જાણો તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં કેમ લેવામાં આવ્યો નવો અભિનેતાને,શુ દયા ભાભી ના કારણે

ટીવીના સૌથી ચર્ચિત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ પૂરા થયા છે. 2 દશકથી દર્શકોના દિલ પર રાજ કરનારા આ શોએ અલગ અલગ રીતે દર્શકોને પ્રભાવિત કર્યા છે. આ શોમાં અનેક ફેરફાર જોવા મળ્યા છે. શોની જીવાદોરી દયાબેનનો રોલ કરનારી એક્ટ્રેસ દિશા વાકાણી છેલ્લા કેટલાક સમયથી શોમાં જોવા મળી રહી નથી. હવે આ શોના દર્શકોના દિલને સરપ્રાઈઝ મળશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કાસ્ટને એક દિગ્ગજ અભિનેતા જોઈન કરી રહ્યા છે. આ અભિનેતા કોઈ બીજું નહીં પણ પોતાની અદાકારીથી લોકોને ખુશ કરનારા રાકેશ બેદી છે.

Advertisement

 

ફેમિલિ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈન કરવાની વાત પર એક્ટર રાકેશ બેદીએ કન્ફર્મ કરી છે. એક રિપોર્ટ અનુસાર આ શોમાં તારક મહેતાના બોસનો કિરદાર કરતા જોવા મળશે. રાકેશ બેદીએ કહ્યું કે મેં આ શોનું શૂટિંગ 14 ઓગસ્ટથી શરૂ કર્યું છે. આ શોને સેટ પર મારો પહેલો દિવસ છે. તેઓએ કહ્યું કે આ ઘણું દિલચસ્પ છે કેમકે મને 12 વર્ષ પહેલાં પણ આ રોલની ઓફર મળી હતી ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત થઈ હતી.

તેઓએ કહ્યું કે હું આ શોમાં તારક મહેતા એટલે શૈલેશ લોઢાએ બોસનો રોલ કર્યો છે. આ રોલ બુકમાંના અસલી સ્ટોરીનો ભાગ પણ છે. આ રોલ ખાસ છે. રાકેશ બેદીનું કહેવું છે કે આ વખતે જ્યારે ફરી શુટિંગ શરૂ થયું છે તો મને ફોન આવ્યો. શો પર કેટલાક ફેરફાર કરાશે અને મારા કેરેક્ટરને ઈન્ટ્રોડ્યૂસ પણ કરાશે. મારા કેરેક્ટર શોનો ભાગ હંમેશાથી હતો પરંતુ તેને ઈન્ટ્રોડ્યૂસ કરાયો નથી અને ન દેખાડાશે.

રાકેશ બેદી જાણીતા કોમેડી શો ભાભીજી ઘર પર હૈ માં પણ જોવા મળ્યા છે. તે અંગૂરી ભાભીના પિતાનો રોલ કરી રહ્યો છે. તેઓએ આ પહેલાં અનેક જાણીતા શોમાં કામ કરી ચૂક્યા છે. તેમાં શ્રીમાન શ્રીમતી, જબાન સંભાલ કે જેવા શો સામેલ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ અને 3000 એપિસોડ પૂરા થયા છે.

રિપોર્ટ્સના જણાવ્યા મુજબ દિગ્ગજ એક્ટર રાકેશ બેદીએ પોતાના રોલનું શૂટિંગ શરૂ કરી દીધુ છે અને હવે જલદી જ તેમના પાત્ર આધારિત એપિસોડ જોવા મળી શકે છે. એક્ટર રાકેશ બેદીનો આ રોલ કેમિયો છે એટલે કે તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં માત્ર થોડા દિવસો માટે જોવા મળી શકે છે. જ્યારે આ અંગે એક્ટર રાકેશ બેદીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કન્ફર્મ કરતા કહ્યું કે હા મે શૉ માટે 14 ઓગસ્ટથી શૂટિંગ શરૂ કર્યું છે અને આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સેટ પર પહેલો દિવસ હતો.

પોતાના રોલ વિશે વાત કરતા એક્ટર રાકેશ બેદીએ જણાવ્યું કે આ વાત ખૂબ જ રસપ્રદ છે કે મને આ રોલ વિશે 12 વર્ષ પહેલા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ શરૂ થઈ હતી. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં હું તારક મહેતાના બોસનું પાત્ર ભજવી રહ્યો છું આ ખૂબ જ મહત્વપૂર્ણ પાત્ર છે.

અહીં નોંધનીય છે કે દિગ્ગજ એક્ટર રાકેશ બેદી અગાઉ શ્રીમાન શ્રીમતી યે જો હે ઝિંદગી ઝુબાન સંભાલ કે અને ભાભીજી ઘર પર હ જેવા સુપરહિટ ટીવી શોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. ટીવી સિવાય પણ રાકેશ બેદી અનેક સફળ ફિલ્મોમાં જોવા મળ્યા છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

Advertisement