આઈપીએલ ની એક મેચ રમવાનાં અધધ આટલાં રૂપિયા લે છે આ પાંચ દિગ્ગજ ક્રિકેટર,આંકડો જાણી ચોંકી જશો………..

ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ એવી જ એક ટી-ટ્વેન્ટી લીગ છે, જેમાં ક્રિકેટરો સારો દેખાવ કરે છે અને કરોડો રૂપિયાની કમાણી સાથે વિશ્વવ્યાપી નામ કમાય છે. આઈપીએલમાં મેચ રમનારા ખેલાડીઓને લાખો ફી મળે છે, જ્યારે કેટલાક મોટા ખેલાડીઓને દરેક મેચમાં એક કરોડથી વધુ ફી મળે છે. આઈપીએલ 13 શરૂ થાય તે પહેલાં, આજે આ લેખમાં, અમે ટોચના 5 ખેલાડીઓ વિશે જાણીશું જે આઈપીએલમાં દરેક મેચમાં સૌથી વધુ ફી લે છે.

Advertisement

સ્ટીવ સ્મિથ – 85 લાખ.

આઈપીએલ 2020 માં, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકે હાજર થઈ શકે છે. રાજસ્થાન દ્વારા સ્મિથને 12 કરોડમાં જાળવી રાખવામાં આવ્યો હતો, જેના કારણે તેને દરેક મેચ માટે આશરે 85 લાખ રૂપિયા મળશે.આઈપીએલની રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સ્પર્ધા આ વખતે ભારત બહાર રમાવાની છે એ જાણીને હતાશા વ્યક્ત કરી છે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે ગયા માર્ચમાં સ્થગિત થયેલી કેશ-રિચ લીગની 13મી આવૃત્તિને હવે સપ્ટેમ્બરથી UAEમાં આયોજિત કરવામાં આવનાર છે.IPLના ચેરમેન બ્રિજેશ પટેલે ગયા સપ્તાહમાં કહ્યું હતું કે આ વર્ષે IPL લીગ 19 સપ્ટેમ્બરથી આઠ નવેમ્બરની આસપાસ રમાડવામાં આવશે અને ફ્રેન્ચાઇઝીને પણ આની જાણ કરવામાં આવી હતી.ક્રિકેટરોએ UAEની શરતોનો સ્વીકાર કરવો પડશેસ્મિથે કહ્યું હતું કે ક્રિકેટરોએ UAEની શરતોનો સ્વીકાર કરવો પડશે, પણ તેના જણાવ્યા અનુસાર કોઈ મુશ્કેલી નહીં ઊભી થાય. દરેક ક્રિકેટર માત્ર મેદાન પર ઊતરતી વખતે કોરોના વાઇરસને અટકાવવાના પ્રયાસ કરશે અને સારી ગુણવત્તાવાળી ક્રિકેટ રમવા માટે ઉત્સુક હશે.ઘણા ક્રિકેટરોને ત્યાં રમવાનો અનુભવ,રાજસ્થાન રોયલ્સની ડોક્યુમેન્ટરી ઇનસાઇડ સ્ટોરીના સ્પેશિયલ પ્રીમિયર પછી વિડિયો કોન્ફરન્સ દ્વારા સ્મિથે પત્રકારોને કહ્યું હતું કે મને લાગે છે કે પ્રોફિશનલ ક્રિકેટર હોવાને કારણે તમારે તમારી સામેની સ્થિતિને અનુકૂળ થવાનું હોય છે અને એ કોચિંગ સ્ટાફને સ્પષ્ટ સંદેશ છે, જે ટીમના 2019ની IPL ઝુંબેશને પ્રદર્શિત કરે છે.

એમએસ ધોની – 1.7 કરોડ.

ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વખત આઈપીએલનો ખિતાબ જીતનાર એમએસ ધોની આઈપીએલના સફળ વિકેટકીપર બેટ્સમેનમાંથી એક છે. કેપ્ટનશિપમાં તેમનો રેકોર્ડ પણ આશ્ચર્યજનક છે. ચેન્નઇએ સુપ્રસિદ્ધ ધોનીને 15 કરોડમાં જાળવી રાખ્યો છે. આઇપીએલની દરેક મેચ માટે ધોનીને આશરે 1.7 કરોડ રૂપિયા મળે છે.દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડે ચેન્નઈ સુપર કિંગ્સની સફળતાનું શ્રેય ઈન્ડિયન પ્રીમિયર લીગ કેપ્ટન મહેન્દ્રિંસહ ધોનીની સરળતા, તેની રમતની સમજ અને તેની પાછળ કરેલા મહાન કાર્યને આપ્યો છે.ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝ, ઈન્ડિયા સિમેન્ટ્સના વડા એન શ્રીનિવાસન પણ સંમત થયા કે ધોની એક વૃત્તિનો માણસ હતો, જેને ટીમની બેઠકોમાં ભાગ લેવા અથવા ડેટા જોવાનો વિશ્વાસ નહોતો. બંને ગ્રેટ લેક્સ ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ દ્વારા આયોજીત વેબિનારમાં બોલતા હતા. દ્રવિડે વેબિનારમાં કહૃાું, ’જો તમે ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ની સફળતા જોશો તો, તેમની ડેટા એક્સેસ ખૂબ સારી છે, લોકો પાછળ કામ કરવા માટે તેમની પાસે ખૂબ જ પહોંચ છે અને તેઓ જુનિયર કક્ષાએ ક્રિકેટ ટીમો ચલાવે છે. દ્રવિડે કહૃાું, ’તેઓ પ્રતિભાને સમજે છે અને તેથી તેમની પાસે ખૂબ જ સારી’ સ્કાઉિંટગ પ્રક્રિયા છે.

પરંતુ તેની પાસે એક કેપ્ટન પણ છે જે તેની વૃત્તિને ખૂબ સારી રીતે સમજે છે. પૂર્વ ભારતીય કેપ્ટનએ કહૃાું કે, “હું ધોનીને સારી રીતે ઓળખું છું અને આશા રાખું છું કે તે બિલકુલ બદલાયો નથી પરંતુ મને ખબર છે કે ધોની ડેટા અને આંકડામાં વિશ્વાસ નથી કરતો.” સીએસકેએ મુંબઈમાં ત્રણ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ભારતીયો કરતા એક ઓછું છે અને ટીમ ૧૦ સીઝનમાં તેનો ભાગ રહી છે અને દર વખતે નોકઆઉટમાં પહોંચી છે. શ્રીનિવાસે કહૃાું કે જ્યારે ડેટાને ખૂબ મહત્વ આપવામાં આવે ત્યારે ધોનીની સરળતા અને નિર્ણયો ટીમમાં કેવી રીતે સફળતા લાવે.તેમણે કહૃાું, ’અમે ડેટા પર આધાર રાખીએ છીએ. તમને એક ઉદાહરણ આપવા માટે, ઘણા બધા બોલિંગ કોચ છે અને ટી ૨૦ મેચમાં તેઓ દરેક બેટ્સમેનની વિડીયો રમે છે જેની સામે તેઓ રમવાનું છે અને તેઓ જુએ છે કે તેઓ કેવી રીતે આઉટ થયા, તેમની તાકાત શું છે અને તેમની નબળાઇ શું છે. પરંતુ એમએસ ધોની તેમાં ભાગ લેતો નથી, તે સંપૂર્ણપણે આરામદાયક વ્યક્તિ છે. બોિંલગ કોચ (મુખ્ય કોચ સ્ટીફન) લેિંમગ તેમાં હશે અને દરેક તેમાં રહેશે.

રોહિત શર્મા – 1.7 કરોડ

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આઈપીએલ ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે. મુંબઈને સૌથી વધુ 4 વખત ચેમ્પિયન બનાવનાર હિટમેનને તેની ટીમે 15 કરોડમાં જાળવી રાખ્યો હતો. આ દરમિયાન, તેમને દરેક મેચ માટે 1.7 કરોડ ચૂકવવામાં આવે છે.IPL 2020ની પ્રથમ મેચ રોહિત શર્માની મુંબઈ ઈંડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે રમવામાં આવશે. રોહિત શર્મા તે સાથે જ લગભગ 6 મહીના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરશે. રોહિતે આ વર્ષે જ 2 ફેબ્રુઆરીના રોજ છેલ્લી વખત T-20 મેચ રમી હતી ત્યારબાદથી તે મેદાનમાંથી બહાર છે. રોહિત શર્માએ ન્યૂજીલેન્ડની વિરુદ્ધ છેલ્લી T-20માં 60 રન બનાવ્યા હતા. જ્યારે કે, તેમણે પંડલીમાં ઈજાના કારણે રિટાયર થઈને પવેલિયન પરત ફર્યા હતા.

