જાણો કેવી રીતે બજરંગદાસ બાપા માળીના દુકાને થી ખરીદેલા ગુલાબના ફૂલને દેવોના વૈધને ચઢાવતા હતા…

0
132

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે માળીના દુકાને થી ખરીદેલા ગુલાબના ફૂલને જાણો બાપા સીતારામ કેવી રીતે દેવોના વૈધ અશ્વિનીકુમાર ને ચઢાવતા હતા તો આવો જાણીએ.

Advertisement

મિત્રો તમને જણાવી દઇએ કે અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર. પૂ.બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી છ કિ.મી.દૂર અધેવાડા ગામ પાસે એક કિ.મી. અંદર ઝાંઝરિયા હનુમાનદાદાના શરણમાં થયેલું. પૂ.બાપાશ્રીના માતાનું નામ શિવકુંવરબા અને પિતાનું નામ હરિદાસજી હતું. પિતાશ્રી વલ્લભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા. તેમનું મોસાળ બુધેલ પાસે માલપર ગામે હતું. તેમના માતાશ્રી લાખણકાથી પિયર માલપર આવી રહ્યાં હતા.

તે સમયે કાચા રસ્તાઓ હતા, વાહનોની સગવડ નહોતી ત્યારે અધેવાડ ગામ પાસે સ્મશાનની છાપરી પાસે વિસામો ખાવા બેઠા.એ સમયે નદીની આસપાસ બે ત્રણ બહેનો કપડાં ધોતી હતી. તેઓ માતાની પાસે આવ્યાં. જે એક બહેનને (દૂધીબહેન) બોલાવી લાવ્યા અને માતાજીને ગામની અંદર આવવા જણાવ્યું. એ સમયે માતાજીએ ગામમાં આવવાની ના પાડી. માતાજીએ ઝાંઝરિયા હનુમાન તરફ લઇ જવા માટે કહ્યું. માતાએ હનુમાનને પ્રણામ કર્યા અને હનુમાનજી મંદિર સામે એક ઓરડીમાં વિસામો ખાવા બેઠા.

ત્યાં બાપાનું પ્રાગટ્ય થયું.બહેનોએ માતાજીની સેવા કરી. થોડા જ દિવસોમાં માતાજી માલપર પિયર જવા રવાના થઇ ગયાં. બાપાશ્રીના પ્રાગટ્ય અગાઉ થોડાક દિવસો માટે માતાજી આ ગામમાં આવ્યા અને પ્રાગટ્ય થયા પછી ત્યાંથી વિદાય લીધી જેથી ગામલોકોને એવું લાગ્યું કે થોડા જ દિવસોમાં આમ ચાલ્યા જનાર આ બાળ કોણ હશે ? હનુમાનજી મહારાજ ખુદ પધાર્યા હશે !બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવેલું. તેમનું કુળ રામાનંદ હતું. આ ભક્તિરામ માલપરથી લાખણકા આવ્યા ત્યારે બાલ્યાવસ્થા હતી.

આ બાલ્યાવસ્થામાં તેમના પિતાશ્રીનું અવસાન થતાં બાપા વિચરતા-વિચરતા વલસાડ બાજુ આવ્યા. વલસાડમાં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા હતા ત્યાંથી સીતારામદાસ બાપુ ખાખ ચોકવાળાની જમાત સાથે તેઓ જોડાઇ ગયા. આ જમાત નાસિકના કુંભમેળામાં જઇ રહી હતી. જંગલમાંથી પસાર થતા બાપાશ્રી એક બાવળના ઝાડ નીચે બેસી ગયા અને સીતારામ-સીતારામનો જપ કરવા લાગ્યા. આ સમયે જમાત હાથી અને ઘોડા સાથે ગાઢ જંગલમાંથી આગળ વધી રહી હતી.

