રોજ સવારે વાસી રોટલી અને દૂધ ખાવ, શરીરને થશે કમાલના ફાયદા

0
139

સામાન્ય રીતે દરેકના ઘરે રોજ ઘઉંની રોટલી જ બનતી હોય છે. ક્યારેક રોટલી વધી પડે તો તેને ગાય-કૂતરાને ખવડાવી દઈએ છીએ. ઓછા લોકો વાસી રોટલી ખાવાનું પસંદ કરે છે. રોટલીના બદલે ભાખરી હોય તો બીજા દિવસે ચા કે દૂધ સાથે નાસ્તામાં ખાઈ લઈએ છીએ. પણ શું તમે જાણો છો કે વાસી રોટલીની સાથે દૂધ ખાવાથી શરીરને અદ્ભૂત લાભ થાય છે. રોટલી અને દૂધ ખાવાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે.

બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા લોકો માટે વાસી રોટલી રામબાણ ઈલાજ છે. જો હાઈ બીપી રહેતું હોય તો સવારે હૂંફાળા દૂધ સાથે રોટલી ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. રોજ સવારે આ રીતે વાસી રોટલી અને દૂધ ખાવાથી થોડા દિવસમાં જ ફરક દેખાશે.

પેટ સંબંધિત દરેક પ્રકારની બીમારી દૂર કરવામાં વાસી રોટલી કારગત છે. ઘઉંના લોટમાંથી બનેલી રોટલીમાં પૂરતી માત્રામાં ફાયબર હોય છે, જે પાચન સારું કરે છે. જો તમને કબજિયાત, એસિડિટી, પેટમાં બળતરા કે પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તો નિયમિત રૂપે સવારે ગરમ દૂધમાં વાસી રોટલી પલાળીને ખાવાથી પેટનો વિકાર દૂર થાય છે.

તમે ખૂબ પાતળા હો અથવા શરીરમાં નબળાઈ હોય તો રોજ સવારે વાસી રોટલી અને દૂધ ખાવા જોઈએ. હકીકતે વાસી રોટલી શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને શરીરને તાકાત તેમજ ઉર્જા પૂરી પાડે છે. જેના કારણે આખા દિવસ દરમિયાન શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે.