ગર્ભવતી પત્ની અન્ય યુવક સાથે કરતી હતી એવું કામ જેની પતિને જાણ થતાં પત્નીને રૂમમાં લઈ જઈને……

0
243

લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે.પતિ પત્ની એક બળદ ગાડી જેવું જીવન હોય છે જો બળદ ગાડીના બે પૈડાંમાંથી એક પૈડું નીકળી જાય તો તે ગાડી કઈ કામ વગરની થઈ જાય છે.આજ રીતે જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગર્ભવતી પત્ની અન્ય યુવક સાથે વાત કરી રહી હતી જેની જાણ તેના પતિને થઈ તો તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આ ઘટના દક્ષિણ દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારનો છે જેમાં પત્ની અને પતિ સાથે રહેતા હતા.તે સમયે પત્ની 5 મહિનાની ગર્ભવતી હતી. પોલીસે આપેલી મહીતી અનુસાર પતિનું નામ તારક(નામ બદલેલ છે.) છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે ઘરે પરત ફરતી વખતે મનોજને તેની પત્ની દક્ષિણપુરી સ્થિત ઘરે મળી ન હતી.

તે તેની પત્નીની શોધમાં નજીકની સુસરાલમાં ગયો હતો, પરંતુ ત્યાં પણ મળી શક્યો ન હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. દરમિયાન, જ્યારે તેણે તેની પત્નીને શેરીમાં કોઈની સાથે વાત કરતા જોઇને ગુસ્સો આવ્યો. તેમની વચ્ચે ભારે દલીલ થાય છે, ત્યારબાદ મનોજ તેની પત્નીને મારી નાખે છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) અતુલકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે આરોપીની પહેલા તેની પત્ની સાથે દલીલ થઈ હતી જે ઝઘડામાં ફેરવાઈ હતી અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી. ડીસીપી ઠાકુરે જણાવ્યું હતું કે મહિલાનો મૃતદેહ પલંગ પરથી મળી આવ્યો હતો અને તેના ગળા પર ગળું દબાવવાનાં નિશાન છે. તેમણે કહ્યું કે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.પતિએ ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને બીજા જ દિવસે તે જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.ઓટો રિક્ષા ચલાવનાર તારક કુમાર રવિવારે રાત્રે આંબેડકર નગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કબૂલ્યું હતું કે તેની પત્નીની શનિવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી.

બીજી એક ઘટના સામે આવી છે જે આનાથી બિલકુલ વિરુદ્ધ છે આ ઘટનામાં પત્નીએ પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ. મૃતક પુરૂષનો મૃતદેહ મળ્યો ત્યારે તેની જ પત્નીએ એવી તો સ્ટોરી બનાવી કે પોલીસ પણ અવળે રસ્તે પહોંચી ગઇ હતી જો કે કહેવાય છે કે સત્ય છાપરે ચડીને પોકારે છે. એમ આ મર્ડર મિસ્ટ્રીનો પણ થઇ ગયો પર્દાફાશ,કઇ રીતે વાંચો આ ખાસ અહેવાલ.

પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સો હત્યારા છે. કાળા મુખોટાથી પોતાનું મોં છુપાવી રહેલા આ બંન્નેએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બંન્નેમાં જે મહિલા છે તેનું નામ કિરણ ગોહેલ છે જેના પર  તેની બાજુમાં ઉભેલા મયુર ઉર્ફે મયલો ચાવડીયા નામના પ્રેમી સાથે મળીને તેના જ પતિ પરેશ ઉર્ફે પવો ગોહેલની હત્યા કરવાનો આરોપ છે.

રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી પરેશની લાશ મળી હતી જેમાં પોલીસને પરેશની પત્ની કિરણ પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી જો કે કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો જ્યારે મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની સ્ટોરી ઉભી કરી હતી.

આ અંગે પણ પોલીસે તપાસ કરી જો કે કિરણે ઉભી કરેલી સ્ટોરી અને ઘટના સ્થળમાં મળેલા પુરાવામાં વિસંગતતા જોવા મળતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.પોલીસના કહેવા પ્રમાણે કિરણ અને મયુર છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બંન્ને બે વર્ષ  પહેલા દ્રારકા ખાતે સંપર્કમાં આવ્યા હતા. અને ત્યારબાદ એકબીજાને અવારનવાર મળતા હતા. જો કે કિરણ અને મયુરના આ સબંધો વિશે કિરણનો પતિ પરેશ બધુ જ જાણી ગયો હતો.  તેના કારણે જ તે કિરણના વર્તન પર નજર રાખતો હતો જે વાત કિરણે તેના પ્રેમી મયુરને કરી હતી. કિરણે મયુરને પરેશ ક્યાં ક્યાં સ્થળે ક્યારે અને કેટલા વાગ્યે જાય છે તેની માહિતી આપી હતી.

જ્યારે પરેશ તેના ઘરેથી નિકળ્યો ત્યારે મયુરે તેનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે તેને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ તો પોલીસે આ બંન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે,જો કે રાજકોટમાં ફરી પતિ,પત્ની અને વોની વારદાતમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. જ્યારે પોતાના જ પતિનું કાસળ કાઢી નાખનાર કિરણને હવે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.