ફક્ત કાર્તિક જ નહીં પરંતુ બોલીવૂડના નાં આ કલાકારો પણ લાવી ચૂક્યાં છે લેમ્બરગીની, જુઓ ફોટા….

0
62

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે કાર્તિક આર્યન હાલ જ બ્રાન્ડ ન્યુ કાર લેમ્બોર્ગિનીના માલિક બન્યા છે. તેણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તે પોતાની કાર સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.

Advertisement

કોરોના નેગેટિવ આવ્યા પછી કાર્તિકે આ કાર સાડા ચાર કરોડ રૂપિયામાં ખરીદીને પોતાને ગિફ્ટ કરી છે.હવે કાર્તિકનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેની કારની સામે નમી રહ્યો છે. વિડીયોમાં તે કારની બહાર નીકળી ને તેને નમન કરે છે. આ પહેલા કાર્તિકે તેની કાર સાથેનો એક વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું – ‘

ખરીદી લીધી’પણ હું કદાચ મોંઘી ચીજો માટે બન્યો જ નથી’. ખરેખર, નવી કારની ઉજવણીમાં, ઉજવણી દરમિયાન શો-રૂમમાં ફુગ્ગાઓ ફોડવામાં આવે છે. ત્યારે તેના અવાજથી કાર્તિક ચોંકી જાય છે. કાર્તિકના ચાહકો તેમને નવી કાર માટે અભિનંદન આપી રહ્યા છે, સાથે સાથે અનેક હસ્તીઓએ પણ કમેન્ટ દ્વારા કાર્તિક માટે ખુશી વ્યક્ત કરી રહી છે. ભૂમિ પેડનેકરે, જે કાર્તિકના સહ-કલાકાર હતા, તેમણે લખ્યું હતું- ‘તમે એક મોંઘી ચીજ છો’.

આ ઉપરાંત ડબ્બુ રતનાની, મનીષ મલ્હોત્રા અને અનુભવ સિંહા સહિતના અન્ય લોકોએ પણ કાર્તિકને અભિનંદન પાઠવ્યા હતા.બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનનો 5 એપ્રિલના રોજ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કાર્તિક આર્યને હાલમાં જ 4.5 કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની યુરુસ ખરીદી છે. કાર્તિકે ખાસ આ કાર ઈટાલીથી મગાવી છે.ત્રણ મહિના રાહ જોવા તૈયાર નહોતો સૂત્રોના મતે, કાર્તિકે સ્પેશિયલ ઈટાલીથી એરલિફ્ટ કરીને કાર ભારત મગાવી છે.

સામાન્ય રીતે લેમ્બોર્ગિની માટે ત્રણ મહિનાનો વેઈટિંગ પિરિયડ હોય છે, જોકે કાર્તિક રાહ જોવા તૈયાર નહોતો. કાર્તિકે સ્પેશિયલી 50 લાખ રૂપિયા વધારે આપીને કાર ભારત મગાવી છે.ઉલ્લેખનીય છે કે હાલમાં કાર્તિક આર્યન ‘ભૂલ ભુલૈયા 2’ના શૂટિંગમાં વ્યસ્ત હતો, જોકે આ દરમિયાન તેને કોરોના થયો હતો. 14 દિવસ ઘરમાં આઈસોલેટ રહ્યા બાદ કાર્તિક આર્યનનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે.

કાર્તિક આર્યનના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો ‘ભૂલ ભુલૈયા 2’ ઉપરાંત ‘ધમાકા’, ‘દોસ્તાના 2’, ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી 2’ જેવી ફિલ્મ છે. કાર્તિકે માત્ર 10 દિવસમાં ‘ધમાકા’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું.2019માં મિની કૂપર કાર ખરીદી હતી 2019માં કાર્તિકે પોતાની માતાને મિની કૂપર કાર ગિફ્ટમાં આપી હતી. 2017માં કાર્તિકે બી એમ ડબ્લ્યૂ ખરીદી હતી.કાર્તિક  કહે  છે કે કોઈ  પણ સફળ હીરોને  ઈર્ષ્યા  આવે એવી કારકિર્દી  હોવા છતાં એ હજી બદલાયો નથી.

પરંતુ  શરૂઆતના સંઘર્ષમય  સાત વરસ એને ઘણું શીખવી ગયા  છે. નિષ્ફળતાઓએ  એને બોધ  આપ્યો  છે કે ભવિષ્યમાં  સફળતા મળશે  તો પણ એ  હંગામી  હશે કાયમી નહીં.હવે  એણે  પરિણામને  નહિ પરંતુ  કામને  પ્રાધાન્ય આપે છે કાર્તિકની  નેક્સ્ટ  રિલીઝ લવ આજ કલનું  શૂટીંગ આટોપાઈ  ગયું  છે જેમાં એની  હીરોઈન  સારા અલી ખાન  છે.

