જાણો શુ છે જલસીકા હોલ મંદિરનો ઈતિહાસ,જ્યા આવેલુ છે મા ખોડિયારની બહેન હોલબાઇનુ મંદિર…..

0
282

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ મા ખોડિયારના સાત બહેનો માના એક હોલબાઇના એક એવા ચમત્કારી મંદિર વિશે.

Advertisement

મિત્રો ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.

મિત્રો પાંચાળ પ્રેદેશમાં નજર નાખીએ તો લીલાછમ ખેતરોની હરિયાળી  અને પથ્થર સિવાઈ કાઈ નજરેના ચડે આવી લીલીછમ ધરતી અને ડુંગરા ઓની ખીણમાં આહીરોના નેહડા વસવાટ કરે અને સવારના પહોરમાં સાંભળીએતો ધામમ વલોણાના મીઠા અવાજ સંભળાય અને જાણે ઘી દૂધ ની નદીઓ વહેતી હોઈ એવા પ્રદેશમાં આહિર અને માલધારીઓ હળી મળી ને રહે છે અને એક સમયની વાત છે પાંચાળની ધરતી પર તરણેતરના મેળામાં નાથ ત્રિનેત્રેશ્વર સહિત ઘણા દેવી દેવતાઓની સભા ભરાયેલી છે, તેમાં પાંચાળ પ્રદેશના રક્ષણની વાત નીકળે છે.

ત્યાં ભગવાન માંડવરાઈ કહે છે હું પૂર્વ માં બેઠો છુ, અને  ઉતરમાં માટેલવાળીમાં ખોડિયાર બેઠા છે દક્ષીણ દિશામાં ડુંગરા ઉપરમાંચામુંડા રખોપા કરે છે, પણ પક્ષિમ દિશા સાવ ખાલી પડી છે, ત્યાં રખોપા રાખવા કોઈ નથી જો કોઈ દેવી શક્તિ તે દિશાની પણ જવાબદારી લેય તો ચારે દિશામાં રક્ષણ મળી રહે, અને પાંચાળ પ્રદેશ પર કોઈ આસૂરી શક્તિ નજર નાખવાની હિમ્મતના કરી શકે..  ત્યાજ માં ખોડિયાર બોલયા ચિંતાના કરો દેવો પક્ષિમ દિશાની રખેવાળી ની વ્યવસ્થા હું કરી નાખીશ.

મિત્રો માંમડિયા ચરણની ૭ દીકરીઓ ૧-આવળ, ૨-જોગળ, ૩-તોગળ, ૪-ખોડિયાર, ૫-હોલબાઈ ૬-બીજબાઈ ૭-સાંસઈ,  આમાંથી હું હોલબાઈ ને પક્ષિમ દિશાનું રક્ષણ કરવાની જવાબદારી આપી દઈશ, આટલી વાત સાંભળી સવ દેવી દેવતાઓ ખુશ ખુશાલ થઇ ગયા અને દરેકે પોત પોતાના વિસ્તારમાં પલાયન કર્યું આઈ ખોડિયાર ઘરે આવીને હોલબાઈને પોતે કરેલા નિર્ણયની વાત કરે છે વાત સાભળતાજ હોલબાઈ કહે છે ચિંતાના કરો હું સમય આવતાજ પાંચાળ પ્રદેશની ધરતી પર સ્વરૂપ ધારણ કરીશ,

વરસો જૂની વાત છે પાંચાળ પ્રદેશમા ગોકળપર નામનું ગામ છે જે અત્યારે હોલમઢ નામ થી ઓળખાઈ છે મચ્છુ નદીના કિનારે સુંદ રમણીય ગામ છે ગામની થોડે દુર સોભરી ઋષિનો આશ્રમ છે અને આશ્રમની નજીક એનાજ નામથી પડેલ સોંધ ગામ જે અત્યારે સોંધલા તરીકે ઓળખાઈ છે ગોકળપર ગામના બુઢાં ચારણ પોતાના ઢોર ચરાવવા રોજ ઋષિના આશ્રમ નજીક જાય છે, એક દિવસ ચારણ સમી સાંજના ઘર તરફ જતો હતો ત્યાં વિચાર આવ્યો કે આજે આશ્રમમાં સાધુ ને દૂધ પીવડાવી ને જાવ ચારણ આશ્રમમા જય ઋષિને દૂધ આપે છે.

