમે તેને પીસી લો વાળ મજબૂત કરે:

 

ચોખાના પાણીમાં રહેલા કાર્બોહાઇડ્રેટ જેને ઇનોસિટૉલ કહેવાય છે જેના કારણે વાળ મજબૂત થાય છે, વાળનું ઘર્ષણ ઓછુ થાય છે અને વાળ સિલ્કી થઇ જાય છે. ચોખાના પાણીથી વાળ ધોઇ શકાય છે, જેનાથી વાળની કુદરતી ચમક રહે છે.અઠવાડિયામાં 1-2 વખત કરો ઉપયોગ:

 

શેમ્પૂ કર્યા પછી ચોખાના પાણીથી વાળ ધોઇ શકો છો, આ માટે ચોખાનું પાણી વાળ પર નાખો, સ્કેલ્પમાં મસાજ કરો અને થોડો સમય સુધી રાખી તેને પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં 1-2 વખત તેનો ઉપયોગ કરો. સારા પરિણામ માટે તમે ઇચ્છો તો વાળમાં લગાવીને 10-15 મિનિટ માટે રાખો અને જે પછી તેણે ચોખ્ખા પાણીથી ધોઇ લો..વાળને સોફ્ટ કરે:

 

ચોખાનુ પાણી વાળ માટે પરફેક્ટ કન્ડિશનર છે જે વાળને સોફ્ટ બનાવે છે. જો તમે તમારા વાળ માટે નેચરલ કન્ડિશનરની શોધમાં છો તો ચોખાનું પાણી  તમારા માટે સૌથી બેસ્ટ ઑપ્શન છે. વાળને સારા પ્રમાણમાં પોષક તત્વો ચોખાના પાણીથી મળી જાય છે જેના કારણે વાળનો ગ્રોથ કોઇ પણ કેમિકલ પ્રોડક્ટના ઉપયોગ વગર થઇ જાય છે.એક્નેથી અપાવે મુક્તિ.

 

એક્ને એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે કે જે ચહેરાને અભદ્ર બનાવે છે. સુંદર ચહેરા પર જો ખીલ ફૂટી નિકળે, તો તમામ સૌંદર્ય જ ખરાબ થઈ જાય છે. હવે આપ વિચારતા હશો કે ભલા આ સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવવામાં આવે. ચોખાનું પાણી એક અસરકારક ઘરગથ્થુ નુસ્ખો છે કે જે આપને ખીલનાં ડાઘા-ધબ્બામાંથી છુટકારો અપાવશે. આ ખીલથી પેદા થયેલ સોજો ઓછો કરે છે અને લાલાશ મટાડે છે.તેના માટે ચોખાનાં પાણીમાં રૂ પલાળો અને પછી તેને ચહેરાના ડાઘા પર લગાવો. તેને ત્યાં સુધી રાખો કે જ્યાં સુધી તે સંપૂર્ણપણે સુકાઈ ન જાય. આવુ ત્યાં સુધી કરતા રહો કે જ્યાં સુધી આપને પોતાની સ્કિનમાં ફેરફાર ન અનુભવાય.કરચલીઓ મટાડે.

 

જો આપને લાગે છે કે આપની ત્વચા પર ઉંમર હાવી થઈ રહી છે અને આપ ઓછી વયે ડોસી જેવા દેખાવા શરૂ થઈ ગયા છો, તો ચોખાના પાણીનો ઉપયોગ કરો. ચોખાનું પાણી સૌથી સારો વિકલ્પ છે. ચોખાનું પાણી કરચલીઓને દૂર કરવામાં બહુ મદદકારક છે. આ સંપૂર્ણપણે ત્વચાને પુનઃ જીવંત બનાવે છે. આને લગાવતા જ આપને તરત જ ફરક દેખાવા લાગશે.પાચન ક્રિયા સાજી કરે.

 

ચોખાનું પાણી પાચન ક્રિયાને સાજી કરે છે. આપ ચોખાનાં પાણીને ઠંડું કે હળવુ ગરમ કરીને પી શકો છો. આપ તેમાં સ્વાદ વધારવા માટે કાં તો મધ અથવા તો પછી હળવુ સિંધવ મીઠું મેળવી શકો છો.સ્કિનની ખંજવાળ મટાડે.

 

જો આપની સ્કિન રુક્ષપણાનાં કારણે ખંજવાળ કરે છે, તો ચોખાનાં પાણીનો પ્રયોગ કરો. તેમાં કેટલાક એવા ગુણો હોય છે કે જે આપની ખંજવાળની સમસ્યા દૂર કરશે. ચોખાનાં પાણીમાં રૂ પલાળી તેને અસરગ્રસ્ત ભાગ પર લગાવો.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

Advertisement