હાથ અથવા પગ થઈ ગયાં છે કાળા તો કરીલો આ કાર્ય બેજ દિવસમાં આવી જશે એકદમ સુંદર નિખાર.

0
235

ભારતીય સમાજમાં ગોરા હોવું જ સુંદરતાની નિશાની માનવામાં આવે છે અને જે છોકરા કે છોકરી શામળા રંગ ના છે તેમની એવું સ્વપ્નું હોય છે કે કદાચ એમનો ચહેરો પણ ગોરો હોય. તેમના મનમાં એવો સવાલ થાય છે કે ચહેરો, ગરદન, હાથ કે પગ નો રંગ ગોરો કેવી રીતે કરીએ અને ગોરા થવાની રીત કે ઉપાય શું હોઈ શકે છે. આમ તો બજારમાં ગોરા થવાની ક્રીમ, બ્લીચ અને ઘણી બ્યુટી પ્રોડક્ટ મળી રહે છે જે ઘણી ખર્ચાળ હોય છે અને તેને બનાવવા માટે ઘણી જાતના કેમિકલનો ઉપયોગ થાય છે જે આપની સ્કીન માટે નુકશાનકારક હોય છે.

ચહેરા ઉપર ખીલ, ચહેરાના ડાઘ ધબ્બા ઠીક થયા પછી પણ નિશાન રહી જાય છે જેનાથી પણ ચહેરાનો રંગ વધુ કાળો દેખાય છે. જો તમે પણ ઈચ્છતા હો કે સુંદર અને આકર્ષક દેખાવું અને તે પણ પૈસા ખર્ચ્યા વગર તો આ પોસ્ટમાં આપવામાં આવેલ ગોરા થવાના ઉપાય અને ઘરગથ્થું નુસખા થી કુદરતી રીતે સુંદર ચમકતો ચહેરો મેળવશો.

ઘણા લોકોનો રંગ બાળપણમાં કે યુવાનીમાં તો ગોરોહોય છે પણ ઉંમર વધવા સાથે રંગ ઢળવા લાગે છે. પોતાના ચહેરાની ત્વચાની યોગ્ય દેખરેખ ન રાખવી. યોગ્ય ખાવા પીવાનું અને થોડી ખોટી ટેવો થી આવું થઇ જાય છે તેથી સૌથી પહેલા જરૂરી છે સ્કીનની સારી રીતે દેખરેખ રાખો. આપણી સ્કીન કુદરતી રીતે મેલાનીન નામનું પીગમેંટ બનાવે છે જે ત્વચાને એક રંગ આપે છે વધુ સૂર્યના કિરણો અને તનાવ મેલાનીન ને બનવાની પ્રક્રિયાને વધારી દે છે જે શામળા રંગને લીધે બને છે તે વાતનું ધ્યાન રાખવું પણ ખુબ જરૂરી છે.

સુંદર ચેહરાની સાથે હાથ અને પગ પણ સુંદર હોવા ખૂબજ જરૂરી છે. પણ સૉફટ હાથ-પગ અને ચમકીલા નખ માટે રોજ રોજ પાર્લર જવુ શકય નથી. આમ પણ કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવાથી ફાયદા થવાની જગ્યા નુકશાન થવા લાગે છે. તેથી તમે ઘરે જ મેનીક્યોર પેડીકયોર કરી શકો છો.

આપણે ઘણીવાર કેટલાક લોકોને જોતા હોઈએ છીએ કે તેમનો ચહેરો ખૂબ જ ઉજળો અને કાંતિવાન લાગતો હોય છે પણ જ્યારે તેમના હાથ અને પગ પર નજર કરીએ ત્યાર તે ચહેરા કરતાં ત્રણ-ચાર શેડ જાંખા અને શ્યામ હોય છે. ઘણીવાર આપણી સાથે પણ આવું બનતું હોય છે. તેની પાછળનું કારણ એ પણ હોઈ શકે કે તમે તમારા હાથ પગ કરતાં વધારે ધ્યાન તમારા ચહેરા પર આપો છો. પણ વાસ્તવમાં તમારે તમારા સંપૂર્ણ શરીર પર એક સરખુ ધ્યાન આપવું જોઈએ. ઘણીવાર આ પ્રકારનો તફાવત તમને શરમમાં મુકી શકે છે. અને બીજી બાજુ તમને એ જણાવી દઈ કે હાથ પગ કાળા થવા તે કોઈ ગંભીર સમસ્યા નથી, અને તેમને ખૂબ જ સરળતાથી તમે ધોળા કે ઉજળા કરી શકો છો.

