રોજ થોડો ગોળ ખાઈ લેશો તો મળશે આ 12 જબરદસ્ત ફાયદા, જાણો ઉપાયો

0
258

ગોળમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ રહેલાં છે. આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે. જો રોજ ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી ઘણાં લાભ મેળવી શકાય છે. ગોળમાં ઝિંક, સેલેનિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ફાયબર, આયર્ન જેવા ન્યૂટ્રિઅન્ટ્સ પણ મળી રહે છે. ગોળ ખાવાથી લોહી સાફ રહે છે.

રોજ ચામાં ખાંડની જગ્યાએ ઓર્ગેનિક ગોળ નાખીને પીવાથી વજન વધતું અટકે છે. તેને ખાવાથી શરીરમાં લોહીની કમીની પ્રોબ્લેમ દૂર થાય છે અને બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. રોજ ભોજન કર્યા બાદ ગોળનો નાનો ટુકડો ખાવાથી ગેસ, એસિડિટી, મોંના ચાંદા, હૃદયની દુર્બળતા, મોંમાં ખાટું પાણી આવવું વગેરે જેવી તકલીફો દૂર થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ ગોળનું સેવન કરવું નહીં. હેલ્ધી વ્યક્તિએ એક દિવસમાં 15 ગ્રામ ગોળ ખાવો જોઈએ. તો ચાલો આજે જાણી ગોળ ખાવાના અદભુત લાભ વિશે.

અસ્થમા

પાણીમાં એક ચમચી આદુનો રસ, તુલસીના પાન અને ગોળ મિક્ષ કરી ઉકાળીને ઠંડુ થયા બાદ પીવો. અસ્થમામાં ફાયદો થશે.

પીરિયડ્સ પ્રોબ્લેમ

રોજ એક ચમચી ગોળ ખાવાથી પીરિયડ્સ સંબંધી પ્રોબ્લેમ્સમાં આરામ મળે છે.

નબળાઈ

કાળા તલમાં ગોળ મિક્ષ કરીને તેના લાડુ બનાવીને ખાવાથી નબળાઈની સમસ્યા દૂર થાય છે.

માઈગ્રેન

સફેદ તલમાં અડધી ચમચી ગોળ મિક્ષ કરીને પીસી લો. પછી તેમાં દૂધ મિક્ષ કરી કપાળ પર લગાવવાથી માઈગ્રેનમાં રાહત મળે છે.

કમળો

ગોળ અને સૂંઠ મિક્ષ કરીને ખાવાથી કમળામાં ફાયદો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here