અહીંયા પડેલા મળ્યા 113 કરોડ રૂપિયા, પરંતુ દુર્ભાગ્ય થી કોઈ નથી ખર્ચ કરી શકતું – જાણો કેમ?

0
172

આજે લગભગ કોઈ જ એવું નહિ હોય જેને પૈસાની જરૂરત નહિ હોય. પૈસા વગર કશું પણ શક્ય નથી એ તમે પણ જાણો જ છો. આજકાલ વ્યક્તિ પૈસા હોય તો કશું પણ કરી શકે છે. એવી કોઈ વસ્તુ નથી જે પૈસાથી ના લઇ શકાય. આજે દરેક લોકો પૈસાની પાછળ જ ફરતા હોય છે.

બે પૈસા વધારે કમાવવા મળે ત્યાં વ્યક્તિ આરામથી વધુ કામ કરવા પણ તૈયાર થઇ જતો હોય છે. ઘણા એવા લોકો હોય છે જે પૈસા કમાવવા માટે બને એટલી મહેનત કરવા માટે તૈયાર થઇ જાય છે જયારે અમુક લોકો એવા હોય છે જેમને વગર મહેનત કરીએ પૈસા જોઈતા હોય છે. પણ આજકાલ મહેનત વગર તો કશું જ મળી શકતું નથી.

તમને ઘણીવાર રસ્તા પર ચાલતા કે ક્યાંક જતા હોઈએ ત્યારે પૈસા મળતા હશે. અમુકવાર સિક્કા મળતા હશે તો પછી અમુકવાર ૫૦૦ થી પણ વધારે રૂપિયા મળતા હોય છે. રસ્તા પર પડેલા પૈસા મેળવીને ઘણા લોકો ખુશ થતા હોય છે. જયારે થોડા પૈસા મળે ત્યારે થોડી ખુશી થાય પણ તમે જરા વિચારી જુઓ જો રસ્તામાં તમને કરોડો રૂપિયા ક્યાંક પડેલા મળે તો તમારી શું હાલત થાય.

કદાચ તમે ખુશીથી પાગલ થઇ જાવ, ગાંડાની જેમ ડાન્સ કરવાનું મન થાય. આ પૈસા અમુક જરૂરિયાતમંદ વ્યક્તિને મળે તો તેનું તો જીવન જ સુધરી જાય. કરોડો રૂપિયા કોઈપણ વ્યક્તિને પોતાનું જીવન જીવવા માટે બહુ થઇ રહે. નોટબંધી દરમિયાન આપણા દેશમાં એવા ઘણા લોકોને લાખો રૂપિયા મળ્યા હતા.

આજે અમે તમને આવી જ એક ઘટના વિષે જણાવી રહ્યા છે જેના વિષે જાણીને તમે ચોંકી જશો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. તો વાત એમ છે કે થોડા દિવસ પહેલા પૂર્વ રૂસના સેન્ટ પીટર્સબર્ગ માં અમુક લોકોને એક સુમસામ અને ઉજ્જડ જગ્યાએ લગભગ એક અરબ રુબલ ની નોટો મળી હતી. જાણકારી અનુસાર આપણા ભારતીય નાણામાં તેની કીમત ૧૧૩ કરોડ રૂપિયા થાય. પણ એ પૈસા જેને મળ્યા છે એ વ્યક્તિ આ પૈસા વાપરી શકતો નથી. તમને જણાવી દઈએ આ મળેલી નોટો એ પૂર્વ સોવિયત સંઘના સમય દરમિયાન ચલનમાં હતી જે અત્યારે નથી.

જે જગ્યાએથી આ નોટો મળી આવી છે એ જગ્યા મોસ્કોથી લગભગ ૧૬૦ કિલોમીટર દુર બ્લાદિમીર નામના વિસ્તારમાં છે. અમુક જાણકારી અનુસાર આ જગ્યાએ પ્રાચીન ખદાન છે જ્યાં સોવિયત સંઘના સમયમાં મિસાઈલ રાખવામાં આવતી હતી.

જેમને આ પૈસા મળ્યા છે તેઓએ એવું સાંભળ્યું હતું આ જગ્યા પર બહુ બધા પૈસા દટાયેલા છે. આ કારણે જ તેઓએ આ જગ્યા પર તપાસ કરવાની શરૂઆત કરી. જયારે આ ઘટના સામે આવી ત્યારે પૂરી દુનિયા સામે આ બનાવ મીડીયાએ બતાવ્યો હતો. જયારે મળેલ નોટોની તપાસ થઇ ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે આ નોટો તો સોવિયત સંઘના સમય દરમિયાનની છે.

ત્યાંથી મળેલ નોટો એ વર્ષ ૧૯૬૧ થી ૧૯૯૧ દરમિયાન જાહેર કરવામાં આવી હતી. એ નોટો એ સમયમાં ચલણમાં હતા. ત્યારે આ નોટો બહુ કિમતી હતી પણ આજે આ નોટોનું કોઈ જ મુલ્ય નથી. જાણકારોનું કહેવું છે જે જગ્યાથી અ નોટો મળી છે ત્યાં પહેલા મિસાઈલ રાખવામાં આવતી હતી.

એક અનુમાન એવું પણ લગાવાય છે કે જયારે પુર આવ્યું હશે ત્યારે આ નોટો એ વહીને ત્યાં અંદર ચાલી ગઈ હશે. આપણા દેશમાં જયારે નોટબંધી થઇ ૨૦૧૬માં ત્યારે ઘણી જગ્યાએ આવા નઝારા જોવા મળતા હતા. લોકો પોતાના કળાધનને છુપાવવા માટે જૂની નોટોને ગમે ત્યાં ફેંકી દેતા હતા અથવા તો તેમાં આગ લગાડી દેતા હતા.