ફક્ત 16 મહિનાના બાળકને નાકમાં માં હતી ગાંઠ દુનિયાનું સૌથી નાની વયના બાળકનું ઓપરેશન જાણો કેવી રીતે થયું….

0
155

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે ચંદીગઢના એન્ડોસ્કોપિક સર્જનએ 16 મહિનાની બાળકી અમાયરાના કેલસિફાઇડ મગજની ગાંઠની સારવાર કરીને ઇતિહાસ રચ્યો. ડોકટરો કહે છે કે અમાયરા ન્યુરોએન્ડોસ્કોપી કરાવતી વિશ્વની સૌથી નાની બાળકી બની ગઈ છે,જેમાં તેના નાકમાંથી ગાંઠ દૂર કરવામાં આવી હતી.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે આ દુર્લભ ઑપરેશન ડોકટરોની નિષ્ણાંત ટીમે કર્યું હતું.આમાં ડો.ધંધાપાની એસ.એસ,ડો.સુશાંત ન્યુરો સર્જરી વિભાગના હતા અને ડો.રિજુનીતા ઇ.એન.ટી.વિભાગના હતા.અમાયરા ઉત્તરાખંડની રહેવાસી છે.છેલ્લા 20 દિવસથી તે તેની માતાને યોગ્ય રીતે જવાબ નથી આપી રહી.તેને જોવામાં પણ તકલીફ થઈ રહી હતી.તેને જ્યારે એમઆરઆઈ કરાવ્યો ત્યારે તેને ક્રેનોઓફેરિન્ગોઇમા,ઑપ્ટિમિક ચેતા અને હાયપોથાલેમસની નજીક 3 સે.મી.ની ગાંઠ હતી,જે એક વર્ષની બાળકી માટે ખૂબ મોટી હતી.

ડોક્ટરે કહ્યું કે આવી ગાંઠો ખુલ્લી સર્જરી દ્વારા દૂર કરવામાં આવે છે અને બાકીના ભાગમાં રેડિયેશન થેરેપી કરવામાં આવે છે,પરંતુ હવે આવી કામગીરી નાક દ્વારા કરવામાં આવે છે.ઇએનટી સર્જનો આમાં સામેલ છે.આ ફક્ત 6 વર્ષથી વધુ વયના લોકો માટે જ થાય છે,પરંતુ અમાયરા તે કરવામાં સૌથી નાની વયની છોકરી છે.આ પહેલા આ ઓપરેશન અમેરિકાના સ્ટેનફોર્ડમાં 2 વર્ષના બાળક પર કરવામાં આવ્યું હતું,જે આવી ઓપરેશન કરનારી દુનિયાની સૌથી નાની ઉંમરની બાળક હતી.

નાના બાળકોમાં,નાકમાંથી ગાંઠને દૂર કરવું એકદમ પડકારજનક છે કારણ કે તેમના નસકોરા ખૂબ નાના,અવિકસિત હાડકાં હોય છે,રક્ત વાહિનીઓ એકબીજાની નજીક હોય છે.આ કામગીરી દરમિયાન ખૂબ નાના સાધનનો ઉપયોગ કરવામાં આવ્યા હતા.ડોક્ટર સુશાંત કહે છે કે નાક અને હાડકાં પુખ્ત ન હોવાથી ગાંઠ સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું.ડોક્ટરે કહ્યું કે આ સર્જરી પણ મુશ્કેલ હતી કારણ કે મગજની ગાંઠને દૂર કરતી વખતે,નાકમાંથી મગજનું પ્રવાહી નીકળવાનું જોખમ રહેલું છે.પરંતુ 6 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં ડોકટરોએ સફળતા હાંસલ કરી અને અમાયરાને આઈસીયુમાં ખસેડવામાં આવી.સર્જરી પછીના 10 દિવસ પછી,બાળકી સ્વસ્થ થઈ રહી છે,તેની દ્રષ્ટિ સુધરી રહી છે,બધા સામાન્ય સીટી સ્કેનમાં આવી રહ્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.દાંતીવાડા ખાતે રાવળાવાસ સીમમાં આવેલા એક ખેતરમાં સપ્તાહ અગાઉ રમતી પાંચ વર્ષની બાળકીના પેટમાં બંદૂકની ગોળી વાગી હતી. તેણીનું પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાયું છે. આ ગોળી દાંતીવાડા ફાયરિંગ રેંજમાંથી આવી હોવાના આક્ષેપ સાથે બાળકીના પિતાએ દાંતીવાડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

દાંતીવાડા રાવળાવાસ વિસ્તારમાં રહેતા ભૂરબા અને ધુળસિંગ વાઘેલાની દીકરી સૂર્યાબા (ઉ.વ.7) સપ્તાહ અગાઉ પેટમાં બંદુકની ગોળી ઘૂસી ગઇ હતી. તેણીનું પાાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી છે. આ ઘટના અંગે ધુળસિંગે જણાવ્યું હતુ કે, તારીખ 4 ડિસેમ્બરના રોજ પુત્રી ખેતરમાં રમતી હતી. ત્યારે બપોરે 1.00 કલાકની આસપાસ અચાનક બીએસએફ ફાયરિંગ રેંજ તરફથી આવેલી બંદૂકની ગોળી તેના પેટના ભાગે ઘૂસી ગઇ હતી. આથી તે બૂમ પાડી નીચે પડી ગઇ હતી.

