એક સમયે એક ઓરડામા રહેતો હતો આ અભિનેતા,પરંતુ આજે છે તેની પાસે કરોડોનો બંગલો..

0
61

મિત્રો નમસ્કાર આજે આલેખ દ્વારા તમારુ સ્વાગત કરિએ છે ચાલી રહેલા આ લોકડાઉનમા ફિલ્મોની રિલિઝ ઉઓર પ્રતિબંધ છે તો જે લોકો ફિલ્મ જોવાના શોખીન છે તેઓ આ સમયમા વેબ સિરિઝો જોવા લાગ્યા છે અને તેમા સૌથી વધારે પંકજ ત્રિપાઠી પસંદ કરવામા આવી રહ્યા છે મિત્રો આજે આપણે વાત કરીશુ પંકજ ત્રિપાઠી વિશે મિત્રો તેઓ એક સમાન્ય પરિવાર માથી આવીને બોલિવુડમા પોતાનુ એક અલગ ઓળખ બનાવી છે અને આજે દરેક લોકો તેમને જાણે છે.

પંકજ ત્રિપાઠી એ ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. તેણે 2004 માં રન અને ઓમકારાની નાની ભૂમિકાથી ડેબ્યૂ કર્યું હતું અને ત્યારબાદ 40 થી વધુ ફિલ્મો અને 60 ટેલિવિઝન શોમાં કામ કર્યું છે તેમજ ગેંગ્સ ઓફ વાસીપુર વેબ સિરીઝમાં તેની વિરોધી ભૂમિકા માટે તેમને દર્શકોના દિલમા એક અલગ ઓળખ બનાવી છે ત્રિપાઠીની પ્રગતિ 2012 માં આવી હતી.

મિત્રો પંકજ ત્રિપાઠી ફિલ્મોની દુનિયામાં પંકજ ત્રિપાઠી એક એવું નામ છે જે કદાચ બધાને પસંદ કરવામા આવશે અને પંકજે તેના અભિનયથી દરેકને તેના પ્રશંસક બનાવ્યા છે મિત્રો પંકજ ત્રિપાઠી જે બિહારના ગોપાલગંજમાં એક નાનકડા ગામના છે અને મુંબઇના મયનાગરીમાં તેનું ઘર આવેલુ છે મિત્રો એશ ઓ આરામની બધી જ સુવિધાઓ છે અને તેમણે મુંબઈમાં પોતાનું ઘર પણ ખરીદી લીધું છે તો મિત્રો ચાલો જોઈએ કે અંદરથી પંકજ ત્રિપાઠીનું ઘર કેવુ લાગે છે.

મિત્રો આજે બોલીવુડની ફિલ્મો અને વેબ સિરીઝમાં એક નામ સૌને ગમતું બની ગયું છે અને એ નામ છે પંકજ ત્રિપાઠીનું આજે પંકજ ત્રિપાઠી એક આલીશાન જીવન વિતાવી રહ્યા છે અને બોલીવુડના એક સફળ અભિનેતા તરીકે પણ જાણીતા બન્યા છે પરંતુ જયારે તેમને મુંબઈમાં પગ મુક્યો ત્યારે તેમનું જીવન ખુબ જ અલગ હતું તેમજ મિત્રો તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પંકજે તેમના સંઘર્ષ કાળ વિશે વાત કરી હતી જેમા તેમણે કહ્યું હતુ કે તે સમયે તેમની પાસે કોઈ કામ નહોતું જેના કારણે તેમની પત્નીએ મુંબઈની એક સ્કૂલમાં ભણાવવા જવું પડતું હતું અને તેમાંથી ઘરનો ખર્ચ ચાલતો હતો તેમજ તેમણે કહ્યું કે તેઓ તે સમયે રોજિંદા ખર્ચ માટે પત્નીના પગાર પર આધાર રાખતા હતા.

જોકે પંકજે એમ પણ કહ્યું હતું કે તેમની સ્ટ્રગલ સ્ટોરી એટલી પણ દુઃખી નથી ન તો તેમણે સ્ટ્રીટ લાઇટની નીચે બેસવું પડ્યું હતું કે ન તો તેમણે રેલ્વે સ્ટેશન પર સૂવું પડ્યું હતું જો કે તેઓએ એક નાનકડા મકાનમાં રહેતા હતા અને આજે પંકજ આ યાદોને શાનદાર માને છે તેમજ પોતાના નવા મકાન વિશે મીડિયા સાથે વાત કરતા પંકજે કહ્યું હતુ કે જ્યારે અમે મડ આઇલેન્ડ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા ત્યારે મૃદુલા ઈમોશનલ થઈ ગઈ હતી અને મારે આ પહેલાં આવું ઘર ખરીદવાનું કોઈ સ્વપ્ન નહોતું અને મને અને મારી પત્નીને મુંબઈમાં બસ એક ઘર જોઈતું હતું જે અમે થોડા વર્ષો પહેલા ખરીદ્યું હતું પરંતુ આ મડ આઇલેન્ડ એપાર્ટમેન્ટ અમારા માટે એક બોનસ જેવું હતુ.

પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલ ગંજના એક સામાન્ય ખેડૂતનો દીકરો છે પરંતુ આજે તેને બોલીવુડમાં એક ખુબ જ મોટું નામ હાંસલ કરી લીધું છે તેમજ પંકજ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર તેમને દારૂડિયાઓ અને દગાખોટો વચ્ચે જીવન વિતાવ્યું છે અને તેના જ કારણે માણસ અચ્છાઈ તરફ ત્યારે જ ભાગે છે જયારે તે કોઈ ખરાબ જોઈ ચુક્યો હોય છે મિત્રો કદાચ બધાએ ફિલ્મ ગેંગ ઓફ વાસેપુર જોઈ હશે એમાં એક પાત્ર આવે છે જે કે છે કે આ વાસેપુર છે અહીં કબૂતર પણ એક પાંખ થી ઉડે છે અને બીજી થી પોતાની આબરૂ બચાવે છે આ ડાયલોગ બોલવા વાળા ભાઈને પંકજ ત્રિપાઠી કહે છે જેને સુલતાન ના નામ થી ઓળખવામા આવે છે.

મિત્રો તે સિવાય ઘણી બધી ફિલ્મો માં કામ કરનાર પંકજ ત્રિપાઠી આજ યુવાનો ના દિલ માં વશે છે અને એક પછી એક હિટ ફિલ્મો કરી રહયા છે પણ ઘણા ઓછા લોકો એમનું અસલ નામ જાણે છે ગેંગ ઓફ વાસેપુર પછી ફિલ્મ ન્યુટન માં એક ડાયલોગ છે લખીલો કોઈ નથી આવતું આ ડાયલોગ ના સોસીયલ મીડિયા માં ઘણા મિમ્સ બન્યા હતા અને તો પણ એમનું નામ કોઈ નથી જાણતુ તમને જણાવી દઈએ કે પંકજ ત્રિપાઠી બિહાર ના છે અને એક એવા ગામના છે જ્યાં હમણાં ત્રણ વર્ષ પહેલાં લાઈટ આવી હતી અને રોડ તો હજુ પણ નથી એમણે ગેંગ ઓફ વાસેપુર, સ્કેયડ ગેમ ન્યુટન, બરેલી ની બરફી જેવી ઘણી ફિલ્મો માં અભિનય કર્યો હતો.

ફિલ્મોમાં આવવા માટે પંકજને ખુબ જ મહેનત કરવી પડી હતી અને તેના ઘરમાં એક સમય તો એવો હતો કે ઘરનું ગુજરાન તેના પત્નીના પગાર ઉપર જ ચાલતું હતું અને વર્ષ 2004માં પંકજ મુંબઈમાં અભિનેતા બનવાનું સપનું લઈને આવ્યો હતો અને ત્યારે પંકજના દિવસો ખુબ જ ગરીબીમાં વીતી રહ્યા હતા તેમજ પંકજ ત્રિપાઠીએ વર્ષ 2019 માં મુંબઈના મડ આઇલેન્ડમાં પોતાનું સપનાનું મકાન ખરીદ્યું હતું.
નવા ઘરના પૂજાના ફોટા એક્ટર દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યા હતા તેમજ પંકજ ત્રિપાઠી જે મુંબઇના પોશ વિસ્તારમાં પોતાનો આશ્રય બાંદ્યો હતો તે એક સમયે પરિવાર સાથે એક ઓરડાના મકાનમાં રહેતો હતો.

પંકજ ત્રિપાઠીનો પરિવાર આર્થિક રીતે નબળો હતો પરંતુ તેણે તેની સપનાની રીત પર તેની મજબૂરી આવવા દીધી નહીં અને એન એસ ડીમાંથી અભિનયનો અભ્યાસક્રમ લીધા પછી જ્યારે પંકજ મુંબઇ પહોંચ્યો ત્યારે ત્યાં ન તો રહેવાની જગ્યા હતી અને ન તો કામ પરંતુ પંકજના સંઘર્ષના દિવસો દરમિયાન તેમની પત્ની મૃદુલાએ તેમનો દરેક રીતે ટેકો આપ્યો હતો અને પંકજની પત્ની નોકરી કરતી હતી તેમજ મૃદુલાનો પગાર પણ ઘરે જતો અને પંકજ તેના ખર્ચ માટે લેતો હતો.