દરિયામાંથી માછીમારો ને મળ્યું કઈ એવું વસ્તુ કે રાતોરાત માછીમારો બની ગયા કરોડપતિ,જાણો શુ મળ્યું…

0
204

ક્યારેક-ક્યારેક એવું થાય છે કે તમને આશા કરતા વધારે એવું કંઈક મળી જાય છે જેના વિશે તમે સપનામાં પણ ન વિચાર્યું હોય. એવો જ એક કિસ્સો થાઈલેન્ડમાં સામે આવ્યો છે જ્યાં એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો. આશ્ચર્યની વાત એ છે કે માછીમાર વ્હેલ માછલીની ઉલ્ટીથી કરોડપતિ બની ગયો છે.

Advertisement

ડેલી મેલના એક રિપોર્ટ પ્રમાણે, નારિસ નામનો માછીમાર વ્હેલની ઉલ્ટીને સાધારણ ચટ્ટાનનો ટુકડો સમજી રહ્યો હતો, પરંતુ તેની કિસ્મત 24 લાખ પાઉન્ડ (લગભગ 25 કરોડ રૂપિયા) છે. તેનું વજન લગભગ 100 કિલો છે. આ સાથે જ અત્યાર સુધીમાં મળી આવેલા એમ્બરગ્રીસનો સૌથી મોટો ટુકડો છે.

મહિનામાં 500 પાઉન્ડ કમારા નારિસે ક્યારેય વિચાર્યું નહોતું કે જેને તે ચટ્ટાનનો ટુકડો સમજી રહ્યો છે, તે 24 લાખ પાઉન્ડનો એમ્બરગ્રીસ છે. નારિસનું કહેવું છે કે એક બિઝનેસમેને તેને વાયદો કર્યો છે કે જો તેની ક્વોલિટી સારી નિકળી તો તેના માટે તેને 23,740 પાઉન્ડ પ્રતિ કિલોની કિંમત આપવામાં આવશે. નારિસ સુરક્ષાના ભાગરૂપે પોલીસને પણ તેના વિશે જાણકારી આપશે.

વૈજ્ઞાનિક ભાષામાં તેને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે. ઘણા વૈજ્ઞાનિક તેને વ્હેલની ઉલ્ટી જણાવે છે તો ઘણા તેને મળ જણાવે છે. આ વ્હેલના શરીરમાંથી નિકળનારું અપશિષ્ટ હોય છે જે તેના આંતરડામાંથી નિકળે છે અને તે એને પચાવી શકતી નથી. ઘણીવાર આ પદાર્થ રેક્ટમ મારફતે બહાર આવે છે, પરંતુ ક્યારેક-ક્યારેક પદાર્થ મોટો હોવા પર વ્હેલ તેને મોઢામાંથી ઓકી કાઢે છે.

એમ્બરગ્રીસ વ્હેલના આંતરડામાંથી નિકળતા સ્લેટી કે કાળા રંગનો એક ઠોસ, મિણ જેવો જ્વલનશીલ પદાર્થ છે. આ વ્હેલના શરીરના અંદર તેની રક્ષા માટે પેદા થાય છે, જેથી તેના આંતરડાને સ્ક્વિડની તીક્ષ્ણ ચાંચથી બચાવી શકે. સામાન્ય રીતે વ્હેલ સમુદ્ર કિનારેથી ખુબ જ દૂર રહે છે, એવામાં તેના શરીરમાંથી નિકળતો આ પદાર્શ સમુદ્ર કિનારા સુધી આવવામાં ઘણા વર્ષો લગાવી દે છે.

Advertisement