તે જમાતની સામે આઠ-દસ વાઘોનું ટોળું આવ્યું. આ ટોળાને જોઇ હાથી પણ અટકી ગયો. આ સમયે સીતારામદાસ બાપુએ બજરંગદાસને બોલાવવા કહ્યું. બજરંગદાસ બાપા ત્યાં પધાર્યા અને વાઘના ટોળાની વચ્ચે ઊભા રહીને નૃસિંહ પરમાત્માની સ્તુતિ કરી અને એ વાઘોનું ટોળું ત્યાંથી શાંત ચિત્તે ચાલ્યું ગયું.આ રીતે સીતારામદાસ બાપાની જમાતને બચાવી લીધી. ત્યારબાદ બાપાશ્રી કુંભમેળાના દર્શન કરી વેજલપુર અને ત્યાંથી સુરત પધાર્યા. સુરતમાં તેઓ રોજ અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા.

બાપાશ્રી રેલ્વે સ્ટેશનની બાજુમાં એક માળીની દુકાનેથી ગુલાબનું ફૂલ ખરીદતાં. બાપાશ્રી આ ફૂલ લઇ ઘોડાગાડીમાં બેસી અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા. ત્યાં હોડીમાં બેસી ગુલાબનું ફૂલ લઇ લગભગ કલાક-દોઢ કલાક તાપી નદીમાં નૌકા વિહાર કરતા.નૌકાવિહાર દરમિયાન ગુલાબનું ફૂલ આકાશમાં ઉડાડતા. આ રીતે એ ગુલાબનું ફૂલ અશ્વિનીકુમારને ચઢાવતા. આ અશ્વિનીકુમાર એ દેવોના વૈદ્ય ગણાય છે.સુરતથી બાપા ફરતાં-ફરતાં વલ્લભીપુર આવ્યા. ત્યાંથી ઢસા આવ્યા.ત્યાંથી બાપા પાલિતાણા પધાર્યા અને પાલિતાણાથી બગદાણા પધાર્યા.

બગદાણામાં જૂની પોલીસ લાઇન સામે ચોરામાં પોતાનું આસન જમાવ્યું. આ વખતે બાપાશ્રી ધોયા વિનાની માદરપાટની બંડી પહેરતા. બાપાશ્રીને નાહવા-ધોવા કે દાતણ-પાણી માટે, પૂજા-પાઠ માટેના કોઇ નિયમ કે વ્રત ન હતા. બાપાશ્રી બાંકડા પર પોતાનું આસન જમાવીને પાણીનું એક માટલું અને ગ્લાસ લઇને બેસતા. બાજુમાં ધૂણી ધખાવતા આ રીતે બાપા લહેર કરતા. બાપા ઘણીવાર બગદાણાથી ભાવનગર પણ પધારતા પૂ.બજરંગદાસબાપાએ મહુવા તાલુકામાં બગદાણા પાસે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હતું.

ત્યાં બગદેશ્વર મહાદેવજીની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરાવી.આ આશ્રમે દર વરસે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે. દર માસની પૂનમે લોકો પૂનમ ભરવા અહીં દર્શને પધારે છે. બાપાને ભગવાન રામમાં અપાર શ્રદ્ધા હતી તેથી તો તેઓ સીતારામ-સીતારામનો જાપ જપ્યા કરતા હતા.બજરંગદાસ બાપાનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. મુળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. ૧૯૦૬માં (ચોક્કસ તારીખ ની માહિતી નથી) ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો.

એમના પિતાજીનું નામ હરીદાસબાપુ હતું. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા. અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. તેઓ તેમના શિષ્ય બન્યા હતા તેમના કેટલાય કાલ્પનિક પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુ ની જમાત જોડે હતી. ત્યારે સાધુ ની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું.

ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસ એ ત્યાં મુંબઈ માં દરીયાકીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) અને એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલ અને બાપાએ તેને તેડી ને બચાવી લીધેલ. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળેલ અને બાપા એ તેમને સીતારામ નામ નો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી.

તેઓ સૂરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓ એ ફરતા અને સેવા કરતા કાલમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા. બાપા ત્યારપછી બગદાણા આવ્યા અને અહીં સ્થાયી થયા હતા બગદાણાનો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામ ની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે.

Advertisement