શરીરની ચરબી ઘટાડવા માટે બેસ્ટ છે આ 5 કસરત

0
103

શરીરનું વજન વધવાનું કારણ શરીરમાં જમા થતી વધારાના ચરબી હોય છે. આ ચરબી શરીરને બેડોળ બનાવે છે અને અનેક રોગને આમંત્રણ આપે છે. શરીરમાં જામતી ચરબીને દૂર કરવાનો બેસ્ટ રસ્તો કસરત છે. વજન ઘટાડવા માટે આમ તો અનેક પ્રકારની કસરતો હોય છે પરંતુ સૌથી ઝડપથી અસર કરતી કસરત નીચે દર્શાવવામાં આવી છે. આ કસરતની મદદથી તમે ઝડપથી શરીરની ચરબીને દૂર કરી શકો છો.

લો બેલી લેગ રીચ

આ કસરત ખાસ કરીને એબ્સ, પેટ અને સાથળના ભાગ માટે છે. તેના માટે સૌથી પહેલા જમીન પર સીધા સુઈ હાથને માથા પાછળ રાખો હાથથી માથાને આગળ કરી અને કમરને આગળની તરફ કરી માથાને ઘુંટણ સુધી લઈ જવાનો પ્રયત્ન કરો. ઘુંટણને 90 ડિગ્રી સુધી રાખો. આ કસરત કરતી વખતે ઘુંટણ અને માથાને ઉપરની તરફ લઈ જવા. આ અવસ્થામાં 3થી 5 સેકન્ડ રહેવું અને ફરીથી સીધા સુધી આ કસરત રીપીટ કરવી.

ટીઝર

આ એક પાઈલેટ્સ મૂવ છે. તેના માટે મેટ પર સીધા સુઈ જાઓ. હવે પગને ઉપર ઉઠાવો અને ઘુંટણને 90 ડિગ્રી સુધી વાળો. પેટને અંદરની તરફ ખેંચો અને હાથને માથાની ઉપરની તરફ લઈ જાઓ અને જમીનને સ્પર્શ કરો. ધીરેધીરે પગને નીચે લાવો અને ત્યારબાદ હાથને સીધા જમીન પર લાવો. આ કસરતના 15 રૈપ્સ કરવા.

પ્લૈંક

આ કસરત કરવા માટે જમીન પર ઊંધા સૂઈ જવું. બંને હાથની કોણી અને પગના પંજાને જમીન પર ટેકો આપી શરીરને ઉપર લઈ જવું. હાથ પર વજન રાખી આ મુદ્રામાં 30 સેકન્ડ રહો. આ કસરત કરવાથી પેટની ચરબી ઘટે છે.

એડવાંસ લેગ ક્રંચ

આ કસરતથી સાથળ, પેટ અને બેલી ફેટ ઘટે ચે. તેના માટે જમીન પર સીધા સુઈ જાઓ અને બંને પગ વચ્ચે 1થી 5 કિલોના વજનનું ડંબલ રાખો. હવે હથેળીને જમીન પર રાખો અને પગને શરીરના ઉપરના ભાગ તરફ ખેંચો અને પછી તેને ફરીથી સીધા કરો. આ કસરત કરવામાં ઘુંટણ પર વાળવા જરૂરી છે.

ડોન્કી કિક બૈક્સ

આ કસરત કરવાથી કેલરી બર્ન થાય છે. સૌથી પહેલા ઘુંટણ અને હથેળીના જોરે જમીન પર શરીર રાખો. હવે ડાબા ઘુંટણને હવામાં ઊંચો કરી અને શરીર પાસે લઈ જવાનો પ્રયત્ન કરો. આ ક્રિયા એક પછી એક બંને પગ સાથે કરવી. 1 મિનિટ માટે આ કસરત કરવી.