ગુજરાતનાં આ મંદિરમાં માથું ટેકવાથી નિશાંતન દંપતીની ઈચ્છા થઈ જાય છે પૂર્ણ,જાણો આ મંદિર વિશે વિગતે…….

0
271

બહુચર માતાના પ્રાગટ્ય વિશે અનેક લોકકથાઓ મળે છે.અન્ય એક લોકવાયકા પ્રમાણે બહુચરાજી બાપલદાન દેથા નામક ચારણની પુત્રી હતા. તે અને તેમની બહેન વણજાર સાથે જતા હતા ત્યારે બાપીયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો. ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે જેને “ત્રાગું” કહેવાય છે. ચારણનું લોહી છંટાવું તેને ઘોર પાપ માનવામાં આવે છે. અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચરાજી અને તેમની બહેને ત્રાગું કર્યું અને પોતાનાં સ્તન જાતે જ વાઢી નાખ્યાં. લોકવાયકા એમ કહે છે કે આથી ધાડપાડુ બાપીયો શાપિત થયો અને નપુંસક (નામર્દ) બની ગયો અને આ શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપીયાએ સ્ત્રીઓનાં વસ્ત્રાભૂષણો ધારણ કરી બહુચરા માતાની આરાધના કરી.હાલમાં ભારતમાં હિજડા નપુંસક નાન્યતર જાતિ લોકો ઘણા ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે તેમને પોતાની આરાધ્ય દેવી માને છે.

Advertisement

હિન્દુ ધર્મમાં માતાજીની પૂજા માટે અત્યંત પવિત્ર ગણાતી 51 શક્તિપીઠમાં બહુચર માતાજીના મંદિરનો સમાવેશ થાય છે. મા સતીના શરીરના ટુકડા કરીને પૃથ્વી પર વિસર્જિત કરાયા ત્યારે બેચરાજી ખાતે મંદિરના સ્થળે માં સતીના હાથ કર પડ્યા હોવાનું મનાય છે બહુચરાજી માતાનું મૂખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લા બેચરાજી ખાતે આવેલું છે. આ મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવ્‍યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્‍ઠા કરવામાં આવી. 15 મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે. આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે. આ આખુયે મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે જેને ચાચરનો ચોક કહેવાય છે. મંદિરની પાસે એક અગ્નિ કુંડ પણ આવેલ છે. મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીયો છે.

મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે. જ્યાં ગુજરાતના કેટલાયે લોકો અહીંયા આવીને પોતાના પુત્રનાં સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે. તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પુર્ણ કરે છે. ઘણાં લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમકે બહેરાશ હોય, તોતડું બોલતા હોય વગેરે તે પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પુર્ણ થયા બાદ તે અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે.

બહુચરા માતાજીના મંદિર પર ભક્તોની અતૂટ શ્રદ્ધા છે આ મંદિરમા પૂનમના દિવસે વિદેશમા વસવાટ કરતા ભારતીયો પણ વિશેષ દર્શન કરવા આવે છે. આ મંદિર ફક્ત આપણા દેશમા જ નહી પરંતુ, વિદેશમા પણ ખૂબ જ પ્રખ્યાત છે. બહુચરમાતા પ્રત્યે લોકો અસીમિત આસ્થા ધરાવે છે. આ બહુચરાજીના મંદિરમા ઘણા લોકો લગ્ન પછી છેડાછેડી છોડવા માટે, બાધા ઉતારવા માટે તથા વાળ ઉતારવાની વિધિ કરવા માટે પણ આવે છે. તો આજે આપણે આ લેખમા બહુચરાજી માતાજીના મંદિર સુધી કેવી રીતે પહોંચીશું? તથા મંદિર સાથે સંકળાયેલી અમુક જાણી-અજાણી વાતો વિશે ચર્ચા કરીશુ.

