આજના પ્રદૂષણમાં બહાર ફરવાથી સ્કિન કાળી પડી જાય છે સ્કિનની બધી ચમક જતી રહે છે.એવામાં મહિલાઓ તેમના ફેસ પર વધારે ધ્યાન આપતી હોય છે અને હાથ પગ પર ઓછું ધ્યાન આપવાના કારણે બરાબર સફાઈ ન થવાને કારણે હાથ પગ કાળા પડવા લાગે છે.ફેસની જેમ જ હાથ અને પગની સ્ક્રબિંગ પણ જરૂરી છે. જેથી તેમાં રહેલાં ડેડ સ્કિન સેલ્સ દૂર થઈ શકે છે અને સ્કિન મોઈશ્ચરાઈઝ થાય, મુલાયમ બને છે અને ગોરી પણ થાય. તેના માટે તમારે પાર્લર જવાની જરૂર નથી કેમ કે અમે તમને એવા બેસ્ટ હોમમેડ સ્ક્રબ વિશે જણાવીશું, જે તમારા હાથ અને પગની સ્કિન માટે બેસ્ટ રિઝલ્ટ આપશે.
ઘરની સામાન્ય વસ્તુઓથી બનતાં આ સ્ક્રબ હાથ-પગ પર પાર્લર જેવો નિખાર લાવશે .હાથ અને પગની ખરાબ થઈ ગયેલી સ્કિનને મુલાયમ અને ગોરી બનાવશે.
પેપરમિન્ટ સ્ક્રબ:1 કપ સિંધાલૂણ મીઠું.1 ચમચી ઓલિવ અથવા કોકોનટ ઓઈલ.3-4 ટીપાં પેપરમિન્ટ ઓઈલ
ઉપયોગ રીત:આ બધી સામગ્રીને બાઉલમાં નાખીને બરાબર મિક્સ કરી લો. પછી આ પેસ્ટને સપ્તાહમાં 2-3 વાર 10 મિનિટ સુધી હાથ-પગ પર સ્ક્રબિંગ કરો. 10 મિનિટ બાદ ધોઈ લો. પછી મોઈશ્ચરાઈઝર લગાવો. તેનાથી ટેનિંગ દૂર થશે અને સ્કિન મુલાયમ પણ બનશે.
કોકોનટ ઓઈલ અને સોલ્ટ સ્ક્રબ:1 કપ સિંધાલૂણ મીઠું.1 કપ નારિયેળ તેલ.3-4 ટીપાં એસેન્શિયલ ઓઈલ.1/4 કપ વિટામિન ઈ ઓઈલ
ઉપયોગ રીત:આ બધી સામગ્રીને બાઉલમાં નાખીને બરાબર મિક્સ કરી લો. પછી આ પેસ્ટને સપ્તાહમાં 2-3 વાર 20 મિનિટ સુધી હાથ-પગ પર સ્ક્રબિંગ કરો. પછી ધોઈ લો. પછી મોઈશ્ચરાઈઝર લગાવો. તેનાથી બેજાન સ્કિન દૂર થશે અને સ્કિન મુલાયમ બનશે.
લેમન સ્ક્રબ:2 કપ શુગર.1/4 નારિયેળ તેલ:1 લીંબુનો રસ અથવા 6-8 ટીપાં લેમન એસેન્શિયલ ઓઈલ
ઉપયોગ રીત:આ બધી સામગ્રીને બાઉલમાં નાખીને બરાબર મિક્સ કરી લો. પછી આ પેસ્ટને સપ્તાહમાં 2 વાર 5 મિનિટ સુધી હાથ-પગ પર સ્ક્રબિંગ કરો. પછી ધોઈ લો. પછી મોઈશ્ચરાઈઝર લગાવો. તેનાથી સ્કિન રિફ્રેશિંગ લાગશે અને ગોરી પણ બનશે.
ઘણી વખત એમ થાય કે ફક્ત પાર્ટીમાં જવામાં મેનીક્યોર પેડિક્યોર કરવાની શું જરૂર છે. પરંતુ ફક્ત ત્વચાની સુંદરતા જ મહત્ત્વની હોતી નથી. તમારે સુંદર દેખાવા માટે તમારે ત્વચાની સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. મેનીક્યોર પેડિક્યોર કરવા માટે જરૂરી નથી કે તમારે બ્યુટી પાર્લરમાં જ જવું પડે, તમે ઘરે પણ મેનીક્યોર પેડિક્યોર કરી શકો છો.
ગરમ પાણીમાં શેમ્પુ કે હાઇડ્રોપેરોક્સાઇડ નાંખીને હાથ અને પગ પલાળી રાખો, તેનાથી હાથ-પગ પરની કાળાશ દૂર થશે.૧૦ મિનિટ બાદ હાથ-પગ પર હળવા હાથે મિલ્ક ક્રીમ દ્વારા મસાજ કરો, જેનાથી ત્વચા સંવાળી અને નરમ રહે છે. હાથ પર વધારે પડતી કાળાશ એટલે હાથના ટેરવા, કોણી પરની કાળાશ દૂર કરવા માટે તમે લીંબુ ઘસો.શરીરના કોઈપણ ભાગની ત્વચા કડક, ખડબચડી અને જડી જેવી થઇ ગઈ હોય તો રાત્રે સુતા સમયે લીંબુ કાપીને ઘસવાથી અને સવારે ઘોવાથી રોમ છિદ્રો ખુલીને ત્વચા નરમ અને મુલાયમ થઇ જાય છે.
આ લીંબુના છોતરા ઘસવાથી લસણ, ડુંગળી વગેરે કાપવાથી આવતી હાથની દુર્ગંધ પણ દુર થાય છે, અને હાથના ડાઘ દુર થઈને ત્વચા ચોખ્ખી અને મુલાયમ થઇ જાય છે.હાથ પગ ફાટવા અને મેલ ભરાઈ જવાની તકલીફમાં લીંબુને તે જગ્યા ઉપર ઘસો. બધો મેલ નીકળી જશે.