ઘર ના મંદિર માં ગણેશજીની એક થી વધુ મૂર્તિઓ રાખો છો તો ના રાખો,નહીં તો ઘર ની મુશ્કેલીઓ વધશે,જાણો કેમ ના રાખવી જોઈએ…

ઘરમાં ગણપતિની એકી સંખ્યામાં મૂર્તિ શા માટે ના રાખવી જોઈએ, એ શા માટે ગણાય છે અશુભ.ગણપતિને પુરાણોમાં વિઘ્નકર્તા અને હર્તા બંને કહ્યા છે. એવામાં ગણેશજીની મૂર્તિ ઘરમાં છે તો તમારે કેટલીક વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઇએ જેથી કરીને તમારા માટે ગણેશ વિઘ્નકર્તા ન બને અને શુભ ફળોની પ્રાપ્તિ થતી રહે.

Advertisement

એવું ઘણી વખત જોવા મળ્યું છે કે લોકો ગણેશજીની એક કરતા વધારે મૂર્તિઓને તેમના ઘરોમાં રાખે છે. પરંતુ ભગવાન ગણપતિની મૂર્તિઓ બેકી સંખ્યાના યોગમાં જ હોવી જોઈએ. એટલે કે ગણેશજીની મૂર્તિઓને ઘરમાં 2, 4 અને 6 એવી સંખ્યામાં રાખવી જોઈએ. ચાલો આપણે જાણીએ કે ઉજ્જૈનના જ્યોતિષી પં. મનીષ શર્મા પાસેથી,કે ઘર મંદિરેમાં ભગવાનની મૂર્તિઓ કેટલી સંખ્યામાં રાખવી જોઈએ.ઘરમાં ગણપતિની એક મૂર્તિ ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, પરંતુ એક કરતા વધારે મૂર્તિ અપશુકનિયાળ ગણાય છે, જેમાં અષ્ટમંગલ એક અપવાદ છે. સવા સાત ઇંચથી નવ ઇંચ સુધીના ગણપતિ શુભ ગણાય છે. ઉપરાંત પોણા બે ઈચના ગણપતિ અતિ ઉત્તમ છે. ગણપતિ નત્ય મુદ્રા કરતા સામાન્ય મુદ્રામાં શુભ ગણવામાં આવે છે. બેકી સંખ્યામાં ગણેશની મૂર્તિ રાખો :ઘરે ગણેશજી રાખવા ખૂબ જ શુભ છે. પરંતુ હંમેશા ધ્યાનમાં રાખો કે ઘરના મંદિરમાં ગણેશની 3, 5, 7 અથવા 9 એવી સંખ્યામાં મૂર્તિઓ ન રાખવી જોઈએ. એટલે કે, ગણેશની મૂર્તિઓ બેકી સંખ્યામાં હોવી જોઈએ.

શિવલિંગ માટે આ વાતો ધ્યાનમાં રાખો :જો તમારા ઘરમાં શિવલિંગ છે, તો તેના માટે પણ કેટલાક નિયમો છે. શિવલિંગ આપણા અંગૂઠાના પહેલા ભાગ કરતા મોટું ન હોવું જોઈએ. શિવલિંગ અમર્યાદિત ઉર્જાનું પ્રતીક છે. ઘરમાં કોઈ મોટું શિવલિંગ ન રાખવું જોઈએ. મોટું શિવલિંગ ફક્ત મંદિરો માટે જ શુભ છે.શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. નાના શિવલિંગની પૂજાથી પણ અક્ષય પુણ્ય મળે છે. વધારે મોટું શિવલિંગ રાખવાથી તેની વધું પડતી ઊર્જા ઘર ઉપર ખરાબ અસર કરી શકે છે. એટલે, ઘરમાં આપણાં અંગૂઠાના પહેલાં ભાગથી વધારે મોટું શિવલિંગ રાખવું નહીં. ઘરમાં શિવલિંગ રાખ્યું હોય તો રોજ તાંબાના લોટાથી જળ જરૂર ચઢાવવું જોઇએ.

ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજામાં શંખનો ઉપયોગ વિશેષ રૂપથી થાય છે, પરંતુ શિવજીની પૂજામાં શંખ રાખવો જોઇએ નહીં. ઘરના મંદિરમાં એક જ શંખ રાખો. એકથી વધારે શંખ મંદિરમાં રાખવા શુભ માનવામાં આવતાં નથી. આ વાતનું પણ ધ્યાન રાખો કે, શંખથી શિવલિંગ ઉપર જળ ચઢાવવું નહીં.

દેવી દુર્ગાની મૂર્તિઓ માટે આ વાતો ધ્યાનમાં રાખો :ઘરમાં ક્યારેય પણ દુર્ગાજીની 3 મૂર્તિઓ ન રાખવી. જો તમે ઈચ્છો છો, તો તમારા ઘરના મંદિરોમાં ત્રણ કે તેથી ઓછી દેવીઓની મૂર્તિ રાખી શકો છે.હનુમાનજીની મૂર્તિ માટે આ નિયમ છે :ઘરના મંદિરમાં હનુમાનજીની એક જ મૂર્તિ હોવી જોઈએ. તેમની ઉપાસના માટેના નિયમો છે, જેનું પાલન કરવું જોઈએ.

બાલ ગોપાલની પ્રતિમા માટે આ નિયમ છે :ઘરના મંદિરમાં બાલ ગોપાલની એક જ મૂર્તિ હોવી જોઈએ. તે જ સમયે, શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી. તેને સ્વયં જ સિદ્ધ માનવામાં આવે છે. તેને પ્રાણ પ્રતિષ્ઠા વગર પણ ઘરમાં રાખી શકાય છે.મંદિરમાં ઓછી મૂર્તિઓ રાખો :ઘરમાં ઓછી મૂર્તિઓ રાખવી જોઈએ. કારણ કે દરેક ભગવાન સાથે સંકળાયેલા નિયમો જુદા હોય છે. બધા નિયમોનું પાલન કરવું શક્ય નથી. પૂજા આનાથી સફળ થતી નથી. તેથી, મંદિરમાં ઓછી મૂર્તિઓ રાખો.

નટરાજની મૂર્તિ. નટરાજની મૂર્તિ ભગવાન શિવજીની તાંડવ મૂર્તિ છે. ભોલેનાથ જ્યારે જ્યારે ક્રોધિત થાય છે ત્યારે ત્યારે તાંડવ કરે છે. ઘરમાં નટરાજની મૂર્તિ રાખવાથી ઘરના લોકોમાં પણ ક્રોધ અને આવેશની ભાવના વધે છે. જો તમે પણ ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છો છો તો ઘરમાં નટરાજની મૂર્તિ ન રાખવી.

ભૈરવનાથની મૂર્તિ. ભૈરવનાથ પણ ભગવાન શિવજીનું જ સ્વરૂપ છે. જેની સવારી છે કુતરો. ભૈરવનાથજીની પૂજા સાધારણ વિધિથી નથી થતી. ભૈરવનાથને પ્રસન્ન કરવા માટે સ્મશાનની રાખ અને તંત્રમંત્રની આવશ્યકતા હોય છે. અને ઘરના મંદિરમાં તેની પૂજા ન કરવી જોઈએ અને ન તો તેની મૂર્તિ પણ ઘરના મંદિરમાં રાખવી જોઈએ.

Advertisement