એક સમયે આવી લાગતી હતી ગીતા બેન રબારી,પૈસા આવતાં જ લાગવા માંડી એકદમ સુંદર……

0
136

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કચ્છ જિલ્લાના એક નેસડા માંથી એક છોકરીએ આવીને પોતાના અવાજથી આખા ગુજરાતને ગેલુ કરી દીધું છે. તેમને કચ્છની કોયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બધા લોકો ગીતાબેન રબારીને તો જાણતા જ હશો. તેમની આ સફળતા પાછળ ઘણી મહેનત છુપાયેલી છે.

Advertisement

ગીતાબેન રબારીનો જન્મ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ટપ્પાર ગામે થયો હતો. ગીતા બેનને નાનપણથી જ ગીતો ગાવાનો ખુબજ શોખ હતો. તે પોતાની શાળાના કાર્યક્રમોમાં પણ ગીતો ગાતા હતા. ગીતા બેન જયારે નાના હતા ત્યારે તેમના શિક્ષકે તેમની આ પ્રતિભા જોઈને તેમને ગીત ગાવામાં પ્રોત્સાહન આપ્યું હતો. બાળપણમાં આજુ બાજુના ગામમાં થતા કલાકારોના પ્રોગ્રામ જોવા માટે ગીતા બેન જતા હતા.

જયારે તે તેમને સ્કૂલના મિત્રો સાથે એક કાર્યક્રમ જોવા માટે ગયા હતા ત્યારે તેમના એક મિત્રએ સ્ટેજ પર ચડીને કહ્યું કે આ મારી મિત્ર ગીતા છે અને તે સ્કૂલમાં સારું ગાય છે. ગીતા બેને એં દિવસે પોતાનો પહેલું સ્ટેજ પ્રોગ્રામ કર્યો અને તેમને 500 રૂપિયા મળ્યા. આ 500 રૂપિયા તેમને પોતાની માતાને આપ્યા આ જોઈને તેમની માતા ખુબજ ખુશ થઇ ગયા. આ પછી તેમને પોતાના માં બાપને કહયું કે મારે કલાકાર બનવું છે. માતા પિતાએ ઘણી ચર્ચા વિચારણા કરીને સમાજની મર્યાદા માં રહીને પ્રોગ્રામ કરવાની છૂટ આપી.

જયારે ગીતા બેન 2 વર્ષના હતા ત્યારે તેમના પિતાને લકવો પડી જતા પરિવારની પરિસ્થિતિ ખુબજ ખરાબ હતી. તે પોતાના મામાના ઘરે રહેવા જતા રહ્યા. ત્યાં તેમને દિવાળી બેન આહીરને જોયા અને પ્રેરણા લીધી. ગીતા બેનને નાના મોટા પ્રોગ્રામો મળવા લાગ્યા પણ પોતાની પાસે કોઈ સાધન ન હોવાના કારણે છૂટક સાધનોમાં પણ પ્રોગ્રામ કરવા જતા હતા. ગીતા બેન તેમની સાથે પોતાના કુટુંબી ભાઈ મહેશ ભાઈને પોતાની સાથે લઇ જતા આજે પણ મહેશ ભાઈ જ તેમના બધા પ્રોગ્રામોનું મેનેજમેન્ટ કરે છે.

ગીતાબેન રબારીની અગાઉ ની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી.તેમના માતા પોતાના ગામની આજુબાજુના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા.તેમના પિતા સામાનના ફેરા મારતા હતા.જોકે તેમને લકવાની અસર થતા હવે તેવો ઘરે જ રહે છે.તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે.તેવો બીમાર રહેતા હતા પણ ગીતાબેન ને પ્રોગ્રામ માં લઇ જતા હતા.

ગીતાબેન રબારીને નાનપણથી જ ગીતો ગાવાનો ખુબ શોખ હતો.ગીતાબેન રબારીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધો. ૧ થી ૮ પોતાના તપ્પર ગામમાં ભણ્યા હતા.અને ધો. ૯ થી ૧૦ બાજુના ગામ ભીમાસરમાં મેળવ્યું હતું.ગીતાબેન રબારી પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી ગીતો ગાય છે.

સ્કૂલમાંથી કરી શરૂઆત ગીતાબેને સૌ પ્રથમ વખત પોતાની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરી હતી.અને ત્યારબાદ બાજુના ગામમાં મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપેલ અને ત્યાર પછી આજુ બાજુના નાના-નાના કાર્યક્રમોમાં ગાવા જવાની શરૂઆત કરી અને પછી એમને ધીમે-ધીમે સફળતા મળવા લાગી.ગીતાબેન રબારી એક પ્રોગ્રામ ના ગાવાના ૫૦ હજાર તેમજ ગ્રુપ સાથે પ્રોગ્રામ ના ૧ લાખથી વધુ ચાર્જ લેતા હતા.

