ફક્ત રિયા જ નહી પરંતુ બોલિવુડની આ દિગ્ગજ અભિનેત્રીઓ સામે પણ થઈ ચૂકી છે FIR,જાણો વિગતે…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો આજના આ લેખમા આપણે વાત કરીશુ મિત્રો સુશાંત સિંહ રાજપુતના આપઘાતને ઘણો સમય થઇ ગયો છે તો પણ હજુ તેના મૃત્યુની અટકળો વારંવાર કોઈને કોઈ નવો વળાંક લઈ રહ્યો છે સુશાંત બોલિવુડ નો ખુબજ પ્રતિભાશાળિ અભિનેતા હતો અને તેના મૃત્યુના સમાચારે બોલિવુડના ઘણા લોકોને હચમચાવી નાખ્યા હતા તેમજ સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી અને આ આત્મહત્યા પાછળનું કોઈ ચોકક્સ કારણ હજી સુધી જાણી શકાયું નથી અને પોલીસને પ્રારંભિક માહિતીમાં જણાવ્યું હતું કે તે ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હતો લોકોએ આ સમાચારને જોરશોરથી વાંચ્યા અને આંચકો પણ આવ્યો હતો કારણ કે સુશાંત તેની કારકિર્દીમાં સારો દેખાવ કરી રહ્યો હતો.

Advertisement

મિત્રો બોલિવુડનાં ઉભરતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી શું તે ડિપ્રેશનમાં હતો કે તેને આવું કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પોલીસે તપાસને ખુબજ ઝડપી કરી દીધી છે તેમજ સુશાંતનાં પરિવારનાં લોકો અને તેમના ચાહકોનુ માનવું છે કે તે આત્મહત્યા કરનારા લોકોમાંથી ન હતો અને તેને ઉશ્કેરીને આવું કરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે હવે તેને ન્યાય અપાવવા માટે ઓનલાઈન પિટીશન ચાલી રહી છે અને કેસ પણ કરવામાં આવ્યો છે તેમજ સુશાંત ને ન્યાય અપાવવા ઘણા લોકો સામે આવી રહ્યા છે સુશાંતના મૃત્યુ પછી પોલિસ ખુબજ ચોક્સાઇ થી તેમના કેસની તપાસ કરી રહી છે.મિત્રો સુશાંત સિંહ રાજપુર ની આત્મહત્યા કેસ માં અભિનેત્રી રિયા ચક્રવર્તી ની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે અને કેન્દ્ર સરકારે આ કેસની સીબીઆઈ તપાસને બિહાર સરકારની ભલામણ સ્વીકારીને મંજૂરી આપી દીધી છે તેમજ સુશાંતના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી પર ગંભીર આક્ષેપો કર્યા છે અને તે સ્પષ્ટ છે કે રિયા ચક્રવર્તીને હવે કોર્ટની મુલાકાત લેવી પડી શકે છે તેમજ રિયા ચક્રવતિ ઉપર ધરપકડની તલવાર પણ તેમના પર લટકી રહી છે અને તે જોઈએ તો રિયા ચક્રવર્તી પહેલી એવી અભિનેત્રી નથી જેમના વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાવવા માં આવી હોય મિત્રો તમને જણાવી દઈએ કે રિયા પહેલા પણ ઘણી અભિનેત્રીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે અને તેઓને જેલની હવા પણ ખાવી પડી છે.

મમતા કુલકર્ણી.

મિત્રો એફઆરઆઇ થયેલી યાદીમા બોલિવૂડની સુંદર અભિનેત્રી મમતા કુલકર્ણીનું નામ પણ શામેલ હતું પરંતુ જ્યારે મમતાનો સંબંધ ગુનાની દુનિયા સાથે જોડાયો ત્યારે કોઈને ખબર પણ નહોતી કે 2003 માં મમતા કુલકર્ણી અચાનક બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ હતી અને મમતા કુલકર્ણીનો અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે સંબંધ હતો અને ડ્રગ વેપારી વિકી ગોસ્વામીની સાથે મમતા કુલકર્ણીનું નામ પણ ડ્રગ્સની તસ્કરીમાં આવ્યું હતું મિત્રો તમને જણાવી દઇએ કે કેટલાક વર્ષો પહેલા કોર્ટે 2 હજાર કરોડની ડ્રગ્સના કેસમાં મમતા કુલકર્ણી અને તેના પતિ વિક્કી ગોસ્વામીને ગુનેગાર જાહેર કર્યા હતા જે બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

સોનાલી બેન્દ્રે.

