આપણા શરીરને સ્વસ્થ અને ફિટ રાખવામાં પાણીની મહત્ત્વની ભૂમિકા હોય છે. માનવ શરીરમાં પાણીની માત્રા 50-60 ટકા હોય છે. ઉદાહરણ તરીકે પાણી શરીરના અંગો અને પેશીઓની રક્ષા કરે છે. કોશિકાઓ સુધી પોષક તત્વ અને ઑક્સિજન પહોંચાડે છે. પોષક તત્વોને તોડવામાં મદદ કરે છે. આ ઉપરાંત પાણી તમારા શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે.
જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારા શરીરને પાણીની સૌથી વધારે જરૂર હોય છે. એટલા માટે તમારે સવારે ઉઠતા જ 2-3 ગ્લાસ પાણી પીવું જોઇએ. જાણો, સવારે ખાલી પેટ પાણી પીવાના કયા-કયા ફાયદા થાય છે? સવારે ઉઠીને પાણી પીવાથી શરીરમાં રહેલ ઝેરી પદાર્થ નિકળી જાય છે, જેનાથી લોહી શુદ્ધ થાય છે. લોહી શુદ્ધ થવાથી ત્વચા પર પણ ચમક આવે છે.
શરીરનું પોતાનું ઇમ્યુનિટી સિસ્ટમ હોય છે જે ઇન્ફેક્શન અને ખરાબ કોશિકાઓ સામે લડવામાં મદદ કરે છે. પાણી પીવાથી શરીરના ઇન્ફેક્શનથી લડવાની ક્ષમતા વધારે મજબૂત થાય છે. જાપાની મેડિકલ સોસાયટી અનુસાર, ખાલી પેટ સવારે પાણી પીવાથી તમારો માથાનો દુખાવો, શરીરનો દુખાવો, હૃદયની બિમારીઓ, બ્લડ પ્રેશર, એપિલેપ્સી, મેદસ્વિતા, અસ્થમા, ટીબી, કિડની તેમજ યૂરીનની બિમારીઓ, વૉમિટિંગ, ગેસ, ડાયાબિટીસ, ડાયેરિયા, પાઇલ્સ, કબજિયાત, કેન્સર, આંખ, નાક, કાન અને ગળાની બિમારીઓની સારવારમાં મદદ મળે છે.
તેનાથી મેટાબૉલિઝ્મ સક્રિય થઇ જાય છે. સવારે ઉઠીને ખાલી પેટ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. સવારે ઉઠીને પાણી પીવાથી નવી કોશિકાઓનું નિર્માણ થાય છે. આ ઉપરાંત માંસપેશિઓ પણ મજબૂત થાય છે. સવારે ઉઠીને પાણી પીવાથી ગળુ, માસિક ધર્મ, આંખો, પેશાબ અને કિડનીને લગતી ઘણી બધી સમસ્યાઓ શરીરથી દૂર રહે છે.