ચોક્કસ તમે નહીં જાણતાં હોય કે ગિરનારના ૯,૯૯૯ પગથિયાં કોણે બનાવડાવ્યા હતાં, જાણીલો માત્ર એકજ ક્લિકમાં.

0
39

આજે અમે તમને જણાવીશું ગિરનારનાં પગથિયાં થી જીડાયેલા રહસ્ય.ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત  રાજયનાં  જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે.જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે.આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે.જેમાં ગોરખ શિખર ૩૬૦૦ અંબાજી ૩૩૦૦ ગૌમુખી શિખર ૩૧૨૦ જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે.જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે.ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે.પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે.એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છેદર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે.ગીરનારનો માહોલ ખુભજ અલગ હોય છે ખાસ કરીને કુંભ વખતે બધાં મહાનશાંતો જેઓ તપ ધરણ કરે છે. તેઓ તપાસ્યામાંથી બહાર આવે છે.

ગિરનાર ખાસ કરીને પોતાના ૯૯૯૯ પગથિયાં માટેજ ખાસ જાણી તિ હતી.તેના પગથિયા ના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે.આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે.ગુજરાતનું ગૌરવ અહીં જ આવેલું છે.ગીરનાં સાવજ અહીંજ જોવા મળેછે જે આપણે જાણીએ છીએ.આખું વર્ષ લોકો અહીં યાત્રા કરવા માટે આવે છે અને દેવદિવાળીને સમયે લોકો લીલી પરિક્રમા નો પણ આનંદ માણે છે.૯૯૯૯ પગથિયાં ચડ્યાં બાદ ભગવાન દત્તાત્રેયનાં દર્શન થાય છે.ત્યારે દરેક ને એક પ્રશ્ન થતો જ હશે કે આ પગથિયાં કોનેએ બનાવ્યાં હશે કોને આ પગથિયાં બનાવડાવ્યા હશે.આ વાત કરતાં પેહલાં તમારે રેની સાથે જોડાયેલી આખી કહાની જાણવી પડશે તો આવો જાણી લઈએ.આ વાત સદીઓ પહેલાની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાં પોઢ્યા હતા.પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું.યુદ્ધ માંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો.આ આખી દંત કથા પરથી તમને ખબર પડી જશે કે પગથિયાં કોને બનાવડાવ્યા અને તેની પાછળ શું રહયસ્ય હતું.પિતાની અક્ષયા નું પાલન કરનાર આ સંસ્કારી પુત્ર પિતાની દરેક ઈચ્છા પૂરી કરવા માટે તૈયાર હતો.જ્યારે તેના પુત્ર આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનાર તીર્થ પર હું પગથિયાં કંડારું.પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું.તેમને મહામાત્ય ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી.પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાનું બાકી હતું.એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી.ત્યારે હવે અહીં થી શરૂ થાય છે ગિરનાર પર ૯,૯૯૯ પગથિયાં બનાવવા નું કારણ તો આવો જાણી લઈએ.

 

તેના પિતાના જણાવ્યા અનુસાર બાહડ મંત્રી ગીરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા.અહીં તેઓએ પર્વત ઉપર ઉચી ખડકો અને ભેખડો જોઈ.તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતાં શિખરો જોયા.તેઓ આ બધું જોઈને શરુઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવો.તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી.જોકે હાલમાં આપણે જોઈએ તો આપણને દ્રશ્ય કંઈક અલગ લાગતું હશે પરંતુ આજથી જ્યારે વર્ષો પહેલાની વાત આવે ત્યારે અહીં નું દ્રશ્ય અલગ હતું.મંત્રીને કોઈ પણ રસ્તો સુજતો ના હતો સ્થિતિ ખુબજ કઠીન હતી.અનેક ઉપાયો અનેક વિચારો કરવા છતાં પણ રસ્તો દેખાતો ન હતો.મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો.ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનાર મા અંબા ની યાદ આવી. તેઓ સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા. તેના મનમાં માત્ર એક જ વાત હતી કે એ માતા તું મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવા ના પગથિયા બનાવી શકુ. જેથી હું મારા પિતા ને આપેલ વચન માંથી મુક્ત થઈ શકું.આમ પણ કેહવાય છે કે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે એક આસ્થાનો દરવાજો આપો આપ ખુલી જાય છે. અહીં પણ એવુંજ થયું.આસ્થા અને ભગવાન પાર નો વિશ્વાસ કોઈ પણ કામ પૂરું કરી શકે છે. પરંતુ તમારી આસ્થા અને નીતિ સારી હોવી જરૂરી છે.આવો જાણી એ અધૂરી સ્ટોરી વિશે.તેઓએ માતાના આશિર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો, દિવસો વીતવા લાગ્યા ત્રણ દિવસ થઈ ગયા મંત્રી ને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે. અને બન્યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાચો ઠર્યો. ત્રીજા ઉપાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં એ રસ્તે પગથિયાનું સર્જન કરજે.પછીતો શું જ્યારે સાક્ષાતમાં અંબા જોડે હોયતો પછી શી વાત નું ટેન્સન મંત્રી ની સારી નીતિ અને સાચી આસ્થાથી માતા પ્રસન્ન થઈ ગયાં.

માંતા એ ખુદ રસ્તો બતાવવાનું કહ્યું ત્યારે આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા.વાતાવરણ ની અંદર આનંદ છવાઈ ગયો.મંત્રી ને ખુબજ ખુશી થઈ સાક્ષાત માતાએ જ્યારે રસ્તો બતાવવા નું કહ્યું હતું. માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાકણા પડતા ગયા.એક ક્ષણ તો એવી પણ આવી કે જ્યારે વાતાવરણ ની અંદરટાંકણાઓનો ધ્વનિ જ ઘૂમી વળ્યો.આટલું કર્યા બાદ ઋણમુક્તિના આનંદથી બાહડ આનંદિત થઇ ગયો અને ત્રેસઠ લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયાં બન્યા અને ગિરનારના તીર્થની વાટ કઈંક સહેલી થઈ.તો આવી રીતે બન્યા હતાં ગિરનાર માં પગથિયાં જો આ પગથિયાં ના બન્યા હોત તો આજે લોકો આ તીર્થ સ્થળ એ આટલી સહેલાઈથી જઈ સક્ત નહીં.