મિત્રો આ અભિનેત્રી સોનાલી બેન્દ્રેનો વિવાદો સાથે થોડો ઓછો સંબંધ છે પરંતુ કેટલાક આ અભિનેત્રી સાથે પણ થોડાક વિવાદો થયા હતા જેના કારણે તેને પણ જેલનો સામનો કરવો પડ્યો હતો કાળા હરણના શિકારના કેસમાં સોનાલી બેન્દ્રેનું નામ અભિનેતા સલમાન ખાન સાથે સંકળાયેલું હતું જેના કારણે સોનાલીને કોર્ટના અનેક ચક્કર લગાવવા પડ્યા હતા અને આટલું જ નહીં સોનાલી પર ફોટોશૂટ દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ મૂક્યો હતો.મિત્રો તમને જણાવી દઇએ કે વર્ષ 2008 માં સોનાલીને એક ફોટોશૂટ કરાવ્યું જેમાં તેણે પીળો શોર્ટ કુર્તા પહેર્યો હતો અને તેની ઉપર ઓમ નમઃ શિવાય સોનાલીના તે કુર્તા ઉપર લખાયેલું હતું જ્યારે આ ફોટો સામે આવ્યો ત્યારે કેટલાક લોકોએ સોનાલી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો અને તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને જેલમાં પણ જવું પડ્યું હતું પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા.

મોનિકા બેદી.

મિત્રો અભિનેત્રી મોનિકા બેદીનો અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે પણ સંબંધ હતો અને આ સંબંધ તેમને ખેંચીને જેલમાં પણ લઇ ગયો હતો મિત્રો મોનિકા બેદીનું અફેર પ્રખ્યાત ડોન અબુ સલેમથી ઘણાં વર્ષો સુધી ચાલ્યું હતું અને આ બંને લાંબા સમય સુધી પોર્ટુગલમાં એક સાથે રહેતા હતા પરંતુ મોનિકાની અબુ સાલેમ સહિત 2002 માં ધરપકડ કરવામાં આવી હતી તેમજ મોનિકા ઉપર પણ બનાવટી પાસપોર્ટ બનાવીને પોર્ટુગલમાં રહેવાનો આરોપ મૂકાયો હતો અને તેના કારણે મોનિકા બેદીએ ઘણાં વર્ષો લોકઅપમા વિતાવવા પડ્યા હતા.

મધુબાલા.

મિત્રો બોલિવૂડની એક ખૂબ જ સુંદર અભિનેત્રી મધુબાલા પર છેતરપિંડીનો આરોપ મૂકાયો હતો અને ત્યારબાદ મધુબાલાને પણ જેલમાં થોડા દિવસો પસાર કરવા પડ્યા હતા અને હકીકતમાં, મધુબાલાએ વર્ષ 1957 માં ફિલ્મ નિર્માતા બી આર ચોપરાની ફિલ્મ સાઇન કરી હતી અને તેમની પાસેથી અગાઉથી ફી પણ લીધી હતી પરંતુ બાદમાં તેણે ન તો આ ફિલ્મ કરી ન તો તેણે અગાઉથી ફી તરીકે મેળવેલા નાણાં પરત કર્યા જે બાદ બીઆર ચોપરાએ મધુબાલા સામે એફઆઈઆર નોંધાવી હતી અને મધુબાલાને થોડા દિવસો માટે જેલમાં જવું પડ્યું હતું.

શ્વેતા બાસુ પ્રસાદ.

મિત્રો ફિલ્મો અને ટીવી સિરિયલોમાં બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદની સેક્સ રેકેટમાં ફસાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે થોડા દિવસો લોકઅપમાં પસાર કરવા પડ્યા જોકે બાદમાં શ્વેતા જેલમાંથી છૂટી ગઈ હતી અને ત્યારબાદ તેણે તેના ઉપરના આરોપોને નકારી દીધા હતા અને કહ્યું હતું કે આ બધું ગેરસમજને લીધે થયું હતું.

અલકા કૌશલ.

મિત્રો ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગની પ્રખ્યાત અભિનેત્રી અલકા કૌશલને પણ જેલની સજા ફટકારવામાં આવી હતી મિત્રો હકીકતમાં બન્યુ હતુ એવુ કે વર્ષ 2017 માં અલકા કૌશલને મલ્ટીપલ ચેક બાઉન્સના કારણે કેટલાક દિવસો લોકઅપમાં પસાર કરવા પડ્યાં હતા તેમજ અલકા કૌશલ એ એક્ટર વરૂણ બડોલાની મોટી બહેન છે.

Advertisement