એક નાનકડી ચારણની છોકરીએ આપ્યુ રાજાને અઢારસો પાદરનુ મોટુ દાન જાણો મા ખોડિયારની આ વાત……

0
161

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ એક એવી ચારણ કન્યા વિશે જેમણે એક રાજાને આપ્યુ હતું અઢારસો પાદરનુ સૌથી મોટુ દાન અને તે ચારણ બીજુ કોઈ નહી પરંતુ મા ખોડિયાર હતા તો આવો જાણીએ આ રસપ્રદ ઇતિહાસ વિશે.

Advertisement

મિત્રો તમને જણાવી દઇએ કે એક વ્યક્તિ ઘોડે સવાર થઈને નિકળ્યો અને સંધ્યાની લાલી ધરતી પર પથરાઇ ગઈ હતી અને રાતના સામ્રાજયને આવવાની હજુ વાર હતી આવુ સુંદર ટાણું અને આવો સંધ્યાનો સમય અને આ ઘોડેસવાર એક ગામના પાદરમાથી નિકળ્યો કાઠિયાવાડમા મળતી કાઠયાવાડી 36 પ્રકારની મળતી જાતવાન ઘોડી પર સવાર થઈને આ ઘોડેસવાર નિકળ્યો હશે અને બરાબર એક ગામની પાદર માથી નિકળ્યો ત્યારે અને એક તળાવ અને તે તળાવની કાઠે સાત દીકરીઓ રમતી હતી.

અને એ સાત દિકરિયોની નજર આ ઘોડેસવાર પર ગઈ અને આ ઘોડે સવારનો પહેરવેશ એમ કહેતો હતો કે માનો ના માનો કોઈ રાજ કુટુંબનો વ્યક્તિ છે અને તેણે જે ગોહિલવાડો સાફો બાંધ્યો હતો એ સાફો એમ કહેતો હતો કે આ વ્યક્તી જે છે તે ગોહિલવાડી પરગણાનો છે અને આ સાતે દિકરીઓ તે ઘોડેસવાર સામે જુવે છે અને તે ઘોડેસવાર તે સાત દીકરીઓ સામે જુએ છે અને આ સાતેય દીકરીઓએ જે ઓઢણીઓ ઓઢી હતી તે જોઇને ઘોડે સવારને તેવુ લાગ્યુ કે આ સાતેય દીકરીઓ ચારણની દિકરી છે.

જય માતાજી કહ્યા વગર નિકળાય નહિ એટલે આ ઘોડે સવાર બરોબર પડઘે ઘોડો લઈને ગયો અને ઘોડા ઉપર બેઠા બેઠા બે હાથ જોડી એમ કહ્યુ કે આયુ બાપા જય માતાજી આ સાંભળીને તેમાની છ દીકરીઓએ જવાબ આપ્યો બાપ જય માતાજી પરંતુ તેમાની એક સાતમી દિકરી કઇ બોલતી નથી અને તેના હાથમા એક અરણીની સોટી અને અને તે સોટી વડે ધરતી ઉપર કઈ લીટા કરે છે એને ખબર જ નથી કે કોઈ આવ્યુ છે કે નહી તો પેલા વ્યક્તિએ બીજી વાર કહ્યુ કે આયુ બાપા તમને કવ છુ જય માતાજી ત્યારે પણ તે છ દીકરીઓએ જવાબ આપ્યો કે બાપ જય માતાજી અને આ સાતમી દિકરી હજુ સુધી કઈ બોલતી નથી.

એટલે આ વ્યક્તિ ઘોડા ઉપર બેઠા બેઠા એ આદંત પુરુષે માત્ર એટલુ કહ્યુ કે આયુ બાપા આ જે માતાજી છે તે બહેરા છે કે મુંગા છે તો આ છ દીકરીઓ પુછ્યુ કે કેમ આવુ પુછો છો તો તે પુરુષે જવાબ આપ્યો કે જ્યારે હુ જય માતાજી કવ છુ ત્યારે તમે છ દીકરીઓ મને જવાબ આપો છો પરંતુ આ સાતમા આઇમા કેમ કઈ બોલતા નથી એટલે મને એમ લાગ્યુ કે કદાચ મારી વાત તે નઇ સાંભળી શકતા હોય તો કઇ તો એ બહેરા હશે અને કા હુ જય માતાજી કવ તો તે સામે જય માતાજી નથી બોલી શકતા તો કદાચ તે મુંગા હશે.

