ફિલ્મ માં પણ ના બની હોઈ એવી ઘટના,એક વર્ષ પહેલા દફનાવેલ મહિલાના મૃતદેહને આ કારણે બહાર કઢાયો….

મિત્રો તમે જાણતા જ હશો કે આજકાલ આપણા દેશમાં ચોરી લૂંટફાટ, બળાત્કાર અને હત્યા ના ઘણા કેશો સામે આવતા હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે આજે લોકો પોતાના સગા ભાઈની પણ હત્યા કરી નાખતા હોય છે.મિત્રો તમને જણાવી દઈએ કે ડીસાના એક ગામમાં એક પરણિત મહિલાનું એક વર્ષ પહેલાં મોત થયું હતું અને આજે એક વર્ષ પછી આ મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યો છે.તો ચાલો જાણીએ કે આ મૃતદેહને બહાર કાઢવા પાછળનું કારણ શું છે.

Advertisement

 

મિત્રો તમને જણાવી દઈએ કે ડીસાના એક ગામમાં મહિલાનું એક વર્ષ પહેલા મોત થયું હતું. ત્યારે હવે એક વર્ષ બાદ આ મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. મહિલાના મોતને લઇને પિયરપક્ષને શંકા જતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.ડીસાના ધનાવાડા ગામે દફન લાશ બહાર કઢાઇ, 1 વર્ષ પહેલા દફનાવેલ મૃતક મહિલાનો મૃતદેહ બહાર કઢાયો.

 

મિત્રો તમને જણાવી દઈએ કે શિલ્પાબેન ગોસ્વામીની અવસાન એક વર્ષ પહેલાં થઈ ગયું હતું. મિત્રો શિલ્પાબેન ને કોઈ બીમારીને કારણે તેમનું મુત્યુ થયું હતું અને તેમના મુત્યુની જાણ તેમના માતા પિતાને થતા તેઓના હોશ ઉડી ગયા હતા. આ ઘટના પછી તેમની માની તબિયત બગડતાં તેમને નજીકના હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની પુત્રીના વિધિ વિધાન મુજબ તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.મિત્રો તમને જણાવી દઈએ કે આ ક્રિયામાં તેમને ધનવાડા ગામમાં દફન ક્રિયા કરવામાં આવી હતી.શિલ્પાબેન ગોસ્વામીનું એક વર્ષ પહેલાં થયું હતું મૃત્યુ, ડીસાના ધનાવાડા ગામે દફન લાશ બહાર કાઢવામાં આવી છે. એક વર્ષ પહેલા દફનાવેલ મૃતક મહિલાની લાશ બહાર કાઢવામાં આવી છે. શિલ્પાબેન ગોસ્વામીનું એક વર્ષ પહેલાં મૃત્યું થયું હતું. રહસ્ય જાણવા દફન કરાયેલી લાશ બહાર કાઢવામાં આવી છે. પિયરપક્ષને દીકરીના મોત બાબતે શંકા જતાં ફરીયાદ નોંધાવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સાસરિયાં પક્ષના 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી છે. પોસ્ટમોર્ટમની માંગને લઇને દફન કરાયેલી લાશ બહાર કાઢવામાં આવી છે. મામલતદાર, પોલીસ અને ડોક્ટરોની હાજરીમાં લાશ બહાર કાઢવામાં આવી છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલાના મુત્યુના એક વર્ષ થઈ ગયા છે અને તેમના માતા પિતા એટલે કે તેના પિયરના લોકોને શંકા થઈ હતી કે તેમની પુત્રી હત્યા કરવામાં આવી છે જેથી તેમને તેમની પુત્રીની દફનાવેલી લાશને બહાર કાઢવા કહ્યું હતું. અને દીકરીના સાસરિયાં વિરુદ્ધ દીકરીના માતા પિતા એ ફરિયાદ નોંધાવી હતી અને મહિલાની લાશના પોસ્મોટમ માટે પણ કહ્યું હતું.

બીજી એક એવી ઘટના બની છે મિત્રો જેના વિશે હું તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યો છુ.જૈનપુરના મછલીશહર કોટવાલી હેઠળના કાજીના સમગ્ર વિસ્તારમાં એક દિવસ પહેલા દફનાવેલા મૃતદેહને રહસ્યમય સ્થિતિમાં કબરની બહાર જોવા મળ્યો હતો અને લોકો તેને જોઇને દંગ રહી ગયા. પરિવારે પોલીસને જાણ કરતાં ટીમ પહોંચી હતી.આ મામલો શું હતો તેના વિશે કંઈ જાણકારી ન મળતાં મૃતદેહને ફરીથી દફનાવવામાં આવ્યો. અત્યારે મુકદ્દમો પણ દાખલ કરવામાં આવ્યો છે.

મહોલ્લાના રહેવાસી મોહમ્મદ ઇરફાને જણાવ્યું હતું કે તેના પિતા મોહમ્મદ રસુલ લાંબા સમયથી પ્રયાગરાજની સ્વરૂપ રાણી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. સારવાર દરમિયાન મંગળવારે સાંજે તેમનું મોત નીપજ્યું હતું. મોડી સાંજે મગરીબની નમાજ બાદ તેમના મૃતદેહને બાજુમાં કબ્રસ્તાનમાં દફન કર્યા બાદ તે બધા ઘરે ગયા હતા. બુધવારે બપોરે એક સમાચાર મળ્યા હતા કે કપડામાં લપેટેલો એક મૃતદેહ કબરથી સો મીટર દૂર હતો. પરિવારજનો ઘટના સ્થળે ગયા ત્યારે તે મોહમ્મદ રસુલનો મૃતદેહ જોયો હતો.

એવી આશંકા છે કે કોઈએ મૃતદેહને કબરમાંથી કાઢ્યો હતો અને ફરીથી તેને માટી નાખીને ફેંકી દીધો હતો. સમાધિથી દૂર જ મૃતદેહ પડેલો જોઇને શહેરવાસીઓમાં તમામ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. આ દરમિયાન કોઈએ કેસની માહિતી કોતવાલી પોલીસ અને તહેસીલ પ્રશાસનને આપી હતી.આ બાબતની જાણ થતાં જ સબ-કલેક્ટર અમિતાભ યાદવ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ તપાસ કરી પરંતુ કોઈ સચોટ માહિતી મળી નથી. આ પછી, તેણે કબર ખોદીને તેના પરિવારની હાજરીમાં મૃતદેહને દફનાવી દીધો. પુત્ર કોટવાલી પહોંચ્યો ત્યારે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Advertisement