આ અંગેની જાણ થતાં અમે તેને તાત્કાલિક દાંતીવાડા હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંથી પાલનપુરની બાળકોની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, ઓપરેશન કરવાનું હોઇ અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડી તારીખ 7 ડિસેમ્બર 2020ના રોજ તબીબે ઓપરેશન કરી તેના પેટમાંથી બંદૂકની ગોળી બહાર કાઢી હતી. આ ગોળી કેવી રીતે અને કોના દ્વારા છોડવામાં આવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે દાંતીવાડા પોલીસ મથકે જાણવાજોગ અરજી આપી છે.

બાળકીના પેટનું ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી છેે. જોકે, ગોળી વાગ્યા પછી લાંબા સમય બાદ તેને હોસ્પિટલમાં લઇ આવ્યા છે. ઘા રૂઝાઇ ગયો છે. જેથી બાળકી ગોળી ગઇ છે કે, તેને ગોળી વાગી છે. તે નક્કી નથી. તેના એક્ષરે સહિતના ડોક્યુમેન્ટ મેડીકલ લીગલ હોઇ જાહેરમાં આપી ન શકું.દાંતીવાડા ફાયરિંગ રેંજ ઉપર બીએસએફ ઉપરાંત પોલીસના જવાનો દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવે છે. જોકે, આવી રીતે ગોળી દૂર જાય એવું શક્ય નથી. અગાઉ કદી બન્યુ પણ નથી. છતાં આ અંગે તપાસ કરવામાં આવશે.

અમારા વિસ્તારમાં ગોળીઓ આવવાની ઘટના ઘણા સમયથી બની રહી છે.ઘાસચારો લેતા હોય કે સવારે ચા પીતા હોય ત્યારે ઘણી વખતે ગોળીઓ આવે છે. બહુ ડર લાગે છે. ખરેખર ફાયરિંગ કરતા હોય એમણે ખબર રાખવી જોઇએ.ફાયરિંગ થાય છે,ત્યારે એકોતરે ને એકોતરે ગોળીઓ આવે છે: ધુળીબેન સ્થાનિક.જ્યારે જ્યારે ફાયરિંગ થાય છે, ત્યારે સનન અવાજ કરતી ગોળીઓ એકોતરે ને એકોતરે આવે છે. જે મકાનોની દિવાલ સાથે અથડાય છે. કેટલીક વખત અમને અમારા પશુઓને પણ વાગવાની દહેશત રહે છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વાળ ખાવાની આદત ધરાવતી પાટણની ચાર વર્ષથી બાળકીના પેટમાંથી બે ફૂટ લાંબું (૬૦ સે.મી.) વાળનું ગૂંચળું દૂર કરવાની અભૂતપૂર્વ સર્જરી કરીને અમદાવાદ સિવિલના તબીબોએ તેને નવજીવન આપ્યું હતું. આટલી નાની બાળકી પર આ પ્રકારની સર્જરી એ પ્રથમ ઘટના હોવાનો દાવો તબીબોએ કર્યો છે.
સિવિલ હોસ્પિટલનાં બાળકોનાં વિભાગનાં એસોસિએટ પ્રોફેસર ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, પાટણનાં સમી તાલુકાનાં પડાલા ગામમાં રહેતા.

મિત્રો શ્રમજીવી નવઘણભાઈ ઠાકોરની ચાર વર્ષની દીકરી સિદ્ધિને વારંવાર પેટમાં દુખાવો તેમજ ૧૫ દિવસે વોમીટ થવાની તકલીફ હતી. જેથી તેઓ સ્થાનિક ડોકટર પાસે દવા લેતાં અને દર્દમાં ફેર પડી જતો હતો. પરંતુ, બાળકીને પેટમાં સખત દુખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં લવાઈ હતી. બાળકીની મેડિકલ તપાસમાં સિટી સ્કેન કરતાં તેની હોજરીમાં વાળનું ગૂંચળું દેખાયું હતું.

જેથી ગત ૧૮મીએ હોસ્પિટલનાં બાળ વિભાગનાં પ્રોફેસર અને વડા ડો. પી. કે. દવેનાં માર્ગદર્શનમાં ડો. જે.સી. મકવાણા સહિતની છ ડોકટરોની ટીમે બે કલાકનું ઓપરેશન કરી, હોજરીમાંથી ૬૦ સે.મી. લાંબુ વાળનું ગૂંચળું અને આગળાનાં નાના આંતરડામાં જતી પૂંછડીમાંથી ગાંઠ દૂર કરાઈ હતી.વિશ્વમાં પ્રથમવાર ૪ વર્ષની બાળકી પર આવી સર્જરી,મેડિકલ લિટરેચરમાં સમગ્ર વિશ્વમાં આવી કુટેવની કારણે ૪૦ જેટલી સર્જરી કરાયાની નોંધ છે, જેમાં ૧૦ કેસ ભારતનાં છે. અત્યાર સુધીમાં નાની વયમાં સાત વર્ષનાં બાળકની સર્જરી કરવામાં આવી છે.

મિત્રો જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાર વર્ષની બાળકીની સફળ સર્જરી કરાતાં વિશ્વમાં પ્રથમવાર ચાર વર્ષની નાની બાળકીનાં પેટમાંથી વાળનું આવડું ગૂંચળું કઢાયું છે.હોજરી અને આંતરડામાં વાળનું ગૂંચળું એટલું મોટું હતું કે, જો તાત્કાલિક નિદાન કરીને કઢાયું ન હોત તો, હોજરી અને આંતરડામાં અટકાવ પેદા થતાં, દબાણને કારણે હોજરી કે આંતરડું ફાટી જવાથી રકતસ્ત્રાવ થવાનું જોખમ હતું. વળી બાળકીનું વજન અને હિમોગ્લોબીન ઘણું ઓછું હોવાથી આવા કેસમાં જીવનું જોખમ રહેવાની સંભાવના વધી જાય છે, તેમ તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement