ભાગેડુ દારૂના ઉદ્યોગપતિ અને કિંગફિશર એરલાઇન્સનો માલિક વિજય માલ્યા લંડનમાં મોજથી જીવન જીવી રહ્યો છે. 9 હજાર કરોડની લોન મળવાને કારણે તેની તમામ મિલકતો સીલ થઈ ગઈ છે. માલ્યાની તમામ સંપત્તિ હરાજીમાં વેચી દેવામાં આવી હતી, પરંતુ ગોવામાં તેના વિલા માટે કોઈ ખરીદદારો મળ્યા નથી.આ વિલા કોઈ રાજાના મહેલથી ઓછો નહોતો. આ વિલામાં વિશ્વની તમામ સુવિધાઓ હતી.
પરંતુ જ્યારે બેંકે તેનો હવાલો સંભાળ્યો ત્યારે કોઈ પણ ગ્રાહક હરાજી માટે હાજર થયો નહીં. 4 વખત હરાજી બાદ આ વિલા માત્ર 73 કરોડમાં વેચાયો હતો. બોલિવૂડ એક્ટર અને બિઝનેસમેન સચિન જોશીએ વિજય માલ્યાનો વિલા ખરીદ્યો હતો. ચાલો તમને આ વિલાની અંદરની તસવીરો બતાવીએ જ્યાં ભાગેડુ માલ્યા અય્યાશી કરતો હતો.
વિજય માલ્યા લંડન ભાગતા પહેલા તેની લક્ઝરી જીવનશૈલી, હાઇ પ્રોફાઇલ પાર્ટીઓ અને લેવિશ જીવન માટે જાણીતા હતા. તે વિશ્વભરમાં ઘણા વૈભવી ઘરો અને વિલા ધરાવે છે. આમાંથી કેટલાક ભારતમાં હતા અને કેટલાક વિદેશમાં હતા.દેવામાં ડૂબી ગયા પછી પણ માલ્યાની લક્ઝરીમાં કોઈ ઘટાડો થયો નથી. માલ્યા અનેક જાહેર ક્ષેત્રની બેંકોની આશરે 9,000 કરોડ રૂપિયાની લોન લઈને લંડન ભાગી ગયો હતો. જે બાદ માલ્યાની સંપત્તિ બેંકે કબજે કરી હતી. જેમાં વિજય માલ્યાનો ગોવા વિલા પણ હતો.
ગોવામાં માલ્યાના લક્ઝુરિયસ બંગલાનું નામ ‘કિંગફિશર વિલા’ હતું. ત્રણ એકરમાં ફેલાયેલો આ વિલા ગોવાના કંડોલામ બીચ પાસે છે.આ વિલા માલ્યાનું પ્રિય સ્થળ છે. તે અવારનવાર અહીં પાર્ટી કરતા જોવા મળ્યો હતો. આ બંગલામાં માલ્યાએ પોતાનું જીવન વૈભવી ભરેલું જીવન જીવ્યું હતું.ક્રિસ ગેલ અને વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીઓ પણ આ ગોવાના વિલામાં પાર્ટી કરતા હતા. તે સમયે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિજય માલ્યાની ટીમ હોત.આ વિલાને માલ્યાએ જાતે ખાસ ગોવાની શૈલીમાં ડિઝાઇન કરી હતી. તેમાં ત્રણ ભવ્ય કદના લક્ઝરી બેડરૂમ, એક વિશાળ વસવાટ કરો છો ખંડ અને વિશાળ બગીચો છે.
માલ્યાને ‘ભાગેડુ’ જાહેર કર્યા પછી તેની તમામ સંપત્તિ સીલ કરી દેવામાં આવી હતી. બેંકે તમામ જગ્યાઓની હરાજી કરી હતી પરંતુ કિંગફિશર વિલા માટે કોઈ ગ્રાહક ઉપલબ્ધ નહોતા. 4 વખત હરાજી કર્યા પછી, માર્ચ 2017 માં આ વિલાને અભિનેતા સચિન જોશીએ 73 કરોડમાં ખરીદ્યો હતો.
કોરોના મહામારી સામે લડવા માટે દેશભરથી ઘણાં કલાકારો સામે આવી રહ્યા છે. શાહરુખ ખાન, સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર જેવા કલાકારો તેમના ડોનેશન દ્વારા કોરોના પીડિત લોકોને રાહત પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. શાહરૂખ ખાને તો આર્થિક સહાયતા ઉપરાંત પોતાની ઓફિસ સ્પેસને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી છે, જેથી તેને ક્વોરેન્ટાઈન સેન્ટર તરીકે ઉપયોગ કરી શકાય.
શાહરૂખ બાદ આવું જ કંઇ અભિનેતા સચિન જોશીએ પણ કર્યું છે અને તેણે પોતાની 36 રૂમની હોટલને ક્વોરેન્ટાઈન સેન્ટર તરીકે આપી છે. આ હોટલનું નામ બીટલ છે અને તે મુંબઈના પવઈ વિસ્તારમાં સ્થિત છે. જોકે અભિનેતા અને જાણીતા બિઝનસમેન તરીતે ઓળખ બનાવનાર સચિન જોશીએ આ પહેલા ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાનો ગોવા વિલા પણ ખરીદ્યો હતો.
73 કરોડમાં ખરીદ્યો હતો માલ્યાનો વિલાઃવિજય માલ્યાએ ગોવામાં સમુદ્ર તટ પર સ્થિત કિંગફિશર વિલા સચિન જોશીને વેચી દીધો હતો. આ પહેલા આ વિલાને વેચવાની ત્રણવાર કોશિશ કરવામાં આવી હતી. આ પ્રોપર્ટી ગોવામાં કંડોલિમ બીચ પર સ્થિત છે અને આ વિલા 12350 વર્ગફુટમાં ફેલાયેલો છે. તે સમયે તેની કિંમત 85 કરોડ લગાવવામાં આવી હતી, જોકે સચિન જોશીએ કે વિલા 73 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
કિંગફિશરના વિજય માલ્યાના ગોવા વાળા વિલાનો આખરે ખરીદાર મળી ગયો છે. સૂત્રો તરફથી એવા સમાચાર મળી રહ્યાં છે. એક્ટર સચિન જોશીએ બેન્ક દ્વારા કરાયેલી લિલામીમાં કિન્ગફિશર વિલા ખરીદી લિધો છે. એસબીઆઈએ માન્યુ કે તે વિલા માટે ખરીદાર મળી ગયો છે. જોકે એસબીઆઈએ હજુ અધિકૃત રીતે ખરીદદારીની જાહેરાત નથી કરી.
માનવામાં આવી રહ્યું છે કે 73 કરોડ રૂપિયાથી વધુ રીઝર્વ પ્રાઉસ આપીને એકચર સચિન જોશીએ આ વિલા ખરીદી છે. સચિન જોશી એકટરની સાથે એક બિઝનેસમેન પણ છે. તેમની વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે તેઓ જેએમસી ગ્રુપના વાઇસ ચેરમેન પણ છે. સચિન ફિટનેસ સેન્ટરની સાથે જીમ ચલાવે છે. અને વાઇકિંગ મિડીયા એડ એન્ટરટેનમેન્ટના માલિક પણ છે.
પોતાની હોટલને ક્વોરેન્ટાઈન સેન્ટર તરીકે ફેરવવાના તેના નિર્ણય અંગે સચિને કહ્યું હતું કે, મુંબઈ ગીચ વસતી અને ભીડવાળું શહેર છે. અહીં પર્યાપ્ત હોસ્પિટલો અને બેડ્સ નથી. જ્યારે BMCએ અમને મદદ માટે અપ્રોચ કર્યા તો અમે તેમની મદદ કરવાનો નિર્ણય લીધો. અમે BMCની મદદથી પોતાની હોટલને ક્વોરેન્ટાઈન સુવિધા માટે આપી. પૂરી બીલ્ડિંગ અને રૂમોને સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે અને સ્ટાફ પણ જરૂરી સામાનોની સાથે સજ્જ છે.
શરાબ કારોબારી વિજય માલ્યાના કિંગફિશર વિલાની હરાજીમાં આજે કોઇ લોકોએ ઉત્સાહ દર્શાવ્યો ન હતો. ખરીદદારો હરાજીમાં આગળ આવ્યા ન હતા. હરાજીની પ્રક્રિયા આજે એક કલાક માટે યોજવામાં આવી હતી અને રિઝર્વ કિંમત ૮૫.૨૯ કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. ગોવા વિલા માટે કોઇ ખરીદદાર આગળ ન આવતા યોજના ફ્લોપ સાબિત થઇ હતી.
બ્રિટનમાં ફરાર થઇ ગયેલા વિજય માલ્યા પાસેથી નાણા વસુલ કરવના હેતુસર હરાજી કરવામાં આવી રહી છે. કોઇ ખરીદદાર આગળ ન આવતા ચિંતા જોવા મળી હતી. ગોવામાં કેન્ડોલિનમાં સ્થિત માલ્યાની આ સંપત્તિ માટે બીડરો ખેંચાશે તેવી અપેક્ષા હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતળત્વમાં ૧૭ બેંકોને વધુ એક ફટકો પડયો છે. વિજય માલ્યાની નિષ્ક્રિય થઇ ગયેલી કિંગફિશર એરલાઇન્સ ઉપર ૧૭ બેંકોના કોર્ન્સોટિયમનું ૬૯૬૩ કરોડનું દેવું છે.
વ્યાજ અને અન્ય ચાર્જને ૨૦૧૪થી ગણી લેવામાં આવે તો બેંકોને કિંગફિશર એરલાઈન્સ દ્વારા ચુકવવામાં આવનાર રકમનો આંકડો ૯ હજાર કરોડ સુધી પહોંચી ગયો છે. ગોવા વિલા વિશાળ વિસ્તારમાં છે. ત્રણ ફુટબોલ મેદાન અહીં આવી શકે છે. વિલાના સમાચારને લઇને ભારે ચર્ચા રહી હતી. તમામ લોકો જાણે છે કે, વિજય માલ્યા જ્યારે સારા દિવસોમાં સેલિબ્રિટી તરીકે હતા ત્યારે ગોવામાં આ વિલા ખાતે મોટાભાગની ભવ્ય પાર્ટીઓનું આયોજન થતું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમના જન્મદિવસની પાર્ટી પણ અહીં યોજાઈ હતી.
આ ઉપરાંત સેલિબ્રિટીઓ પણ અહીં આવતા રહ્યા હતા. પરફોર્મ પણ કરતા રહ્યા છે. આ પ્રોપર્ટીના વેચાણ ઉપર બેંકોની સંસ્થાની નજર હતી. પ્રોપર્ટીને જોવા માટે અડધા ડઝનથી વધુ લોકો પહોંચ્યા હતા. હરાજી પહેલા થોડાક સપ્તાહ સુધી ઉત્સાહ દેખાઈ રહ્યો હતો પરંતુ અંતે કોઇપણ વ્યક્તિ હરાજીના દિવસે પહોંચી ન હતી. હોટલ ક્ષેત્રમાં હરાજીને લઇને કોઇ ઉત્સાહ જોવા મળ્યો ન હતો. નિવાસી પ્રોપર્ટીની ખરીદી કરવા ઇચ્છુક વ્યક્તિગતો માટે આ પ્રોપર્ટી શાનદાર રહી શકે છે પરંતુ હાઈરિઝર્વ પ્રાઇઝ ૮૫ કરોડની ખુબ મોટી છે.
તેમ નાઇટ ફ્રેંકના નેશનલ ડિરેક્ટર સૌરભ મહેરોત્રાએ કહ્યું હતું. વિજય માલ્યા હાલ વિવાદના ધેરામાં છે. ચોથી ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે બેંકો દ્વારા કિંગફિશર હાઉસની હરાજી કરવામાં આવી હતી જે ૧૬૦૦ સ્કેવર મિટરમાં છે. મુંબઈમાં વિલેપાર્લે વિસ્તારમાં સ્થિત કિંગફિશર હાઉસની રિઝર્વ કિંમત ૧૩૫ કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. તેને ખરીદવા માટે પણ લોકો આગળ આવ્યા ન હતા.
કિંગફિશરના ટ્રેડમાર્કની હરાજીના પ્રયાસ પણ નિષ્ફળ ગયા હતા. જેની રિઝર્વ કિંમત ૩૩૦ કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. જુદી જુદી ચીજવસ્તુઓ સાથે કિંગફિશર બ્રાન્ડ જોડાયેલી છે પરંતુ લોકો આગળ આવી રહ્યા નથી. બેંકો દ્વારા કિંગફિશર એરલાઇન્સની માલિકીની મુંબઈ એરપોર્ટ પર રહેલી સંપત્તિની હરાજીના પ્રયાસ કરાયા છે જેમાં ટ્રોલી, ટ્રેક્ટર્સ, લેડર્સ અને સ્ટેશનરીનો સમાવેશ થાય છે.