ધન સંપત્તિમાં વૃદ્ધિ માટે શનિવારે કરો આ 10 ઉપાય, અને જોવો ચમત્કાર,બની જશો કરોડપતિ….

0
657

આજકાલ  લોકોને સફળ થવું છે, મન સન્માન, સંપતી જોઈએ છે પણ ધર્મ માં આસ્થા નથી હોતી. કારણ કે લાઈફ જ એટલી ફાસ્ટ થઇ ગઈ છે.. મંદિરે જવાનું થાય નહિ માટે કોઈ દાન પુણ્ય કરી શકાય નહિ. તમને જણાવી દઈએ કે દાન, ધર્મ  પૂજા અર્ચના એ એ ધન સમૃદ્ધિ મેળવવા માટે  ખુબ જ જરૂરી છે, તો આજે અમે તમને અમુક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાય કરવાથી તમારી પાસે રહેલા ધન સંપતિમાં  વધારો થશે અને જીવનમાં આર્થિક સંકડામણ નહિ અનુભવો..

આપણા બધાની આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ મોટેભાગે આવતો રહે છે. પણ અનેક લોકોન જીવનમાં તો દુખ ખતમ થવાનુ નામ જ નથી લેતુ. એક મુસીબત ખતમ થતી નથી અને બીજી આપણી સામે આવીને ઉભી થઈ જાય છે. આવામાં તમારે ચિંતા ન કરવી જોઈએ. ચિંતા કરવાથી આર્થિક સ્થિતિમાં સુધાર થવાને બદલે આરોગ્ય પર અસર પડશે. અને જો આરોગ્ય બગડશે તો ધન સંપત્તિ માટે તમારે જે મહેનત કરવાની હશે તે તમે નહી કરી શકો. તેથી ચિંતા કરવાને બદલે મહેનતની સાથે કેટલાક ઉપાયો પણ અજમાવી જોશો તો તમને થોડો તો લાભ જરૂર મળશે.

જો તમે ઈચ્છો છો કે તમને શુભ ફળ ની પ્રાપ્તિ થાય તો તેના માટે તમે દરરોજ એક સાફ લોટા માં પાણી લઈને તેમાં કાળા તલ નાખી દેવા અને ॐ નમઃ શિવાય મંત્ર નો જાપ કરતા આ જળ ને શિવલિંગ પર અર્પિત કરી દેવું, તમે જળ અર્પિત કરી લો તો તેના પછી ફૂલ અને બીલીપત્ર અર્પિત કરવા. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થવાની શક્યતા વધારે રહે છે. આ ઉપાય સોમવારે ખાસ કરવો..

જો તમે દર શનિવાર ના દિવસે કાળા તલ, કાળા અડદ ને કાળા કપડા માં બાંધીને દરેક શનિવાર ના દિવસે કોઈ નિર્ધન વ્યક્તિ ને દાન કરવા. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમારા જીવનમાં ધન થી જોડાયેલ બધી સમસ્યાઓ દુર થશે.જો તમે શિવલિંગ પર દરરોજ કાળા તલ અર્પિત કરો છો તો તેનાથી શની ના સારા ખરાબ પ્રભાવ દુર થાય છે. જો તમે લાંબા સમય થી કોઈ બીમારી થી પરેશાન થઇ રહ્યા હોય તો તમને તે બીમારી થી પણ છુટકારો મળે છે.

ઘરના મુખ્ય દરવાજા પાસે દર શનિવારે સાંજે સરસવના તેલનો દીવો કરવો, શક્ય હોય તો પીપળા પર પણ દીવો કરી ત્રણ પરીક્રમા કરવી.મંદિરમાં જ્યારે પણ દીવો કરો ત્યારે તેમાં નાડાછડી પધરાવવી, તેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે.ક્ષમતા અનુસાર કોઈ વસ્તુનું દાન અવશ્ય કરવું.મંગળવાર, શનિવાર અને ગુરુવારે છાણા પર લોબાન અને ગુગળનો ધૂપ કરવો.ઘરમાં આવતાં ધનમાંથી સૌથી પહેલા થોડી રકમ પૂજા માટે અલગથી રાખવી.શુક્રવારે માતા લક્ષ્મીને સફેદ રંગની મીઠાઈનો ભોગ અવશ્ય ધરાવવો.

ઇશાન ખૂણો ઘરનો સૌથી શુદ્ધ ખૂણો માનવામાં આવે છે અને તે કારણ છે કે આ સ્થાન ઉપર જ મંદિર બનાવવાની સલાહ વસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવી છે. વસ્તુ શાસ્ત્ર મુજબ ઇશાન ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. ખાસ કરીને જે લોકોનો ઘરનો ઇશાન ખૂણો સ્વચ્છ નથી હોતો અને હંમેશા ત્યાં ગંદુ રહે છે. તેને આર્થિક નુકશાન થાય છે. એટલા માટે તમે ઇશાન ખૂણાને હંમેશા સ્વચ્છ રાખો. એમ કરવાથી તમને આર્થિક નુકશાન થવાનું બંધ થઇ જશે અને પૈસાના બંધ રસ્તા પણ ખુલી જશે.

મુખ્ય દરવાજા ઉપર લગાવો ગણપતિની મૂર્તિ : ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણપતિની 2 મૂર્તિ લગાવો. ધ્યાન રાખશો કે આ મૂર્તિનો રંગ લીલો જ હોય. સાથે જ તે મૂર્તિ એવી રીતે લગાવો કે બંને મૂર્તિઓની પીઠ એક બીજા તરફ હોય. આ મૂર્તિ બુધવારના દિવસે જ લગાવો. કેમ કે તે દિવસ ગણપતિ સાથે જોડાયેલો હોય છે.

ગાયને ખવરાવો દાળ : અથાગ પ્રયત્ન કર્યા પછી પણ જો તમે દેવું નથી ચૂકવી શકતા. તો તમે બુધવારના રોજ આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ સવા પાલી મગ પાણીમાં બાફી લો. ત્યાર પછી તેને ગાળી લો. તેમાં ગોળ અને ઘી ભેળવી દો. હવે તેને કોઈ ગાયને ખવરાવી દો, સતત પાંચ બુધવાર આ ઉપાય કરવાથી ચડેલું સંપૂર્ણ દેવું ઉતરી જશે.

કરો હનુમાનની પૂજા : હનુમાનજીની પૂજા કરવાથી દરેક મુશ્કેલી માંથી છુટકારો મળી જાય છે. એટલા માટે જે લોકો ઉપર દેવું વધી ગયું છે, તે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરે. દેવું ઉતારવા માટે તમે મંગળવારના દિવસે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદુર અર્પણ કરે. તે પૂજા પૂરી થયા પછી કપાળ ઉપર સિંદુરનું તિલક લગાવે અને હનુમાન ચાલીસા કે બજરંગ બાણના પાઠ પણ જરૂર કરે.