ફકત આટલું કરો ક્યારે પણ શરીરમાં કમજોરી નહીં આવે. જાણો કઈ વસ્તુ ખાવાથી થશે આ ફાયદોઓ…

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું. એવા ઘણા ખોરાક છે જે શરીરની પાચક શક્તિને મજબૂત બનાવે છે. તેના સેવનને કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આપણને રોગોથી દૂર રાખે છે.આજે આપણે એવા કેટલાક ખોરાક વિશે વાત કરીશું જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

Advertisement

ચણા.સવારે ફાયબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ વગેરે પોષક તત્વોથી ભરપૂર ચણા ખાવાથી ઘણા ફાયદા થાય છે. વજન ઘટાડવામાં, ડાયાબિટીઝને રોકે છે, હાડકા માટે, હૃદયના હડતાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એક મુઠી ચણાને રાતમાં અઠવાડિયામાં 3 થી 4 વાર પલાળીને રાખો સવારે તેને ખાઈ લો. જો તમે ચાહો તો તેને ગોળની સાથે પણ ખાઓ. ચણામાં રહેલું અલ્ફા લિનોલેનિક એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને હાર્ટ એટેકથી બચાવે છે. ચણામાં રહેલાં એમિનો એસિડ્સ સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે, ટેન્શન અને સ્ટ્રેસને દૂર રાખે છે. ચણામાંથી દૂધ અને દહીં જેટલું કેલ્શિયમ મળી રહે છે, જે હાડકાંને તંદુરસ્ત અને મજબૂત રાખે છે. ચણામાં ભરપૂર પ્રમાણમાં ફોસ્ફરસ હોય છે જે હીમોગ્લોબિનના લેવલને વધારે છે અને કિડનીમાંથી વધારાના ક્ષાર બહાર કાઢે છે.

મગ.મગમાં પ્રોટીન, ફાઈબર, ખનિજો અને વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે. આ કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે. તે કેન્સર જેવા જોખમી રોગો સામે પણ રક્ષણ આપે છે. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સવારે મગનું સેવન ફાયદાકારક છે. હાઈ બીપીવાળા દર્દીઓએ ખાસ કરીને મગનું સેવન કરવું જોઈએ. મગનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. માટે ફણગાવેલા મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. જો કે તે શક્ય ન હોય તો તેનો વઘાર કરીને લંચમાં ખાવાથી પણ હેલ્થ બેનિફિટ્સ મળી રહે છે.

બદામ.બદામમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર, પ્રોટીન, વિટામિન ઇ અને અન્ય ખનિજો મળી આવે છે. રાત્રે પલાળેલી બદામ ખાવી ખૂબ ફાયદાકારક છે. તે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે. તે પાચનમાં વધારો કરે છે. તે મનને સ્વસ્થ રાખે છે. બ્લડ પ્રેશરનું નિયમન કરે છે. એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર બદામનું સેવન તનાવ દૂર કરવામાં મદદ કરે છે. તેને ખાવામાં દિમાગ રિલેક્સ હોય છે. જેથી તમે તનાવથી બચી શકો છો. તે સિવાય તેના સેવનથી ડિપ્રેશનની સમસ્યાથી પણ બચાવે છે.

ખજુર.ખજૂરમાં આયર્ન ભરપુર માત્રા હોય છે, જે શરીરમાં લોહી વધારે છે. પ્રોટીન, ફાઇબર, વિટામિન, ખનીજ અને કાર્બોહાઈડ્રેટ પણ ખજૂરમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ખજૂર ખાવાથી એનિમિયા જેવા રોગો દૂર રહે છે. ખજૂર બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે, મેમરીને વેગ આપે છે, થાક દૂર કરે છે. સવારે ખજૂર ખાવાથી શરીરને સ્ફૂર્તિ અને શક્તિ મળે છે. ખજૂરમાં ગ્લૂકોઝ વધારે પ્રમાણમાં હોય છે.એવામાં તેનાથી બોડીને એનર્જી મળે છે. દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે. જેનાથી ત્વચામાં ચમક આવે છે. દૂધ અને ખજૂરમા રહેલા આર્યન લોહીની ઉણપને એટલે કે એનીમીયાથી બચવામાં કારગર રહે છે. ખજૂરને પાણીમાં ઉકાળીને તેમાં ૨-૩ ગ્રામ મેથી દાણાનું ચૂર્ણ ભેળવીને રોજ ખાવાથી મહિલાઓનો કમરના દુખાવામાંથી રાહત મળે છે.

કિસમિસ.કિસમિસમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબરથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાના ઘણા ફાયદા છે. રાત્રે 7 થી 8 કિસમિસને પાણીમાં પલાળી રાખો. સવારે તેને પીવો. દરરોજ આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કિસમિસ તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે, દુર્ગંધ દૂર કરે છે, શક્તિ વધારે છે અને એનિમિયાને અટકાવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે નાના બાળકોને દિવસમાં 3 થી વધુ કિસમિસ ન આપો. વૃદ્ધાવસ્થમાં કિસમિસ ન માત્ર સ્વાસ્થની રક્ષા કરે છે પરંતુ આયુષ્યને પણ વધારે છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ રોગી માટે તે વિશેષ રીતે લાભદાયક છે. ઘણાં રોગોમાં તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. રોજ 10 દાણા કિસમિસ ખાવી જોઈએ.જેથી આજે અમે તમને કિસમિસના કેટલાક ઔષધીય ગુણો વિશે જણાવાના છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર

Advertisement