બે લાખ રૂપિયા લે છે એક પ્રોગ્રામ ના ગીતાબેન હાલના પ્રોગ્રામ ના રૂપિયા ૨,૦૦,૦૦૦ (બે લાખ) થી વધારે પૈસા લે છે.ગીતાબેન કહે છે કે મારે અહીં સુધી પહોંચવા માટે ઘણાબધા સંઘર્ષો કર્યા છે.મને અહીં સુધી પહોંચવામાં ઘણાબધા લોકોનો મને સપોર્ટ મળ્યો છે.રાઘવ ડિજીટલ મનુભાઈ રબારી,દિપક પુરોહિત દિનેશભાઇ ભૂભડીયા અને ધ્રુવલ સોદાગર કે જેમને મને  “એકલો રબારી”,”માં-તારા આશીર્વાદ” જેવા ગીતમાં મને સપોર્ટ આપ્યો તેમજ સૌથી વધારે સપોર્ટ મારા માતા-પિતાનો રહ્યો છે.જેમને મને અહીં સુધી પહોંચવા માટે ખુબ જ મહેનત કરી છે.

રોણા શેરમાં ગીતે બદલી જિંદગી ગીતાબેન રબારીના પ્રથમ ગીતની વાત કરીયે તો એકલો રબારી,રોણા શેરમાં જેવા ગીતમાં એકટિંગ કરેલ છે.ગીતાબેન રબારી દ્વારા ગાયેલું ગીત “મસ્તી માં મસ્તાની મોજ માં રેવાની” અને “રોણા શેરમાં રે” લોકોને ખુબ જ પસંદ આવ્યું છે.તેમના ગીત તથા આલ્બમની વાત કરીયે તો “એકલો રબારી”,”મસ્તી માં મસ્તાની”,”રોણા શેરમાં”,”માં-તારા આશીર્વાદ” સહીત અનેક હિટ આલ્બમો બહાર પાડેલ છે.અને તેમનું સૌથી ફેમસ ગીત “રોણા શેરમાં રે” ૬ કરોડ થી પણ વધારે લોકો દ્વારા જોવાયું છે.

દરેક કલાકારો સાથે કર્યો પ્રોગ્રામ ગીતાબેન રબારી ગુજરાતના જાણીતા બધા જ કલાકારો જેવા કે કિંજલ દવે,ગમન સાંથલકિર્તીદાન ગઢવી,જીગ્નેશ કવિરાજ ઓસમાન મીર સહીત અનેક નામી અનામી કલાકારો સાથે કામ કરી ચુક્યા છે.ગાડીઓ ની શોખીન છે ગીતાબેન રબારી ના “રોણા શેરમાં રે” અને “એકલો રબારી” જેવા ઘણાબધા ગીતો લોકોમાં બહુ ફેમસ છે.ગીતાબેને પોતાની મહેનત અને માતાજીના આશીર્વાદ થી પોતાના ઘરને સદ્ધર કરનાર ગીતાબેન પહેલા સ્વીફ્ટ કાર અને હવે તાજેતરમાં ઇનોવા કાર લીધી છે.

માતા ને સૌથી વધુ પ્રેમ કરે છે ગીતાબેન જણાવે છે કે મારી નામનાથી સૌથી વધુ ખુશી મારી માતાને છે.મારે બે ભાઈ હતા, પરંતુ તેમનું અકાળે મૃત્યુ થતા હાલ હું અને માતા-પિતા એક જ છીએ.જોકે મારી મહેનત રંગ લાવતા રબારી સમાજ અને ગુજરાતભરમાં મારુ નામ બની ગયું છે.ગીતાબેને તેમના માતા-પિતાને કદી દીકરાઓની ખોટ વર્તાવા દીધી નથી.

ફેમિલી સ્પોર્ટ કર્યો આ સાથે જ ગીતાબેન ના કાકા ના દીકરા ભાઈશ્રી મહેશભાઈ રબારી પણ ગીતાબેન ને ખુબ જ સપોર્ટ કરે છે. પોતાને આ સ્ટેજ સુધી પહોંચવામાં તેમના ભાઈ મહેશભાઈ રબારીએ પણ ખુબ જ મહેનત કરી છે.અને આજે ગીતાબેન રબારીના પ્રોગ્રામથી લઈને રેકોર્ડિંગનું સંપૂર્ણ કામ તેમના મહેશભાઈ કરે છે.મિત્રો હાલમાં તો ગીતા બેન નું જીવન ખુબજ આલીશાન છે અને તે ખુબજ હાઇફાઈ જીવન જીવે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે મારા લગ્ન બાદ મારા પતિ મારા બેસ્ટ ફ્રેન્ડ વધારે છે તેમણે જણાવ્યુ હતું કે જ્યારે મારા પ્રોગ્રામમા મારા પતિ મારી સાથે હોય તો મારી હિમ્મત વધે છે અને દુનિયામા શુ ચાલે છે અને જેના વિશે મને ખબર નથી પડતી ત્યારે તેઓ મને ખુબજ સપોર્ટ કરે છે અને તે મારા પતિ કરતા તેઓ બેસ્ટ ફ્રેન્ડ વધારે છે.અને તેથી હુ તેમની દરેક વાત માનુ છુ જે મને ખુબજ પસંદ છે.

Advertisement