ઋષી દૂધ પીય ને ચારણ સામે નજર કરી ને જુએ છે ત્રિકાળજ્ઞાની ઋષિ ચારણની અખોમાં તેની ચિંતા પારખી લેય કે ચારણ ને શેર માટી ની ખોટ છે તે પારખી લેય છે, અને તેને ખબર છે કે ચરણ સામેથી કાઈ નહિ માંગેએટલે  હાથમાં ધુણા માંથી રાખ ની ચપટી આપી કહે છે લે ચારણ આને દૂ માં નાખી ચારણયાણી ને પીવડાવી દેજે તારી ખોટ પૂરી થશે, અને તારા ઘરે અખિલેશ્વર શક્તિ રૂપી જોગમાયા પ્રગટશે જે તારા ઘર નું અને આખા જગત નું કલ્યાણ કરશે, અને દીકરી નું નામ હોલબાઈ રાખજે એમ કહી ઋષિ પોતાના પ્રવાસપર ચાલ્યા ગયા અને ચારણ ઘરે આવે છે.

અને ચારણયાણીને ઋષિ સાથે થયેલ વાત કરે છે અને ઋષીએ આપેલ ભભૂત વાળું દૂધ પીવે છે સમય જતા તેને માતૃત્વનો અહેસાસ થાય છે અને ખુશીના દિવસો જવા લાગે છે અને ૯ મહિના થઈ છે શુભ ચોઘડિયામા ચારણના ઘરે રૂપ રૂપ ના અંબાર વાળી કન્યા નો જન્મ થાય છે અને આખા ગોકળપરામા બધા ને શુભ સમાચાર મળી ગયા છે સગા સબંધીમાં પણ આનંદ સવાઈ ગયો છે આખું ગોકળપર ગામ આજે આનંદ માં છે, ઋષિ ના આશીર્વાદ પ્રમાણે દીકરી નું નામ હોલબાઈ રાખે છે હોલબાઈ તો દેવી નું સ્વરૂપ છે અને દિવસે ના વધે એટલા રાતે વધે આતો જાગતી જોગમાયા નો અવતાર છે.

દીકરીની બાળ લીલા જોઈ માં-બાપ ના હૈયા ના આનંદ નો પાર નથી અને આમ સમય પસાર થાય છે દીકરી જુવાન થતી જોઈ માં-બાપ ની પણ ચિંતા વધતી જાય છે દીકરી માટે યોગ્ય ઠેકાણું મળશે કે નહી, આ ચિંતા હોલબાઈ પોતાના માં-બાપ ની આખો માં પારખી લેય છે અને પાસે બેસસી વાત કરે છે હે મારા વંદનીય માતા પિતા હું આજે જે તમને કહેવા જય રહી છુ તે ખુબ અગત્યનું છે, હું સાક્ષાત જોગમાયા છુ અને તમારા ઘરે દીકરી રૂપે અવતારી છુ મારે આ ધરતી પર ઘણા કામો કરવાના છે જેથીજ મેં તમારા ઘરે અવતાર લીધે છે.

તેથી તમે મારી પર મોહ માયા છોડી દેજો અને હું તો મારું કામ પૂર્ણ થશે એટલે મારા અલખ માર્ગે જતી રહીશ તેથી તમે આટલો મોહના રાખતા નહી આમ કહી પોતાની માતાના ખોળામા માથું નાખી સુઈ જાય છે, સવાર થતા માતા પિતા રાતે કરેલી વાત બધી ભૂલી જાય છે અને દીકરી માટે સારા માગા ગોતવા લાગે છે એક દિવસ ઘરે બારોટ આવે છે ચારણ બારોટ ને જમાડી સારી સેવા કરી ભેટ સોગાતો આપી રવાના કરે છે તે બારોટ ફરતો ફરતો જુનગઢના ચાખડા ચારણ ને ત્યાં ઉતરો છે ચાખડો ચારણ ખાધે પીધે અને પૈસે ટકે સુખી હતો.