તેની પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર હોઈ શકે છે, જેમ કે મૃતપ્રાય ચામડીના કોષોનો ત્વચા પર ભરાવો થઈ જવો, તેમજ હાથ-પગની જોઈએ તેટલી સંભાળ ન લેવી, કેમિકલ યુક્ત ઉત્પાદનનો વપરાશ કે પછી હોર્મોન્સમાં આવેલો તફાવત. કેટલીકવાર, તમે જોઈ શકો છો કે તમારા હાથ અને પગ કાળા થતા જતા હોય છે તો તે કોઈ મેડિકલ કન્ડીશન પણ હોઈ શકે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે તમારે કાળા હાથ અને પગથી છૂટકારો મેળવવો જોઈએ.

જે પદાર્થોમાં ઉચ્ચ પ્રમાણમા લેક્ટિક એસિડ સમાયેલું હોય તે તમારા કાળા હાથ અને પગને ધોળા બનાવવામાં તમારી મદદ કરે છે. લેક્ટિક એસિડ એક એવું તત્ત્વ છે જે તમારી ત્વચા પરથી ડેડ સ્કીન સેલ્સને સરળતાથી અને કોમળતાથી દૂર કરે છે અને તમારા હાથ પગના રંગને પણ બ્રાઇટ કરવામાં મદદ કરે છે. તેના માટે તમે દહીં, દૂધ કે પછી એવો કોઈ પણ પદાર્થ કે જેમાં લેક્ટિક એસિડ હોય તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે તમારા હાથ પગ અને જો તમારી ડોક કાળી રહેતી હોય તો તેના પર પણ લેક્ટિક એસિડ યુક્ત પદાર્થનું મસાજ કરવું. અને ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે ધોઈ લેવું. જો તમે દૂધનો ઉપયોગ કરતા હોવ તો હંમેશા કાચા દૂધનો જ ઉપોયગ કરો.

બીજી એક મહત્ત્વની વાત એ છે કે તમારે હંમેશા એ વાત ધ્યાનમાં રાખવી કે તમારે તમારી ત્વચાને નિયમિત રીતે સ્ક્રબ કરવી એટલે કે એક્સફોલિએટ કરવી. એક્સફોલિએશનથી તમારી ત્વચા પરની મૃત ત્વચા દૂર થઈ જશે અને સાથે સાથે ત્વચા પરની ગંદકી અને ધૂળ પણ દૂર થશે. તે તમારા રોમ છીદ્રોને ક્લોગ્ડ થતાં પણ અટકાવશે અને આમ કરીને તમારી ત્વચાને તેજસ્વી અને ચમકીલી બનાવશો. તેના માટે તમે સ્ક્રબ અથવા તો એક્સફોલિએશન ગ્લવ્ઝનો ઉપયોગ કરી શકો છો.

તમારી ત્વચાને તમારે સૂર્યના ઉગ્ર કીરણોથી બચાવવાની છે તેમ થવાથી તમારી ત્વચા કાળી નહીં પડે. તમારી ત્વચા કાળી થાય છે તેનું સૌથી મોટું કારણ સુર્ય પ્રકાશમાં વધારે પડતું રહેવું તે છે. તેના માટે તમારે ઘણાબધા પ્રમાણમાં સનસ્ક્રીન તમારા હાથ તેમજ પગ પર લગાવવું જોઈએ. ત્વચાને કાળી થતા રોકવા માટે તમારે ઉચ્ચ SPF ધરાવતું સનસ્ક્રીન લેવું જોઈએ. માર્કેટમાં તમને વિવિધ પ્રકારના ઉચ્ચ ક્વોલિટિના સનસ્ક્રીન લોશન મળી રહેશે.