અને તે છ દીકરીઓ માથી એક દિકરીએ જવાબ આપ્યો કે રાજપુત તે આઇમા કઇ મુંગા નથી કે કઇ બહેરા પણ નથી તો તે રાજપુત પુરુષે કહ્યુ કે તો પછી શા માટે હુ જ્યારે જય માતાજી કવ છુ ત્યારે તે જય માતાજીનો જવાબ કેમ નથી આપતા તો તે છ દીકરીઓ માની એક દિકરી એ ફરી જવાબ આપ્યો કે હે રાજપુત તુ તેમને સાદ કરે છે અને સાદ તેને ત્યાર સુધી ના સાંભળે તેમને તો હૈયાના ભાવ થી નાદ કરવો પડે અને રાજપુતને ખબર પડી કે મારાથી ભુલ થઈ ગઈ કે આઇ માને ઘોડા પર બેઠા બેઠા આઇમા ને જય માતાજી ના કરાય.

અને ત્યારે તે પુરુષે ઘોડા પરથી નીચે ઉતરીને ઘુંટણીયે પડીને પોતાનો ગોહિલવાડી સાફો હતો તેને ઉતારીને ખભે નાખી,બે હાથ જોડીને અને અરજ કરી કે આઇ મને ગરજ પડી છે એટલે અરજ કરુ છુ અને જ્યાતો જય માતાજીના શબ્દો પુરા થાય ને ત્યાતો ખમા,ખમા,ખમા,ખમાના ખમાકારા સાથે આઇમા એ કહ્યુ માંગ તારે શુ જોઇએ છે ત્યારે તે રાજપુતે કહ્યુ કે આઇ મારા બાપની ગયેલી આ ધરતીને પાછી ભેરી કરવી છે મારા કાંડાની તાકાત ઉપર એટલો ભરોસો છે કે મારા બાપની ગયેલી ધરતી છે ને તેને મારા કાંડાની તાકતથી પાછી મેળવી શકુ છુ પણ મારી પાસે પાર કરી શકાય તેવુ લશ્કર કાઇ નથી

માં અને જો તુ મારી ઉપર રાજી હોય ને તો મારે લશ્કરની જરુર છે અને ત્યારે તે આઠ દશ વર્ષની દિકરીએ કહ્યુ હતું કે વખતા આ ધરતીને નહતો ધણી,તે દિ નીત કરતી નખતા,હવે વરી તને વખતા,આજ તુ કર્મોના ધણી,ભલા માણસ આખી સુષ્ટીનુ સંચાલન કરનારી ભ્રમાંડ ખાડોતરી નવલાખ લોગોળીયાડી અને આખા વિશ્વને આંગળીના ટેરવે નચાવે એવી જગત જગદંબા જનેતા હુ તને એમ કવ કે માંગી લે અને ત્યારે તમે માંગી માંગીને માત્ર લશ્કર માંગશો તારે લશ્કરને કરવુ છે શુ ત્યારે તે પુરુષે કહ્યુ કે આઇ જે દીન પૃગીયો ઢોલ વાંગે માળવા અને મારે મેદાન મા નિકળવાનુ થાય ત્યારે મને મારા કાંડા પર ભરોસો તો છે.

પણ જો મારી સાથે જો લશ્કરના હોય તો મા મારે જઈને યુદ્ધ કરવુ કેવી રીતે અને આટલા માટે મારે લશ્કરની જરુર છે ત્યારે માં આઇએ કહ્યુ કે પણ તુ એ લશ્કરનુ કરીશ શુ ત્યારે તે પુરુષે કહ્યુ કે આઇ જો લશ્કર હોય ને તો કાંડા અને લશ્કરની મદદથી મારા બાપની ગયેલી ધરતી પાછી મેળવી શકુ તો આઇએ જવાબ આપ્યો કે વક્તા તારે તો જોઇએ છે ધરતી જ ને ત્યારે તે પુરુષે કહ્યુ કે હા માં મારે ધરતી જોઇએ છે

ત્યારે માં આઇ એ કહ્યુ કે તો પછી એક કામ કર  જે ઘોડી ઉપર પલાણ માંડીને આવ્યો છુ ને તેની પર પાછુ પલાણ માંડી જા અને અહિયા થી નિકળી જા અને વેગડે થી પગનો છાય અને જ્યા સુધી ચાલ્યો જા છેકની ધરતી પર ચાલીશ ને તેટલી ધરતી તને આ મામાળિયા માદાની આ ખોડિયાર તને આપે છે અને ઇતિહાસ સાક્ષી પુરે છે અને મા રાજી થઇ ગઇને તે એક રાતમા અઢારસો પાદર ગોહિલ વાડના ધણીને આપ્યા હતા આ માં છે અને એટલે કહેવુ પડે કે માથી કોઈ મોટુ નહી.

Advertisement