તો કોલિનડી’  કુન્હાએ  ડિરેક્ટ  કરેલી દોસ્તાના – ટુનું  શૂટીંગ  પણ અંતિમ  તબક્કામાં  છે.  જેમાં એની  હીરોઈન  જ્હાન્વી  કપૂર  છે. બીજી અન્ય  ફિલ્મો  માટે પણ વાટાઘાટ  અંતિમ તબક્કામાં છે. જેની જાહેરાત  હોળીની  આસપાસ  કરવામાં આવશે.જો કે કામની  વ્યસ્તતા  કાર્તિકને  એક  રીતે સાલે  છે.  હવે એ  અગાઉની  જેમ એકલો  કે મિત્રો  સાથે  પ્રવાસ નથી  ખેડી  શકતો.તો  ક્રિકેટ  અને ફૂટબોલ  જેવી પ્રિય  રમતો માટે પણ  એની પાસે સમય નથી.કાર્તિક  જાણે  છે  કે  હાલમાં  એની ઉપર કોમિક  અભિનેતાનું  લેબલ  મારી  દેવામાં આવ્યું  છે.

પરંતુ આ જોનરને  કારણે એને  દર્શકોનો   પ્રેમ અને આદર  મળ્યા છે.પરંતુ બોલીવૂડમાં  એકદમ  એસ્ટાબલિશ  થયા પછીએ  ડ્રામા અને એક્શન  ફિલ્મો પણ  કરવા  માંગે  છે.હકીકતમાં  પહેલી પ્યાર કા પંચનામા  પછી એની બીજી  ફિલ્મ આકાશવાણી  હતી.  જેમા  પતિ દ્વારા  થયેલા બળાત્કારના વિષયને  સ્પર્શવામાં આવ્યો હતો.પરંતુ બોેક્સ  ઓફિસ પર એ ઊંધે માથે પછડાઈ હતી. જેને કારણે  એ કારકિર્દીના  એ તબક્કે  ઝાઝુ  જોખમ  ખેડવા ન’તો ઈચ્છતો .પરંતુ  હવે સફળતાએ  એને સાહસ ખેડવાનું  જોમ  અપાવ્યું  છે. હવે એની લવ-આજ-કલ  રિલીઝ થવાને  આરે  છે.  ૨૦૨૦માં  એના ચાહકોને અને દર્શકોને  કાર્તિક આર્યનનો  નવો  અંદાજ અને  લુક જોવા મળશે.

આ સેલેબ્સ પાસે પણ છે લેમ્બોર્ગિની પ્રભાસ બાહુબલી’ ફૅમ પ્રભાસના કાર કલેક્શનમાં નવી કારનો ઉમેરો થયો છે. પ્રભાસે તાજેતરમાં જ લેમ્બોર્ગિની અવેન્ટાડોર ખરીદી છે. માનવામાં આવે છે કે આ કાર છ કરોડ રૂપિયાની છે. પ્રભાસની લેમ્બોર્ગિની ઓરેન્જ રંગની છે.રોહિત શેટ્ટી 2019માં ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ 3 કરોડ રૂપિયાની કિંમતની લેમ્બોર્ગિની ખરીદી હતી.

રોહિત શેટ્ટીએ પીળા રંગની લેમ્બોર્ગિની યુરુસ ખરીદી હતી.રણવીર સિંહ રણવીર સિંહ પાસે 2020માં ખરીદેલી લાલ રંગની લેમ્બોર્ગિની યુરુસ છે. સૂત્રોના મતે આ કારની ઓન રોડ કિંમત 3.42 કરોડ રૂપિયા છે.ઈમરાન હાશ્મી ઈમરાને થોડાં વર્ષ પહેલાં સ્પોર્ટ્સ કાર લેમ્બોર્ગિની અવેન્ટાડોર ખરીદી હતી. પીળા રંગની આ કારની કિંમત 5.65થી 6.28 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે.

લેમ્બોર્ગિની અવેન્ટાડોરમાં અત્યંત પાવરફુલ વી 12 એન્જિન લાગેલું છે. આ કાર ત્રણ જ સેકન્ડમાં 0થી 100 કિમી કલાકની સ્પીડ પકડી લે છે.મલ્લિકા શેરાવત મલ્લિકાએ લેમ્બોર્ગિની અવેન્ટાડોર એસ વી કાર થોડાં વર્ષ પહેલાં ખરીદી હતી. આ કારમાં વી 12 એન્જિન લાગેલું છે અને આ કાર 2.9 સેકેન્ડ્સમાં 0થી 100 કિમી કલાકની સ્પીડ પકડી લે છે.

જ્હોન અબ્રાહમએક્ટર પાસે બ્લેક રંગની લેમ્બોર્ગિની ગેલાર્ડો છે. આ કારમાં વી 10 એન્જિન આવેલું છે. 3.9 સેકન્ડમાં આ કાર 0થી 100 કિમી કલાકની સ્પીડ પકડી લે છે.શિલ્પા શેટ્ટી શિલ્પા શેટ્ટી પાસે મેટાલિક બ્લુ રંગની લેમ્બોર્ગિની ગેલાર્ડો છે.પૃથ્વીરાજ​​​​​​​ મલાયલમ એક્ટર પૃથ્વીરાજ પાસે લેમ્બોર્ગિની હુરાકેન છે. આ કારમાં વી 10 એન્જિન છે. 3.4 સેકેન્ડમાં આ કાર 0થી 100 કિમી કલાકની સ્પીડ પકડી લે

Advertisement