તમારો ચહેરો હોય કે પછી તમારા હાથ પગ હોય તમારા શરીર માટે મોઇશ્ચરાઇઝર ખૂબ જ જરૂરી છે. મોઇશ્ચરાઇઝીંગ માત્ર તમારી ત્વચાને હાઇડ્રેટ જ નથી કરતી પણ તે તેને સ્વચ્છ અને બ્રાઇટ રાખવામાં પણ મદદ કરે છે. તેના માટે તમારે તમારા હાથમાં બોડી ક્રીમ લેવી અને તેનાથી તમારી ત્વચા પર હળવા હાથે મસાજ કરવું. તમારી ત્વચાને તમારે સતત હાઇડ્રેટ એટલે કે ભેજયુક્ત રાખવાની છે, મોઇશ્ચરાઇઝ્ડ રાખવાની છે અને તેનાથી તમારી ત્વચા ચમકતી રહેશે અને સ્વચ્છ રહેશે. તેના માટે તમે કોકોઆ બટર, કોપરેલ તેલ અથવા તો એલોવેરા જેલનો પણ તમારી ત્વચાને હાઇડ્રેટ કરવા માટે ઉપયોગ કરી શકો છો.

કુદરતી રીતે જ ચહેરો ગોરો કરવા માટે દૂધ ખુબ અસરકારક છે દૂધથી આપણી ત્વચાને તમામ પોષક તત્વ મળે છે અને રંગ ચોખ્ખો થાય છે. એક ચમચી મધ અને એક ચમચી દૂધ યોગ્ય રીતે ભેળવો. હવે આ પેસ્ટને પોતાના ચહેરા ઉપર હાથથી ફેરવીને મસાજ કરો અને ૧૫ મિનીટ સુધી રહેવા દો અને ચોખ્ખા પાણીથી ધોઈ લો.જો તમારી ઓઈલી સ્કીન છે તો ચરબી વાળું દૂધ લો અને સુકી ત્વચા છે તો ગરમ કરીને દૂધ લો.

હળદર એક એવો પદાર્થ છે જે તમને ખૂબ જ સરળતાથી મળી જાય છે. હળદરથી તમારી ત્વચા ઉજળી બનશે અને સાથે સાથે તમારા હાથપગની ચામડીમાં પણ ફેર થશે. હળદરમાં સમાયેલા મહત્ત્વના એન્ટીઓક્સિડન્ટ્સ અને કરક્યુમીન તમારી ત્વચામાં ઉત્પન્ન થતા મેલેનીનને ઘટાડશે અને આ રીતે તે તમારા હાથ તેમજ પગને કાળા થતા અટકાવશે. તેના માટે તમારે એક-બે ચમચી હળદર લેવી. તેમાં થોડું દૂધ ઉમેરવું. હવે તે બન્નેને બરાબર મિક્સ કરી તેની એક પેસ્ટ તૈયાર કરી લેવી અને તે પેસ્ટને હાથ અને પગ પર લગાવવી. હવે તેને જાતે જ સુકાવા દો અને સુકાઈ ગયા બાદ તેને સાદા પાણીથી ધોઈ લો.

કુદરતી સુંદરતા અને ગોરાપણું મેળવવા માટે કેસર એક સારી આયુર્વેદિક ઔષધી છે. એક વાટકા માં થોડા દુધમાં ૮-૧૦ કેસરનાં રેસા એક કલાક માટે પલાળી દો. અને તેમાં એક ચમચી ચંદન પાવડરને ભેળવવાથી એક ઘરેલું ફેસ પેક તૈયાર થઇ જશે. તે તમારા શામળા ચહેરા ઉપર લગાવીને ૧૫ મિનીટ સુધી સુકાવા દો પછી પાણીથી ધોઈ લો.

હાથપગને ધોળા કરવાનો બીજો એક વિકલ્પ ચોખાનુ પાણી છે. ચોખાના પાણીમાં સ્કીન લાઇટનિંગ એજન્ટ્સ સમાયેલા હોય છે જે તમારી ત્વચા પરના ડેડ સ્કીન સેલ્સને દૂર કરે છે અને તમારી ત્વચાને ઉજળી પણ બનાવે છે. તેના માટે તમારે થોડું રાઇસ વોટર લેવાનું છે અને તેને તમારા હાથ તેમજ પગ પર લગાવવાનું છે. તેને તેની જાતે જ સુકાવા દેવું. અને હાથ પગ સુકાઈ ગયાબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લેવા. આ જ પ્રયોગ તમે તોફુના પાણી સાથે પણ કરી શકો છો. તે પણ તમારી ત્વચાને ઉજળી બનાવવામાં મદદ કરે છે.