પેટ કમિન્સ – 1.10 કરોડ

આઈપીએલ હરાજી 2020 માં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ આકર્ષણનું કેન્દ્ર હતું. હરાજીમાં કોલકાતા નાઈટ રાઇડર્સે તેમની ટીમમાં 15.5 કરોડની જંગી રકમ ચૂકવીને તેનો સમાવેશ કર્યો હતો. આ રીતે, તેમને આઈપીએલની દરેક મેચ માટે રૂ. 1.10 કરોડ મળશે.ત્યારે આઇપીએલ સૌથી મોંઘો ખેલાડી ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ ખાલી સ્ટેડિયમમાં પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમવા તૈયાર છે. જેને કોલકાતા નાઈટ રાઈડર્સે આ વખતે IPL ઓક્શનમાં કમિન્સને 15.50 કરોડમાં ખરીદ્યો હતો. તો આ બાબતે ભૂતપૂર્વ ભારતની ખિલાડી મદનલાલે જણાવ્યું કે, ‘દર્શકો વગર IPL કરાવવાનો કોઈ મતલબ નથી.’ IPL 29 માર્ચે શરૂ થવાની હતી પરંતુ કોરોના વાઈરસના કહેરના લીધે તેને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી.વધુ જણાવતા પેટ કમિન્સ કહ્યું કે, ‘હું આના માટે તૈયાર છું અને હું દરેક નિર્ણયનું સમર્થન કરીશ, જે આવી મોટી ટૂર્નામેન્ટના સફળતાપૂર્વક આયોજનની ગેરેન્ટી આપે છે. મને ખબર છે કે દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં પણ ટૂર્નામેન્ટ શાનદાર રહેશે. ભારતમાં રમતી વખતે દરેક ફોર-સિક્સ પર પબ્લિક ચીયર કરે છે, હું તેને મિસ કરીશ.’

વિરાટ કોહલી – 1.21 કરોડ

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ 12 સીઝન રમ્યા પછી પણ પોતાની ટીમનો ખિતાબ જીતવાનો બાકી છે, પરંતુ આઈપીએલમાં ફીની બાબતમાં તે ટોચ પર છે. આરસીબીએ આઈપીએલ 13 માટે કોહલીને 17 કરોડમાં જાળવી રાખ્યો હતો. આ રીતે, તેઓ દરેક મેચમાંથી આશરે 1.21 કરોડ મેળવે છે.ટીમ ઇન્ડિયાનો કેપ્ટન અને IPLમાં RCBની કમાન સંભાળનાર વિરાટ કોહલી IPLનો સૌથી મોંઘો પ્લેયર છે. તેને આ વર્ષે RCB માટે રમવાના 17 કરોડ રૂપિયા મળશે. IPLમાં દરેક ટીમ લીગમાં 14-14 મેચ રમે છે. આ હિસાબે, વિરાટને દરેક મેચ માટે 1.21 કરોડ રૂપિયા મળશે. બીજા નંબરે રોહિત શર્મા છે, તેને મુંબઇ ઇન્ડિયન્સ વતી રમવા માટે દરેક મેચના 1.07 કરોડ મળશે. મુંબઇ તેને વાર્ષિક 15 કરોડ રૂપિયા આપે છે.આ સિવાય મેચ ફી અલગથી મળે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ટેસ્ટ મેચ રમવા માટે 15 લાખ રૂપિયા, એક દિવસીય મેચ માટે 7 લાખ રૂપિયા અને T-20 મેચ માટે 5 લાખ રૂપિયા મળે છે.ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર T-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા લીગમાં 5 મેચ રમવાની હતી. તે બાદ ટીમ સેમિફાઇનલ-ફાઇનલ રમત તો પણ 7 જ મેચ હોત. તે હિસાબે કોહલીને વર્લ્ડ કપથી 25થી 35 લાખ રૂપિયા મળત. જ્યારે IPLની એક જ મેચમાં તેનાથી 4થી 5 ગણા રૂપિયા મળે છે.

Advertisement