સંતાનપ્રાપ્તિ ની ઈચ્છા પૂર્ણ થાય છે બહુચરા માતાજી ના મંદિર મા ઘણા નિઃસંતાન યુગલો બાળક માટેની આશા લઈને આવે છે અને તેમને સંતાનસુખ પ્રાપ્ત થાય તે માટે માનતા રાખતા હોય છે. આ મંદિરમા કિન્નર સમુદાય માટે વિશેષ પૂજા અને અનુષ્ઠાનનુ આયોજન પણ કરવામા આવેલુ છે. એક લોકવાયકા મુજબ બહુચર માતાજી એ અનેકવિધ દુષ્ટ રાક્ષસોનુ ભક્ષણ કર્યુ હોવાથી તેમને “બહુચર માતા” કહેવાય છે.

બહુચર માતા શા માટે કરે છે કુકડા પર સવારી બહુચરાજી માતા કુકડાની સવારી શા માટે કરે છે? તેનો જવાબ એક દંતકથામા છે. આ દંતકથા અનુસાર અલાઉદ્દીન બીજા પાટણ જીતીને બહુચર માતાજીનુ મંદિર તોડવા માટે વિશાળ સૈન્ય લઈને આવી પહોંચ્યા હતા ત્યારે ત્યા મંદિરની આસપાસ મરઘા ચરી રહ્યા હતા. આ મરઘઓને અલાઉદ્દીન અને તેના સૈનિકોએ આહાર તરીકે આરોગી લીધા હતા, તેમછતા એક મરઘો બચી ગયો. આ મરઘાંએ જ્યારે સવારે બાંગ પોકારવાનુ શરૂ કર્યુ ત્યારે સૈનિકોએ ભોજન તરીકે આરોગેલા મરઘા પણ પેટની અંદરથી બાંગ પોકારવા લાગ્યા અને પેટ ચીરીને બહાર આવ્યા. આ દૃશ્ય જોઈને અલાઉદ્દીન બીજો તેના બાકીના સૈન્ય સાથે મંદિર તોડ્યા વગર જ ભાગી ગયો અને ત્યારથી જ કુકડા અને બહુચરા માતાજી નો સંગાથ જોડાયો.

કિન્નર સમુદાય શા માટે કરે છે બહુચર માતાજી ની વિશેષ આરાધના એક અન્ય પ્રાચીન દંતકથા અનુસાર, ગુર્જરના એક નિઃસંતાન રાજાએ સંતાનસુખ મેળવવા માટે બહુચર માતાજીની ઉપાસના કરવાની શરૂ કરી. બહુચર માતાજી એ રાજાની ઉપાસનાથી પ્રસન્ન થઈને રાજાને પુત્રપ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. સમય જતા રાજાના ઘરે પુત્રનો જન્મ થયો પરંતુ, આ પુત્ર નપુંસક હતો. એક દિવસ બહુચર માતાજી આ રાજકુમારના સ્વપ્નમા આવ્યા અને તેને પોતાનુ ગુપ્તાંગ સમર્પિત કરીને મોક્ષના માર્ગે આગળ વધવા જણાવ્યુ. ત્યારથી આ રાજકુમાર બહુચર માતાજીના ઉપાસક બની ગયા.આ ઘટનાક્રમ બાદથી જ બહુચર માતાજીને કિન્નરો પોતાના કુળદેવી માનીને પુજવા લાગ્યા અહી બહુચરાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનશાળા ચલાવવામાં આવ છે. જ્યાં શુધ્ધ સાત્વિક શાકાહારી ભોજન આપવામાં આવે છે. મંદિરની આજુબાજુ રાત્રી રોકાણ માટે ધર્મશાળાઓ પણ આવેલી છે.

કેવી રીતે પહોંચી શકાય છે બહુચરાજી માતાજીના મંદિરે બહુચરાજી માતાજી નુ મંદિર એ અમદાવાદથી ૯૦ કિલોમીટર અંતરે આવેલુ છે. બહુચરાજી જવા માટે અમદાવાદ-રણુંજા પેસેન્જર ટ્રેન પણ જાય છે આ ટ્રેન કાલુપુર ઉપરાંત ચાંદખેડા, સાબરમતી અને કલોલ સ્ટેશન પરથી મળી રહે છે. ટ્રેન સિવાય તમે સરકારી બસ એટલે કે જી.એસ.આર.ટી.સી. ની બસમા પણ જઈ શકો છો.

Advertisement