ચહેરામાં ચમક અને નિખાર લાવવા માટે બદામનો ફેસ માસ્ક અસરકારક નુસખો છે. રાત્રે સુતા પહેલા દુધમાં થોડી બદામની ગીરી પલાળી દો. આ પલાળેલી બદામને પીસી લો અને આ પેસ્ટ થી પોતાનો ચહેરાની મસાજ કરો. થોડી વાર પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. ઝડપથી અને સારું પ્રણામ મેળવવા માટે રોજ આ ફેસ માસ્ક (Face Mask) ૭ દિવસ સુધી લગાવોચહેરા ને ગોરો કરવાનો ઘરગથ્થું ઉપાયમાં આ કુદરતી ફેસ પેક ખુબ અસરકારક છે. તેનાથી ત્વચાને ઘણા લાભદાયી ઇંજાઈમ અને વિટામીન હોય છે જે આપના કાળા રંગને ગોરો કરવાની સાથે ચહેરાના ડાઘ અને ધબ્બાના નિશાન પણ આછા કરે છે.

સાઇટ્રસ ફ્રૂટ એટલે કે લીંબુ, નારંગી, મોસંબી જેવા ખાટા ફળોનો ઉપયોગ તમારી ત્વચાને ઉજળી બનાવે છે અને તેને કાળી થતાં પણ અટકાવે છે. તેમાં સમાયેલું વિટામીન સીનું ઉચ્ચ પ્રમાણ તમને હાઇપરહપીગ્મેન્ટેડ પેચીસથી બચાવશે અને તમારી ત્વચામાં ઉત્પન્ન થતા મેલેનીનના પ્રમાણમાં પણ ઘટાડો કરશે. તમે તમારી ત્વચા પર લીંબૂને ઘસી શકો છો. તમારા શરીર પરના કાળા પડી ગયેલા ભાગ પર તમારે લીંબુ ઘસવું તેમ કરવાથી ધીમે ધીમે તમારી ત્વચા ઉજળી બની જશે. આ સિવાય તમે સંતરાની છાલનો કે પછી તાજા પપૈયાના પલ્પનો પણ ઉપયોગ તમારા હાથ પગને ધોળા કરવા માટે કરી શકો છો.

એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ પણ તમારા હાથ અને પગની ત્વચાને ધોળી બનાવવા માટે કરી શકો છો. તેમાં ઉચ્ચ પ્રમાણમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ્સ પ્રોપર્ટીઝ સમાયેલી હોય છે જે તમારી ત્વચાને ચમકદાર અને ધોળી બનાવવામાં મદદ કરે છે. તેના માટે તમારે 2 કપ એપલ સાઇડર વિનેગર લેવાનું છે અને ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરવું. હવે આ તૈયાર થયેલા મિશ્રણને તમારે તમારા હાથ તેમજ પગ પર કોટન બોલ એટલે કે રૂના પુમડાની મદદથી લગાવી લેવું. હવે તેને તેમજ સુકાવા માટે છોડી દેવું. હાથ અને પગ સુકાઈ જાય ત્યાર બાદ તમારે સાદા પાણીથી તેને ધોઈ લેવા.

ટમેટામાં લઈકોપીન ખુબ પ્રમાણમાં હોય છે જે રંગ બનાવનારા પીન્ગ્મેન્ટ ઓછું કરે છે. આ ઘરગથ્થું નુસ્ખાથી આપણા ફેસ સ્કીનથી ડેડ સેલ્સ દુર થાય છે અને ચહેરાની ત્વચાને લાઈટ કરીને આપણને ગોરા બનાવે છે. મિક્સર ગ્રાઈન્ડર માં ૨ કાપેલા ટમેટા અને ૨ ચમચી લીંબુનો રસ નાખો અને સારી રીતે વાટીને ભેળવી દો. હવે આ પેસ્ટને પોતાના ચહેરા અને ગરદન ઉપર સારી રીતે લગાવો અને ૨૫-૩૦ મિનીટ સુધી સુકાવા દો અને પછી ધોઈ લો. રોજ ન્હાતા પહેલા આ ફેસ પેક ૭ દિવસ ચહેરા ઉપર લગાવો.તડકામાં વધુ સમય રહેવાથી દુર રહો. બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવી લો. ગોરા રંગ માટે અડધી ચમચી મધમાં થોડો મીઠો લીમડાનો પાવડર ભેળવીને ચહેરા ઉપર લગાવો. કુદરતી રીતે જ ગોરા થવા માટે કાચા બટેટાનો રસ કાઢીને ચહેરા ઉપર લગાવો.

