એક જમાના ની સૌથી ચર્ચિત બૉલીવુડ ની આ અભિનેત્રી અચાનક જ થઈ ગઈ હતી ગાયબ, જુઓ તસવીરો

આજના જમાનામાં બોલીવૂડ ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં દરરોજ નવા ચહેરાઓ આવતા જતા રહે છે.જેમાંથી કેટલાક ચમકી જાય છે.જ્યારે કેટલાક પ્રથમ-બીજી ફિલ્મમાં હિટ થયા પછી અચાનક ગાયબ થઈ જાય છે.બોલીવુડની કેટલીક ખૂબ જ સુંદર અભિનેત્રીઓએ પહેલી ફિલ્મથી લોકોના દિલ પર કબજો જમાવ્યો હતો.પરંતુ હવે કદાચ જ કોઈને ખબર હશે કે આ અભિનેત્રીઓ શું કરી રહી છે.

Advertisement

1. ગાયત્રી જોશી.

શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશ માં ગાયત્રી જોશીએ તેની સુંદર અભિનયથી ચોક્કસપણે દર્શકોને તેના તરફ આકર્ષ્યા હતા.પરંતુ ગાયત્રી આ ફિલ્મ પછી અચાનક બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ હતી.મોડલિંગમાંથી અભિનય તરફ આગળ વધેલી ગાયત્રી હવે બે બાળકોની માતા બની ગઈ છે અને તે તેના લગ્ન જીવનમાં ખુશ છે.

2. મનીષા લાંબા

તમને 2005 માં ફિલ્મમાં આવેલી ખુબસુરત અને માસુમ અભિનેત્રી મનીષા લાંબા તો યાદ જ હશેને મનીષાની આ પહેલી ફિલ્મ હતી.આ પછી હનીમૂન ટ્રાવેલ્સ પ્રા.લી, વેલ્ડન અબ્બા ભેયા ફ્રાય 2 જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.જો કે તેની ફિલ્મી કારકિર્દી લાંબી ચાલી ન હતી.બિગ બોસ સિઝન 8 માં ભાગ લીધા પછી તે હવે આ ફિલ્મી દુનિયાથી દૂર જ રહે છે.મનીષા હાલમાં શાદીસુદા લાઇફનો આનંદ માણી રહી છે.

3. ભૂમિકા ચાવલા

તેલુગુ ફિલ્મની પ્રખ્યાત અભિનેત્રીએ સલમાન ખાનની ફિલ્મ તેરે નામથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.આ ફિલ્મ હિટ રહી હતી.પરંતુ તે પછી ભૂમિકાએ હિન્દીને બદલે દક્ષિણ ભારતીય સિનેમાની પસંદગી કરી.તે બોલિવૂડમાં ક્યારેય દેખાઈ નહોતી.ભૂમિકા પણ તેના લગ્ન જીવનમાં વ્યસ્ત છે.

4. કિમ શર્મા

સાલ 2000 માં આવેલી ફિલ્મ મોહબ્બતેથી ડેબ્યૂ કરનાર કિમ શર્મા નું નામ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ જોડાયેલુ છે.કિમની ફિલ્મી કારકીર્દિ સારી રહી ન હતી.ત્યારબાદ તેણે કેનિયાના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા અને ત્યાં સ્થાયી થઇ ગઈ હતી.

5. સ્નેહા ઉલ્લાલ

સલમાને જે અભિનેત્રી ને બોલીવુડમાં લોન્ચ કરી એમાંથી એક સ્નેહા ઉલ્લાલ પણ છે એશ્વર્યા ની હમશકલ હોવા ને કારણે તેને ખૂબ નામના મળી હતી.જોકે સલમાન ખાનની સાથે એક બોલિવૂડની ફિલ્મમાં કામ કર્યા પછી સ્નેહા બિલકુલ ગાયબ થઈ ગઈ હતી.હાલમાં જ તેનો એક પંજાબી વીડિયો રિલીઝ થયો છે પરંતુ તે બોલિવૂડથી દૂર જ છે.

6. તનુશ્રી દત્તા

2004 માં ફિમેલ મિસ ઇન્ડિયા યુનિવર્સ રહી ચુકેલી હૉટ તનુશ્રી દત્તા એ આશિક બનાયા આપને ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.જો કે તે પણ જલ્દીથી બોલિવૂડથી અલગ થઈ ગઈ.હવે તેનો લુક પણ ઘણો બદલાયો છે.

7. ઉદિતા ગોસ્વામી

તમને પૂજા ભટ્ટની ફિલ્મ પાપની હોટ હીરોઇન તો યાદ જ હશે ને મૉડલથી અભિનેત્રી બનેલી ઉદિતા ગોસ્વામીએ પાપ ફિલ્મ પછી ‘ઝહર ‘અને’અક્ષર’ જેવી ફિલ્મ માં પણ કામ કર્યું છે.ત્યારબાદ તેણે 2013 માં દિગ્દર્શક મોહિત સૂરી સાથે લગ્ન કર્યા હતા અને હવે તે એક પુત્રની માતા છે.

8. આયેશા ટાકિયા

ફિલ્મ ટારઝન ધ વંડર કારથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ક્યૂટ આયેશા ટાકિયાએ બહુ ઓછી ફિલ્મો ભલે કરી હોય પરંતુ તેના સ્માઈલ પર હજારો છોકરાઓ મરતા હતા. આયેશાએ જલ્દીથી તેની અભિનય કારકીર્દિને અલવિદા કહી દીધી અને બિઝનેસમેન ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધાં. આયેશા ઘણી વાર પોતાના દીકરા સાથે દેખાઇ છે.હાલમાં તે પોતાની અંગત જિંદગીમાં ખૂબ વ્યસ્ત છે.હોઠની સર્જરી પછી તેનો ચહેરો પણ ઘણો બદલાયો છે.

 

Advertisement