ગમે તેટલી મહેનત કરશો પંરતુ આ ભૂલો ને કારણે નહિ મળે સફળતા, જાણો નહિ તો પસ્તાસો..

0
119

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોનુસાર સુખદ અને સૌભાગ્યશાળી જીવનનો આધાર વ્યક્તિના કર્મ પર રહેલો છે.

મિત્રો ખરાબ સમયમાં વ્યક્તિ ભગવાનની આરાધના કરે છે, તેવી જ રીતે સુખના સમયમાં કેટલીક બાબતોની તકેદારી રાખવાથી ભવિષ્યમાં આવનાર સમયને પણ સુધારી શકાય છે. તેના માટે રોજીંદા જીવનમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.ભોજન દરેક વ્યક્તિની પાયાની જરૂરીયાત હોય છે. પરંતુ તેનું અપમાન જે ઘરમાં થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ શક્ય નથી. શાસ્ત્રોનુસાર ભોજન કર્યા પછી થાળીમાં એઠું છોડવું ન જોઈએ. આમ કરવાથી ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે છે અને સૌભાગ્ય દુર્ભાગ્ય બની જાય છે.

આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે સૂર્યોદય પછી પથારીનો ત્યાગ કરી દેવો જોઈએ. સવારે ઉઠ્યા બાદ પથારી અને ઘરની સાફ-સફાઈ કરી લેવી અને સંધ્યા સમયે પણ પથારીમાં સૂવું નહીં. આ નિયમનું પાલન ન કરનાર પણ પોતાના દુર્ભાગ્યને આમંત્રણ આપે છે.ઘરમાં અન્ય સ્થાનનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ બાથરૂમનું હોય છે. જે ઘરમાં બાથરૂમ અસ્ત વ્યસ્ત અને ગંદુ હોય છે તેમની કુંડળીના ચંદ્રને પણ ગ્રહણ લાગી જાય છે. જેના કારણે લોકોની માનસિક શાંતિનો ભંગ થઈ જાય છે.

શાસ્ત્રો અનુસાર આપણે જાણતા અજાણતા એવા ઘણા કાર્યો કરતા હોઈએ છીએ જે આપણા માટે નુકશાનદાયક હોય છે અને આ જ ભૂલોના કારણે વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી થઇ જતી હોય છે. આ ભૂલો વ્યક્તિને હંમેશા ગરીબ બનાવીને રાખે છે. આ આદતો વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. ઘણા લોકોને આવી આદતો હોય છે પરંતુ તેઓ તેનાથી થતા નુકશાનથી અવગત નથી હોતા. માટે આ આદતો ખાસ જાણો અને જો તમે પણ આ આદતોમાંથી કોઈ આદત ધરાવો છો તો આજે જ તેને છોડી દેવી જોઈએ, જેનાથી તમે ધનવાન બની શકો. તો ચાલો જાણીએ કે તે આદતો આખરે કંઈ કંઈ છે.

સૌથી પહેલી આદત છે થાળીમાં ભોજન એઠું મુકવું એટલે કે વધારવું. ઘણા લોકોને એવી આદત હોય છે કે પોતાની થાળીમાં જમ્યા બાદ ભોજન એઠું મૂકી દેતા હોય છે. આ ભૂલના કારણે અન્ન દેવતાનું અપમાન થાય છે અને અન્ન દેવતા નારાજ થઇ જાય છે જેના કારણે તમારે ભવિષ્યમાં અન્નની અછતનો સામનો કરવો પડે છે.બીજી આદત છે જ્યાં ત્યાં થૂકવું. ઘણા લોકોને અલગ અલગ જગ્યાએ જ્યાં ત્યાં થુકવાની ખોટી આદત હોય છે. પરંતુ મિત્રો તમને જાણવી દઈએ કે આ આદતના કારણે વ્યક્તિનો ચંદ્ર અને ગ્રહણ નીચે આવવા લાગે છે જેના કારણે આર્થિક સમસ્યાઓ આવવા લાગે છે.

