ચટાકેદાર ખાવાના શોખીન છે બોલિવૂડ કલાકારો, જાણો કોને કઈ ડિશ છે સૌથી વધુ પ્રિય…..

નમસ્કાર મિત્રો આજે આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ બોલિવુડના અમુક એવા સ્ટાર્સ વિશે જેઓ ખાવાના ખુબજ શોખીન છે અને જ્યારે આ સ્ટાર્સને તેમની મનપસંદ ડિશ ખાવા મળે છે ત્યારે તેઓ પોતાની જાતને રોકી શકતા નથી પરંતુ તેઓ તેમની ફીટનેસ અને શરીરની તંદુરસ્ત રાખવા માટે અમુક સમયે પોતાની ફેવરિટ ડિશ ખાવાનુ ટાળે છે પરંતુ અમુક સમયે તેઓ તેનો સ્વાદ તો ચાખી જ લે છે મિત્રો આજે આપણે આ લેખમા અમુક એવા સ્ટાર્સના ખાવાની મનપસંદ ડિશ વિશે જણાવીશું.મિત્રો ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં રહેવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમારી જાતને ફીટ રાખો અને તેથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક એક કલાકારને ખાવા પીવાની બાબતમાં ખૂબ કાળજી લેવી પડે છે અને ખાસ કરીને અભિનેતાએ પોતાની જાતને ફીટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે આ કલાકારો કલાકો સુધી જિમમાં જાય છે અને પરસેવો પાડતા હોય છે અને આ પ્રણયમાં તે આવી ઘણી વસ્તુઓનું સેવન કરવામાં અસમર્થ છે જે તેને ખાવાનું પસંદ છે.

Advertisement

પરંતુ તેઓ તેમની પ્રિય વાનગી ખાય તે પહેલાં સો વખત વિચારે છે અને એક સામાન્ય માણસ ખચકાટ વિના જે ગમે તે ખાય છે તે જ સમયે એક અભિનેતાને તેની મનપસંદ વસ્તુ ખાવા માટે મન સાથે સંઘર્ષ કરવો પડે છે પાવ ભાજી, સમોસા, પિઝા ચાટ અને ગોલગપ્પાનું નામ સાંભળીને કોઈનું મોં મા પાણી આવી જાય છે તો જરા વિચારો કે આવી પરિસ્થિતિમાં આ સ્ટાર્સ તેમની તરસ ને કેવી રીતે નિયંત્રિત કરશે મિત્રો એક સામાન્ય માણસ તેના પ્રિય સ્ટાર વિશે બધું જાણવા માંગે છે તો આજે આ લેખમાં અમે તમને બોલિવૂડના કેટલાક પ્રખ્યાત સ્ટાર્સની પ્રિય વાનગી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.તો ચાલો જાણીએ કોને શું ખાવાનું પસંદ છે.રિતિક રોશન.

મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલિવૂડના સૌથી ફિટ અભિનેતા ઋત્વિક રોશનને સમોસા ખાવા ખુબ જ પસંદ છે અને જો સમોસા ગરમ હોય તો તેઓ સમોસાની એક બે ડિશો ખાઈ શકે છે.કેટરિના કૈફ.

મિત્રો કેટરીના કેફ બોલિવૂડની સૌથી ફિટ હિરોઈન છે પરંતુ આઈસ્ક્રીમ જોયા બાદ તે પોતાને કંટ્રોલ કરી શકતી નથી અને તમને જણાવી દઈએ કે તેમની મનપસંદ આઈસ્ક્રીમ બેલ્જિયમ ચોકલેટ છે.સોનમ કપૂર.

મિત્રો બોલિવુડની ફેશન ક્વીન સોનમ કપૂરને પાવભાજી ખાવી ખુબ જ પસંદ છે અને તે કોઇપણ સમયે પાવભાજી ખાવાનું પસંદ કરે છે.સલમાન ખાન.

મિત્રો બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાનને પોતાના માતાના હાથે બનાવેલી ચીકન બિરયાની ખાવી ખુબ જ પસંદ છે અને તે સિવાય તેમને કબાબ અને લાડુ ખાવા પણ ખૂબ જ પસંદ છે.શાહિદ કપૂર.

મિત્રો બોલિવુડના આ અભિનેતા શાહિદ કપુર ઇટાલિયન અને ચાઇનીઝ ફૂડના દિવાના છે અને ઘણી વાર તે આ ચાઇનીઝ ફુડ ખાતા નજરે પડ્યા છે.દીપિકા પાદુકોણ.

મિત્રો જે રીતે કોઈ સાઉથ ઇન્ડિયન ને સાઉથ ઇન્ડિયન ફુડ ખુબજ પસંદ હોય છે તેવી જ રીતે દીપિકા પદુકોણને સાઉથ ઇન્ડિયન ભોજન ખૂબ જ પસંદ છે કારણ કે તે પણ સાઉથ ઇન્ડિયન છે અને તે સિવાય તેમને સ્પાઈસી ભોજન પણ ખૂબ જ પસંદ આવે છે.શાહરુખ ખાન.

મિત્રો બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનને ગ્રીલ્ડ ચિકન ખાવું ખૂબ જ પસંદ છે તેમજ આ સાથે તેમની એક શરત હોય છે કે ચિકન અંદરથી જ્યુસી અને બહારથી ક્રિસ્પી હોવું જોઈએ.અમિતાભ બચ્ચન.

બોલિવુડના બિગ બી અમિતાભ બચ્ચન મસાલે દાર વસ્તુઓથી દુર રહે છે અને અમિતાભ બચ્ચન શુદ્ધ શાકાહારી ભોજન ખાવાનું પસંદ કરે છે અને તેમા પણ શાકભાજીમાં તેમને ભીંડો અને દાળમાં મગની દાળ ખાવી ખુબજ પસંદ છે.સંજય દત્ત.

બોલિવુડના બાબા એટલે કે સંજય દત્તને ચિકન ટિક્કા ખાવું ખુબજ પસંદ છે અને તેઓ ચિકન ટિક્કાનાં દિવાના છે.પ્રિયંકા ચોપડા.

મિત્રો બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાને બર્ગર ખાવા ખુબ જ પસંદ છે અને તેઓ અવારનવાર પોતાના મિત્રોની સાથે બર્ગર ખાતાં જોવામાં આવે છે.આમિર ખાન.તેના પરફેક્શન માટે દુનિયાભરમાં જાણીતા આમિર ખાનને મોગલ ફૂડ પસંદ છે.

 

Advertisement