ખુબ મોટો વેપારી છે ખુબ જાહોજલાલી હતી પણ સંસ્કાર સારાન હતા તેને પૈસા નું ખુબ અભિમાન હતું, તેમનો એક જુવાન દીકરો ખુબ દેખાવડો અને નામ હતું સોનહો હજુ કુવારો હતો આ દીકરા ને જોઈ બારોટે ચારણની વાત કરી કે હું પાંચાળમા એક દીકરી જોઈને આવ્યો છુ જે તમારા દીકરા માટે યોગ્ય છે અને રૂપાળી અને તેજસ્વી છે બારોટના વખાણ સાંભળી ચાખડો ચારણ ચકિત થઇ ગયો અને બારોટ ને જમાડી સારી ભેટ સોગાત આપી રવાના કર્યા અને બીજે દિવસે ચાખડો ચારણ પોતાની ઘોડી માથે રેસની પલાણ નાખી

હોલમઢ ભણી રવાના થયો એક રાત રસ્તા માં રોકાઈ બીજે દિવસે રાતે હોલમઢના પાદરમાં પહોચ્યો રાતે વગડામાં આરામ કરી સવારે સૂર્યના પહેલા કિરણે સ્નાન કરી તૈયાર થઇ ને નદી એ પાણી પીવા આવ્યો છે ત્યાં બાઈઓની વાતો સાભળે છે એવામાં હોલબાઈ પાણી ભરવા આવે છે એવમાં એક બાઈ કહે છે કે હોલબાઈ અહી આવતી રે વાત વાતમાં હોલબાઈ નું નામ સાંભળી ચાખડો ચારણ તેને ઓળખી જાય છે કે આતો એજ હોલબાઈ છે, નજીક થી જોવા માટે પાણી પીવાના બહાને હોલબાઈ ની નજીક આવી પાણી માંગે છે, હોલબાઈ વટેમાર્ગુ સમજી તેને પાણી પીવડાવે છે.

પાણી પિતા પિતા સાખડો ચારણ હોલબાઈના રૂપ ને નિહાળે છે હોલબાઈ તેની નજર પારખી ને પાણી પીવડાવી ઘર બાજુ નીકળી જાય છે ચાખડો ચારણ પાછળ પાછળ આવે છે, ડેલા માં જુએ ત્યાં ખાટલો નાખી બુઢા ચારણ બેઠા છે, આવી ને બુઢા ચરણ ને રામ રામ કહે છે, બુઢા ચારણ આવકારે છે અને બેસવા માટે કહે છે, ચાખડો ચારણ પોતાની જાહોજલાલી ની વાતો કરે છે વાત વાતમાં સાંજ પડી જાય છે ને શિરામણ કરી પાછો ડાઈરો જમાવે છે ચાખડો ચારણ પોતાના દીકરાની વાત કરે છે અને કહે છે કે તમારી દીકરી સાથે મારા દીખરા નું સગપણ થઇ જાય તો સોનામાં સુઘંધ ભળી જાહે, બુઢો ચારણ તો ભગવાનનો માણસ છે.

ચારણયાની કે  હોલબાઈને કાઈ પૂછ્યા વગર હા પડી દે છે અને સવારે સગપણ ની તૈયારી કરી દે છે આખા ગામને નોતરે છે અને સગપણના ગીતો ગવાય છે આ બધું જોઈ હોલબાઈ પોતાની માતા ને પૂછે છે કે આ બધું શું છે તો માં કહે છે કે તારૂ સગપણ થાય છે આ જોઈ હોલબાઈ પોતાનીમાં અને પિતા ને અંદર બોલાવી સમજાવે છે કે મારે સગપણ નથી કરવું મેં તમને પહેલાજ બધું કહેલું કે હું સાક્ષાત જોગમાયા નો અવતાર મારા માટે સંસાર યોગ્ય નથી પણ તમે ના સમજ્યા અને વચન આપી બેઠા હોલબાઈ પિનાના વચન નું માન રાખી સગપણ માટે તૈયાર થઇ જાય છે.

અને બાજોઠે બેસે છે, સખડો ચારણ હીરા મઢેલી ચુંદડી ઓઢાડવા જાય છે ત્યાં ચુંદડી બળી ને ભસ્મ થઇ જાય છે આ જોઈ ગામના લકો કહે છે આતો સગપણમાં વિઘ્ન આવ્યું છે અને લોકો પોત પોતાને ઘરે જાય છે અહી સાખડો ચારણ પણ હોલબાઈ નું દેવીય સ્વરૂપ જોઈ ને ચકિત થઇ જાય છે, પણ તે શરમ વગર નો અને નીશઠુંર માણસ છે બીજે દિવસે સવારે હોલબાઈ નદીએ પાણી ભરવા જાય છે ત્યાં સાખડો ચારણ પાછળ પાછળ જાય છે હોલબાઈ તેને ખુબ સમજાવે છે કે સાખડા પાછો વળી જાઆનું પરિણામ સારું નહિ આવે છતા સાખડો ચારણ પાછો નથી વળતો એટલે હોલબાઈ તેને શ્રાપ આપે છે.