ગુલાબજળ લગાવવાથી પણ ચહેરા ઉપર નિખાર અને ચમક આવે છે. દહીંમાં લીંબુનો રસ ભેળવીને ચહેરો કે જે જગ્યાનો રંગ ચોખ્ખો કરવાનો હોય તે જગ્યાએ માલીશ કરો. બીટમાં વિટામીન, આયોડીન અને પોટેશિયમ હોય છે જેથી લોહીનું દબાણ સારું થઈને રંગ ચોખ્ખો થાય છે. તેથી રોજ સેવન કરવાનું શરુ કરો. ડ્રાઈ સ્કીન ઉપર નીખાર લાવવા માટે મધ અને કાકડીનું જ્યુસ ભેળવીને ચહેરા ઉપર લગાવો.કાકડીનો ઉપયોગ ખાસ કરીને લોકો સલાડ તરીકે કરતા હોય છે. પરંતુ શુ તમને ખબર છે કે તેના ઉપયોગથી કાળી ગરદન અને પીઠને પણ ચમકદાર અને ગોરી કરી શકાય છે. ગરદનની કાળાશને દૂર કરવા માટે સૌપ્રથમ કાકડીને પીસી લો અને તેનો રસ કાળી ગરદન પર લગાવો. રસ લગાવ્યા બાદ ગરદન અને પીઠ પર હળવા હાથથી મસાજ કરો. આમ કરવાથી ગરદનની કાળાશ સરળતાથી દૂર થઈ જાશે.

લીંબુમા નેચરલ બ્લીચિંગના ગુણ રહેલા હોય છે. કાળી ગરદનને ચમકાવવા માટે લીંબુનો માત્ર અડધો ટૂકડો લઇને તેને ધીમે-ધીમે ૫ થી ૧૦ મિનિટ માટે ગરદન અને પીઠ પર હળવા હાથે ઘસો. આ ઘરેલુ ઉપાય ૪ થી ૫ દિવસ સુધી નિયમિત કરો. કાળી ગરદનમા ચોક્કસ રાહત મળશે.દહીં શરીર પરની ચામડીની કાળાશ દૂર કરવામા ખૂબ ઉપયોગી ગુણધર્મો ધરાવે છે. તેમા રહેલા ગુણ પ્રાકૃતિક રીતે ચામડી પરના ડાઘ, ધબ્બા અને કાળાશ દૂર કરવાનુ કામ કરે છે. ગરદન અને પીઠની કાળાશ સહેલાઈ થી દહીંનો ઉપયોગ કરી દુર કરી શકાય છે.

બેકિંગ સોડા અને પાણીને યોગ્ય રીતે મિશ્ર કરીને પેસ્ટ બનાવી લો અને તેને ગરદન તેમજ પીઠ પર યોગ્ય રીતે લગાવી દો. થોડી વાર પછી ગુલાબ જળની મદદથી તેને ધીમે-ધીમે હળવા હાથે સાફ કરી લો.નારંગીમા વિટામિન સી ભરપુર પ્રમાણમા રહેલુ હોય છે. જે ચામડીમા ચમક લાવવામા ખૂબ ફાયદાકારક છે. સૌ પ્રથમ નારંગીના પલ્પને સૂકવીને તેની પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને દૂધમા મિશ્ર કરીને ગરદન અને પીઠ પર યોગ્ય રીતે લગાવો. થોડીક વાર બાદ તેને પાણીથી સાફ કરી નાખો. આમ કરવાથી ગરદન ગોરી અને ચમકવા લાગશે.