આ છે ઈન્ડિયાના બેસ્ટ હિલ સ્ટેશન્સ, જોઈને આબુને ભૂલી જશો

0
148

ભારતમાં આખી દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા- હિમાલય આવેલી છે. ઉત્તર અને પૂર્વમાં હિમાલયની ભવ્ય પર્વતમાળા છે તો પશ્ચિમ અને મધ્ય ભાગમાં અરવલ્લી અને વિંધ્યની પર્વતમાળા આવેલી છે. અહીં વિશ્વના સૌથી સુંદર હિલ સ્ટેશન્સ આવેલા છે. દક્ષિણમાં કૂર્ગથી માંડીને ઉત્તરમાં મનાલી સુધી, જાણો ઈન્ડિયાના સૌથી સુંદર હિલસ્ટેશન્સ કયા છે.

દાર્જિલિંગ- પશ્ચિમ બંગાળઃ

અહીં તમને નજર પહોંચે ત્યાં સુધી લીલી ચાના બગીચા જોવા મળશે અને બેકગ્રાઉન્ડમાં જોવા મળશે હિમાલયની ચોટી. દાર્જિલિંગ પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગમાં આવેલું છે. દાર્જિલિંગ હિમાલયન રેલવેને ટોય ટ્રેન પણ કહેવાય છે. તેની જર્ની કરીને તમે આ હિલ સ્ટેશનની સુંદરતાને પૂરેપૂરી માણી શકશો.

શિલોંગ- મેઘાલયઃ

શિલોંગ મેઘાલયની રાજધાની છે. તે ખાસી પર્વતમાળાની વચ્ચે વસેલુ છે અને દેશના સૌથી સુંદર હિલસ્ટેશન્સમાંનું એક છે. અહીં આખા વિશ્વમાં સૌથી વધુ વરસાદ પડે છે. આ વિસ્તારમાંથી દેશને સૌથી સારુ સંગીત મળ્યું છે.

કૂર્ગ-કર્ણાટકઃ

પશ્ચિમ ઘાટમાં આવેલુ કૂર્ગ પણ એક મનોહર હિલ સ્ટેશન છે. અહીં એકરો સુધી કૉફી અને મસાલાના બગીચા આવેલા છે. આ સ્થળને સ્કૉટલેન્ડ ઑફ ઈન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. કૂર્ગમાં તેજાના-મસાલા અને કૉફીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. બસ, શાંતિથી બેસો અને પ્રકૃતિનો આનંદ માણો.

ઊટી, તામિલ નાડુઃ

બ્રિટિશરો ભારતના ઉનાળાથી બચવા માટે ઊટી જતા રહેતા. તેમણે તેનું નામ “સ્નૂટી ઊટી” પાડ્યું હતું. અહીં ફૂલના બગીચા, ચર્ચ અને ટેરેસ ગાર્ડન જોઈને તમારુ દિલ ખુશ થઈ જશે. થોડા આગળ જાવ અને વિસ્તાર વધુ લીલોતરીવાળો થતો જશે. અહીંની સુંદરતા તેના પાઈન વૃક્ષોને કારણે છે.

કૂન્નુર, તામિલ નાડુઃ

ઊટીની બાજુમાં જ એક નાનુ અને શાંત હિલ સ્ટેશન આવેલું છે- કૂન્નુર. નિલગિરી પર્વતના ખોળામાં વસેલુ આ હિલ સ્ટેશન તેની ચા અને કૉફીની ખેતી માટે જાણીતું છે. ઊટી અને કુન્નુર વચ્ચે તમે ટૉય ટ્રેનમાં મુસાફરી માણી શકો છો. તેમાં વેલિંગટનના કેન્ટોનમેન્ટ એરિયા સહિત અનેક સુંદર સ્થળોનો સમાવેશ થાય છે.

મનાલી, હિમાચલ પ્રદેશઃ

એડવેન્ચરનો શોખ હોય તો તમારે નોર્થ ઈન્ડિયાના બેસ્ટ હિલ સ્ટેશન છે. બેકપેકર્સ અહીં મુખ્ય શહેરની આસપાસના ગામમાં રોકાવા આવે છે. અહી એડવેન્ચર પસંદ કરતા ટૂરિસ્ટ્સ માટે ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, રાફ્ટિંગ, સ્કીઈંગ જેવા અનેક વિકલ્પ છે. મનાલીથી 53 કિ.મી દૂર રોહતંગ પાસ આવેલો છે જ્યાં હીમનદી, ખીણ અને ઊંચા ડુંગરોનો નજારો તમારુ દિલ જીતી લેશે.

મેકલોડગંજ, હિમાચલ પ્રદેશઃ

દલાઈ લામાના ઘર મેકલોડગંજમાં ધર્મશાલાની મુલાકાત લેતા યાત્રીઓ અવશ્ય આવે છે. અહીં મંદિરને સમાંતર રોડ પર ચાલવાથી, રંગબેરંગી શોપ્સ જોવાથી અને તિબેટિયન મંદિરોની મુલાકાત લેવાથી આંતરિક શાંતિનો અહેસાસ થશે. સાથે સાથે ગરમાગરમ મોમો તમારી મજામાં ચાર ચાંદ લગાવી દેશે.

મુન્નાર, કેરળઃ

ચાના બગીચાથી આચ્છાદિત પહાડો મુન્નારની સુંદરતાનો પર્યાય છે. મુન્નારમાં સતત કોઈને કોઈ પ્રવૃત્તિ ચાલ્યા કરતી હોય છે. તમને અહીં લીલોતરીના જેટલા શેડ્સ જોવા મળશે તેવા બીજે ક્યાંય નહિ મળે.

નૈનિતાલ, ઉત્તરાખંડઃ

બ્રિટિશરો ઉનાળામાં ઠંડક મેળવવા નૈનિતાલ આવતા. ઉત્તરાખંડની કુમાંઓ રેન્જમાં આ નાનકડું શહેર વસેલુ છે. અહીં વ્યસ્ત બજાર અને અનેક સુંદર પગદંડીઓ આવેલી છે. ભારતને સ્વતંત્રતા મળી તે પહેલાથી અહીં યાત્રીઓ આકર્ષાઈને આવે છે.

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરઃ

જમ્મુ અને કાશ્મીરનું શ્રીનગર પણ આખી દુનિયામાંથી યાત્રીઓેને આકર્ષે છે. અહીં હાઉસબોટમાં રહેવાની મજા જ કંઈ ઓર છે. આ સાથે ઐતિહાસિક મહત્વ ધરાવતા ગાર્ડન, ઉનાળાનું આહલાદક વાતાવરણ પણ યાત્રીઓને આકર્ષે છે. જેલમન નદીના કિનારે વસેલુ આ શહેર વિશાળ દલ લેક માટે પણ પ્રખ્યાત છે.

માથેરાન, મહારાષ્ટ્રઃ

જંગલથી આચ્છાદિત માથેરાનમાં પગદંડીઓ પર ચાલતા ચાલતા સુંદર લોકેશન્સ જોવાની મજા આવે તેમ છે. અહીં મોટર વેહિકલ્સ બેન છે. આથી તમારે ચાલવું પડે છે. 21 કિ.મીના રૂટ પર ટોય ટ્રેન ચાલે છે જ્યાં તમને પ્રકૃતિની સુંદરતા સોળે કળાએ ખીલેલી જોવા મળશે.