લે સાંભળી લે સાખડા હું બુઢા ચારણની હોલબાઈ સાક્ષાત અવતાર હું તારી ચુંદડી ઓઢવા અવતાર નથી લીધો સાખડા તે મને ઓળખી નહિ પણ જોઈ લે હું તને શ્રાપ આપું છુ જુનાગઢ ની સીમ માં તને તારા દીકરાની નનામી સામી મળશે, આટલો ફિટકાર વરસાવી માતાજી બારોબાર હાલી નીકળ્યા અને સોભરી ઋષિનો આશ્રમ હતો ત્યાં જાહેળનું જાડ હતું અને સુરભી કુંડ હતો ત્યાં જય ને આસપાસ નજર કરી પોતાની ગાયો અને ભેસો ચરતી હતી ત્યાં અવાજ કર્યો આવો મારી ગાવડી અને ભેસો હું હવે તમને છોડી ને જાવ છુ,

માતાજીએ હાકલ પાડી તે સાંભળી બધી ગાયો હોલમાતાજી ને ફરતે થઇ ગયી પણ ભેસો પાસેના આવી તો માતાજીએ ક્રોધમાં તેને પણ શ્રાપ આપ્યો કે જાવ તમે બધી પથ્થર બની જાવ અને બધી ભેસો કાળા પથ્થર માં પરિવર્તન થઇ ગયી અને ગાયો ને આશીર્વાદ આપ્યા કે મારા યાત્રાળુઓ ને દૂધ અને ઘી આપજો આમ કહી માતાજી ત્યાં ને ત્યાં ધરતી માં સમાઈ ગયા અને માતાજી એ પોતાની ચુંદડી નો છેડો બહાર રાખ્યો જેથી ગામ લોકોને ખબર પડે કે માતાજી અહી સમાધિ લીધેલ છે.

અને અહી ઘરે બુઢા ચરણ પોતાની દીકરી ની વાટ જુવે છે ત્યાં એક ગોવાળિયો દોડતો દોડતો આવી ને સમાચાર આપે છે કે હોલબાઈ તો ધરતી માં સમાઈ ગયા છે આ સાંભળી બુઢા ચારણ અને તેમની પત્ની ઓધર આસું એ રડી પડે છે અને તે જગ્યા એ દોડી જાય છે, પાછળ આખું ગામ દોડી જાય છે જય ને જુએ ત્યાં માતાજી ની ચુંદડી ત્યાં દેખાઈ છે ગામના લોકો તે ચુંદડી ને દીવો કરી પ્રાથના કરે છે અને ત્યાં હમેશા માતાજીનો વાસ રહે તે માટે પ્રાથના કરે છે અને આ બાજુ સાખડો ચારણ જુનાગઢ પહોચે ને અને સામે એક નનામી મળે છે ત્યાં તેને માંતાજી નો શ્રાપ યાદ આવે છે પણ હિમ્મત કરી પૂછી છે આ કોની નનામી છે.

જવાબ મળે છે કે તમારા જુવાન પુત્ર સોન્હા ની છે આ સાંભળી ચાખડો ચારણ ઓધાર અસુએ રડી પડે છે, ઘરમાં ખુબ્ર જાહોજલાલી હતી તે છોડી ને તેને વેરાગ લાગી જાય છે અને જંગલમાં તપસ્યા કરવા નીકળી પડે છે પણ કર્મ કોઈ ને છોડતું નથી તે એક જાડ નીચે બેઠો છે ત્યાં કોઈ ગોવાળિયા નું ખૂન કરી લાશ મૂકી ગયું કે તેનો આરોપ સાખડા પર આવે છે અને તેને જેલમાં પૂરી દેવામાં આવેછે અને ફસીની સજા મળે છે જેલમાં સાખડો માતાજી નું સ્મરણ કરી ને ખુબ કલ્પાન કરે છે તો માતાજી ને તેના પર દયા આવી જાય છે અને માતાજી તેને આકાશવાણી કરી કહે છે.

