જલ્દી જવાન થવા માટે આ હિરોઈનએ લીધું હતું ઇન્જેક્શન,15 વર્ષની ઉંમરેજ થઈ ગઈ હતી 25 વર્ષ જેવી.

0
203

ફિલ્મ જગતની મોટાભાગની અભિનેત્રીઓ સુંદર અને યુવાન દેખાવા માટે શું નથી કરતી . કેટલાક સર્જરી અને કેટલાક મેક અપનો આશરો લે છે. પરંતુ આજે અમે તમને આવી અભિનેત્રીનો પરિચય આપીશું. જે ખૂબ જ સુંદર છે. તેમની સુંદરતા જોઈને, તમારા મોઢામાંથી એક જ શબ્દ નીકળશે કે ભગવાન એ તેને કેટલી સરસ બનાવી છે.

Advertisement

અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં, હંસિકા મોટવાણી છે. હંસિકા આજકાલ બોલીવુડમાં નહીં પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સુંદરતા ફેલાવી રહી છે. કહેવામાં આવે છે કે હંસિકાએ નાની ઉંમરે જુવાન દેખાવા માટે ઇન્જેક્શન લીધાં હતાં.

એક તરફ,જ્યાં બોલીવુડ અભિનેત્રી સુંદર દેખાવા માટે વિવિધ સર્જરી કરાવે છે, ત્યારે હંસિકાએ બોલ્ડ અને સુંદર દેખાવા માટે નહીં પણ નાની ઉંમરે જુવાન દેખાવા માટે ઇન્જેક્શનનો આશરો લીધો હતો.હંસિકા મોટવાણી આજ સુધીમાં ઘણી ફિલ્મો, ટીવી સિરિયલો અને રિયાલિટી શોમાં જોવા મળી છે. વર્ષ 2000 માં તેણે શાકા લાકા બૂમ બૂમ ફિલ્મથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. હંસિકાનો જન્મ 9 ઓગસ્ટ 1991 માં થયો હતો. તે હવે 29 વર્ષની છે.

હંસિકા જ્યારે 9 વર્ષની હતી ત્યારે ટીવી સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. જે પોતાનામાં એક મોટી વસ્તુ છે. હંસિકાએ 2007 માં લીડ એક્ટ્રેસ ફિલ્મ ‘આપકા સુરૂર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે સમયે હંસિકા માત્ર 15 વર્ષની હતી અને તે તેની સાથે 19 વર્ષ મોટી અભિનેતા હિમેશ રેશમિયા સાથે રોમાંસ કરતી જોવા મળી હતી.આ ફિલ્મમાં હંસિકા 22-25 વર્ષની એકટ્રેસ જેવી લાગી હતી. આ ફિલ્મ દરમિયાન હંસિકાની ઉંમર 15 વર્ષની હશે, પરંતુ તે એક જવાન છોકરીની જેમ દેખાતી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હંસિકાની માતા ડોક્ટર હતી, તેથી તેનો લાભ લઈ તેણે હર્મેનલ ઇન્જેક્શનનો આશરો લીધો. જેના કારણે તે 15 વર્ષની ઉંમરે 21 વર્ષની દેખાતી હતી. જોકે હંસિકાએ હોર્મોનલ ઇન્જેક્શન અંગે ક્યારેય પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ તે સમયે આ સમાચારો જોરદાર હેડલાઇન્સમાં હતા.

હંસિકા મોટવાણીએ બોલિવૂડ ઉપરાંત દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. થોડા મહિના પહેલા તેનો એક વીડિયો લીક થયો હતો જેમાં તે બાથટબમાં નહાતી નજરે પડી હતી. તેની લાંબા સમય સુધી ટીકા થઈ હતી પરંતુ પાછળથી હંસિકાએ આ વીડિયોને બનાવટી હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ વિડિઓનો સર્વત્ર ફેલાવો થતાં હંસિકા અંદરથી તૂટવા લાગી અને તેને આમથી બહાર નિકડવામાં ઘણો સમય લાગ્યો.

Advertisement