ત્રીજી આદત છે સવારે ઉઠ્યા બાદ પથારી ઠીક ન કરવી. ઘણા લોકોને એવી આદત હોય છે કે સવારે ઉઠ્યા બાદ તરત જ બેડ સરખું નથી કરતા, થોડા સમય બાદ કરતા હોય છે. પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ. તેનાથી ધન સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે. સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલું કામ તમારું બેડ કે પથારી ઠીક કરવાનું હોય છે. સવારે ઉઠ્યા બાદ તરત જ પથારીની ઘડી કરી વ્યવસ્થિત કરવાથી આખો દિવસ શુભ રહે છે અને કાર્યમાં સફળતા મળે છે. આ કાર્ય રોજ કરવાથી આળસ જતી રહે છે. જેના કારણે ઘરમાં લક્ષ્મી પ્રવેશે છે.

ત્યાર બાદ ચોથી આદત છે મોટાનું માન સમ્માન ન રાખવું. ઘણા એવા લોકો હોય છે જે થોડા ઘણા સફળ થાય તો પોતાનાથી મોટા લોકોનું આદર કરવાનું ભૂલી જતા હોય છે અને અપમાન કરતા હોય છે. તો આવા લોકો જિંદગીમાં ક્યારેય આગળ નથી વધી શકતા. તેઓ પોતાની એક જગ્યા પર જ રહે છે. ક્યારેય તેમને તેમના કાર્યોમાં બઢતી નથી મળતી જેથી તેમનું ધનવાન બનવાનું સપનું પણ ક્યારેય પૂરું નથી થતું. માટે હંમેશા આપણાથી મોટાહોય તેવા લોકોનો આદર કરવો અને તેનું માન સમ્માન રાખવું જોઈએ.

પાંચમી આદત છે કે ઘરની આસપાસ વૃક્ષો અને છોડવાઓ વાવ્યા બાદ તેનું વ્યવસ્થિત જતન ન કરવું. મિત્રો જો તમે ઘરની આસપાસ કે  ઘરના કુંડામાં કોઈ છોડ વાવ્યો હોય અને રોજે નિયમિત જો તમે તેની માવજત ન કરો તો જે રીતે તે છોડ સુંકાઈ જાય છે તે જ રીતે ઘરમાં પણ બર્બાદી આવવા લાગે છે. તેથી ઘરની આસપાસ ઉગેલા વૃક્ષો તેમજ છોડની માવજત એક પરિવારના સભ્યની જેમ કરવી જોઈએ. જે રીતે આપણે બધા સમય સમય પર ભોજન વગેરે લેતા હોય તે જ રીતે તેને સમય સમય પર પાણી પીવડાવવું જોઈએ. તેનાથી આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. અને જો તેને કોરા રાખીએ તો લક્ષ્મી નારાજ થાય છે.

છઠ્ઠી આદત છે પગને ગંદા રાખવા. ગંદા પગ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે. તેથી જે રીતે આપણે ચહેરાની સાફ સફાઈનું ધ્યાન રાખીએ છીએ તે જ રીતે પગની સાફ સફાઈનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત પગને ધોવાથી ક્રોધ અને તણાવ ઝડપથી દુર થાય છે.સાતમી, આદત છે વૃદ્ધ વ્યક્તિ  કે સ્ત્રીનું દિલ દુભાવવું. જે વ્યક્તિ પોતાના જીવનમાં સ્ત્રીઓ અને વડીલોનું અપમાન કરે તેમની ક્યારેય તરક્કી નથી થતી. માટે જો તમારે એક સફળ અને ધનિક વ્યક્તિ બનવું હોય તો વૃદ્ધ અને સ્ત્રીઓનું દિલ દુભાવતા બચવું જોઈએ. જો તમારાથી અજાણતા આ ભૂલ થઇ ગઈ હોય તો તેની માફી માંગી લેવી જોઈએ અને ભવિષ્યમાં ધ્યાન રાખવું જોઈએ.