કે તને હું ઉગારીશ જયારે સાખડાને ફસી આપવા જાય છે ત્યારે બાંધેલી બેડીઓ આપો આપ તૂટી જાય છે આ જોઈ સૈનિકો દોડી ને રાજા પાસે જયને સુચના આપે છે એટલે સાખડાને રાજાના દરબાર માં પેશ કરી પૂછવામાં આવે છે કે આમ કે થયું ત્યારે સાખડો હકીક્ત જણાવે છે કે તે પોતે ગુનેગાર નથી તેથી માતાજી એ તેના પર મહેર કરી છે, આ સાંભળી રાજા તેને માનભેર  છોડી મુકે છે, સાખડો ત્યાંથી પાંચાળ પ્રદેશ આવી જ્યાં માતાજી સમાયા છે ત્યાં આવી માતાજીની માફી માંગે છે.

એટલે માતાજી આકાશવાણી કરી તેને કહે છે હે સાખડા તું હવે પાંચાળ પ્રદેશમાં વસવાટ કરજે અહી તારી કીર્તિ વધશે અને તારા ઘરે એક દીકરી અવતરશે જેનું નામ તું વરૂડી રાખજે અને તે તારી કીર્તિ વધારશે અને આમ હોલબાઈ અવર નવાર આવા ઘણા પરચાઓ આપી પોતાની હાજરી બતાવે છે ઘણા વરસો પછી ત્યાં એક નાનકડી હોલમાતાજી દેરી બને છે અહી લોકો સેવા પૂજા કરે છે અને માતાજીના આશીર્વાદ લેય છે આવીજ રીતે એક આહિર માંથી સાધુ થયેલા નારણદાસ બાપુ અને તેના માતૃશ્રી સેવા પૂજા કરે છે.

એક દિવસ એક વાલો ભરવાડ પોતાની દીકરીઓ ને લઇ દેરીએ દર્શન કરવા આવે છે અને નારણદાસ બાપુને કહે છે બાપુ મારી બેય દીકરીઓ સાવ નિરાધાર છે અને મારી માલ મિલકત વેચી હું માતાજીની સેવા કરવા માતાજીના સરણોમાં આવ્યો છુ બાપુ તેને આવકાર આપે છે, આમ બંને સાધુ માતાજીની સેવા કરે છે અને દીકરીઓ રસોઈ બનાવી દર્શન કરવા આવતા લોકો માટે ભોજન પીરસી અન્નશેત્ર ચાલુ કર્યું છે આમ ઘણો સમય વીતી ગયો છે અને વાલા ભગતની મોટી દીકરી ગલીબાઈ જવાન થઇ છે.

નાનપણમાં સગપણ થય ગયેલ હોવાથી ગલીબાઈના સાસરેથી તેડવા આવે છે પણ ગલીબાઈ સાસરે જવાની ચોખીના પાડીદે છે અને કહે છે મારે માતાજીની સેવાજ કરવી છે અને સંસાર માંડવો નથી, આ સાંભળી તેના સાસરિયતો પાછા વળી ગયા પણ જુવાનીયાઓને આ નાગમ્યું અને ગલીના વર ને ઉશ્કેર્યો અને કહ્યું કે આપની પત્ની આપને ઘેર નો આવે તો આપણું નાક કપાય, પાછા પાંચેય યુવાનો ગલીબાઈ ને તેડવા આવ્યા.

ત્યારે ગલીબાઈ ખેતર માં કામ કરતા હતા ત્યાં આવી ને કહે ચાલ મારી સાથે આમ કહી ગલીબાઈ નું બાવડું પકડી મારવા માટે લાકડી ઉગામી ત્યાં પાંચેય જુવાનોના હાથ ઉચા હવામાં ચોટી ગયા અને તેને માતાજીના પરચા નું ભાન થયું અને ભાગી ગયા, હવે ગલીબાઈ શાંતિથી માતાજીની સેવા પૂજા કરેછે અને વિષ્ણુદાસજી જગ્યાના મહંત છે, હવે વરસો પછી ત્યાં વિશાળ મંદિર બની ગયેલ છે અને વિશાળ ગૌ-શાળા પણ છે જેમાં ૩૦૦ થી વધારે ગાયો છે,  દર વરસે અસાઢી બીજ ના દિવસે મોટો ઉત્સવ અને યજ્ઞ હોય છે

Advertisement