દુનિયાથી સંતાઈને ધોનીએ કરી લીધાં હતાં લગ્ન,જુઓ તેનાં લગ્નની તસવીરો, ભાગ્યજ જોવાં મળે છે આ ફોટા…..

0
94

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો જો તમે ક્રિકેટ પ્રેમી છો તો આ લેખ તમારા માટે છે મિત્રો અત્યારે સૌ ક્રિકેટ પ્રેમી ખુબજ દુંખી છે અને તેનુ કારણ એ છે કે 15મી ઓગષ્ટના દિવસે ભારતીય ટીમના ભુતપુર્વ કેપ્ટન અને IPLની ચેન્નઈ સુપર કિઁગ્સ ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરાસ્ટ્રીય ક્રિકેટ માથી સન્યાસ લઇ લીધો છે અને તેમની સાથે ભારતીય ટીમના ખેલાડી સુરેશ રૈનાએ પણ મહેન્દ્ર સિંહ ધોનીના સન્યાંસ લઇ લીધાના થોડાક સમય પછી તેમણે પણ સન્યાસ ની જાહેરાત કરી હતી.

પરંતુ લોકોમા મહેન્દ્ર સિંહ ધોનીના નિવૃતિ લીધાને કારણે તેમના ચાહકો ખુબજ દુંખી થયા છે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે અને હવે ધોની ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમતા જોવા નહીં મળે જોકે એમએસ ધોની આઈપીએલ રમવાનું ચાલુ રાખશે અને આ કિસ્સામાં તેના ચાહકો ધોનીને આઈપીએલમાં રમતા જોઈ શકે છે.

મિત્રો એમએસ ધોની આ પહેલા પણ તેમની જિંદગીના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઇને લોકોને ચોંકાવતા આવ્યા રહ્યાં છે તે પછી વનડે ટી-20ની કપ્તાની છોડવાનો નિર્ણય હોય કે પછી ટેસ્ટમાં સંન્યાસ લેવાનો નિર્ણય હોય. ધોનીએ આ રીતે અચાનક તેમની જિંદગીના મોટા નિર્ણય લઇને લોકોને ચોકાવ્યાં છે અને ધોનીની પર્સનલ લાઇફ પણ તેમાંથી અપવાદ નથી.

મિત્રો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ 4 જુલાઇ 2010માં સાક્ષી રાવત સાથે ચુપચાપ લગ્ન કરીને તેમના ફેન્સને સરપ્રાઇઝ કરી દીધા હતા અને ધોની અને સાક્ષીએ દેહરાદૂનમાં લગ્ન કર્યાં હતા અને આજે ધોનીના લગ્નને 20 વર્ષ થઇ ચૂક્યા છે અને તેમને જીવા નામની એક છોકરી પણ છે અને ધોની તેમની દીકરી જિવા સાથેની તસવીર અને વીડિયો પોસ્ટ કરતા રહે છે મિત્રો ધોનીએ જ્યારે સાક્ષી સાથે લગ્ન કર્યાં તો આ વાતની કોઇને જાણ સુદ્ધાં નહોતી આવવા દીધી.

અને ધોની હજું પણ તેમની પર્સનલ જિંદગી વિશે ખુલ્લીને વાત નથી કરતા આ બંનેએ લગ્ન ખૂબજ ચૂપચાપ રીતે કર્યાં હતા અને તેમના લગ્ન સમારોહમાં બહુ ઓછા લોકો સામેલ થયા હતા જો કે સાક્ષી સાથે લગ્ન કર્યાં બાદ માહીનુ કરિયરે પણ સફળતાના શિખર સર કર્યાં હતા અને આ કારણે જ લોકો સાક્ષીને ધોનીનું લેડી લક કહે છે.

મિત્રો ધોની અને સાક્ષી વચ્ચે પ્રેમસંબંધો ભલે જુવાનીમાં જોડાયા હોય પરંતુ બંને એકબીજાને બહુ લાંબા સમયથી ઓળખતા હતા અને ધોની અને સાક્ષીના પિતા રાંચીમાં એક જ કંપનીમાં કામ કરતા હતા અને આ બંનેના પરિવાર વચ્ચે સારા સંબંધો હતા અને આટલું જ નહીં બંને એક જ સ્કૂલમાં સાથે જ અભ્યાસ કરતા હતા અને ત્યારબાદ સાક્ષીનો પરિવાર દેહરાદૂન શિફ્ટ થઇ ગયો જ્યાં તેમના દાદા પહેલાથી જ રહેતા હતા.

જો કે આ સમય દરમિયાન વર્ષો સુધી તેમની મુલાકાત ના થઇ અને આ સમય દરમિયાન બંને એકબીજાને સંપર્કમાં પણ નહોતા જોકે નસીબ માં કંઇક એવું લખાયેલું હતું કે વર્ષો બાદ બંનેની મુલાકાત કોલકતાની તાજ બંગલા હોટેલમાં થઇ હતી જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ રોકાઇ હતી અબે આ વાત વર્ષ 2007ના નવેમ્બર-ડિસેમ્બરની છે.

મિત્રો તમને જણાવી દઇએ કે સાક્ષી આ હોટલમાં ઇટર્ન હતી અને આ બંનેની મુલાકાત સાક્ષીના મેનેજરે કરાવી હતી અને જે દિવસે આ બંનેની મુલાકાત થઇ તે દિવસે સાક્ષીનો આ હોટલમાં છેલ્લો દિવસ હતો અને સાાક્ષીના ગયા બાદ ધોનીએ તેમના મેનેજર પાસેથી તેમનો નંબર માગ્યો અને મેસેજ કર્યો હતો અને આ પહેલા તેમને લાગ્યું કે, ધોની તેમની સાથે મજાક કરી રહ્યાં છે જો કે ત્યારબાદ તેમને જાણ થઇ કે તે ખરેખર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે અને ત્યારબાદ બંનેની વાતચીત શરૂ થઇ.

અને મિત્રો બે મહિના બાદ 2008માં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતુ 2008માં સાક્ષી ધોનીની બર્થ ડે પાર્ટીમાં પણ હાજર રહી હતી અને 3 જુલાઇ 2010માં દેહરાદૂનની એક હોટલમાં બંનેની સગાઇ થઇ.હતી જો કે ત્યારબાદ 4 જુલાઇ 2010માં દેહરાદૂનની પાસે વિશ્રાંતી રિસોર્ટમાં બંનેએ લગ્ન કરી લીધા હતા અને આ બંનેના લગ્નનમાં બોલિવૂડ સેલેબ્સ અને ક્રિકેટ ખેલાડીઓ હાજર રહ્યાં હતા તેમજ 6 ફેબ્રુઆરી 2015માં સાક્ષીએ દીકરીને જન્મ આપ્યો જેનું નામ જિવા છે.

મિત્રો ધોની એક શ્રેષ્ઠ કેપ્ટન હોવાની સાથે આઇડિયલ પતિ અને પિતાની ભૂમિકા પણ સુંદર રીતે નિભાવી રહ્યાં છે મિત્રો સાક્ષી સોશિયલ મીડિયા મા જે પ્રકારના વીડિયો ઇન્ટાગ્રામ પર શેર કર છે તેના પરથી તેમના સુખી લગ્નજીવનનો અંદાજ લગાવી શકાય છે અને પોતાની દિકરી જિવા સાથે ધોની ખૂબ મસ્તી કરતા જોવા મળે છે અને હવે તેમને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે તો વધુ સારી રીતે ફેમિલી લાઇફને એન્જોય કરી શકશે.