જલ્દી કરજો…જો આ તારીખ પહેલા નહીં લીધી હોય વેકસીન તો થઈ શકે છે FRI,આ લોકો માટે રસી ફરજીયાત….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કોરોનાને અટકાવવા માટે વેક્સિનેશન કરાવવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. લોકોની અવરજવર વધુ રહે છે તેવા વ્યાવસાયિક એકમના કર્મચારીઓ, સંચાલકો માટે રસી લેવાનું ફરજીયાત બનાવીને તા. 15 ઓગષ્ટ સુધીની મુદ્દત આપવામાં આવી છે. 15 પછી રસી ન લેનાર સામે પોલીસ ફરિયાદ થઈ શકે છે. પોલીસ કમિશનરે જારી કરેલા જાહેરનામાં અનુસાર, વ્યાવસાયિક એકમના કર્મચારી, સંચાલકોએ તા. 15 ઓગષ્ટ સુધીમાં કોરોના વેક્સિનેશન કરાવવું ફરજીયાત છે.

Advertisement

કોરોના રસી લેવા માટે તા. 15 ઓગષ્ટ સુધી મુદ્દત લંબાવવામાં આવી તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લા, હેર કટિંગ સલૂન, બ્યૂટી પાર્લર, રેસ્ટોરન્ટ, તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ, જીમ, કોચીંગ સેન્ટરો, ટયૂશન કલાસીસ, શૈક્ષણિક સંસ્થાઓ, પબ્લિક અને પ્રાઈવેટ બસ, સિનેમા થિએટરો ઉપરાંત ગણેશ મહોત્સવ સાથે સંકળાયેલા લોકો અથવા તો કર્મચારી, સંચાલકોએ કોરોના રસી લેવા માટે તા. 15 ઓગષ્ટ સુધી મુદ્દત લંબાવવામાં આવી છે.

જાહેરનામામાં એમપણ જણાવાયું છે કે, જે વ્યક્તિનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટિવ આવ્યો હોય તેવા કિસ્સામાં ડિસ્ચાર્જ સમરીની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા પછી તૂર્ત જ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાની સમયમર્યાદા 15 ઓગષ્ટ સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે જેમણે બીજો ડોઝ લેવાનો છે તેમના માટે પણ 15 ઓગષ્ટ સુધીની મુદ્દત લંબાવાઈ છે. આ જાહેરનામા પરથી જણાય છે કે, આ પછી જેમણે રસી નહીં લીધી હોય તેમની સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે.

આ નિયમ આધારે જાહેરનામા ભંગની કાર્યવાહી રાજ્યના અમુક જિલ્લા, નાના શહેરોમાં શરૂ કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં રવિવારે કોવિશિલ્ડ અને કોવેકિસનનો જે લોકોને બીજો ડોઝ લેવાનો હતો એમને જ વેકિસન આપવામાં આવી હતી.મ્યુનિ.ના રસીકરણ કેન્દ્રો ઉપરથી 22191 પુરૂષ અને 15913 મહિલા સહીત કુલ 38104 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. 18થી 44 વય જુથના 11099 પુરૂષ અને 6971 મહિલા સહીત કુલ 18070 લોકોને રસી આપવામાં આવી હતી.45થી વધુ વય ધરાવતા કુલ 14693 લોકોને વેકિસન અપાઈ હતી.

તમને જણાવી દઈએ કે GCCI દ્રારા 31 જુલાઇની મર્યાદાને 15 ઓગસ્ટ સુધી લંબાવવા માટે માંગ કરી હતી. સમય મર્યાદા ઓછી પડતી હોવાથી વધુ સમય મર્યાદા વધારવા માંગ કરી હતી. 50 ટકા ઉપર વેપારીઓનું રસીકરણ પુરૂ થઇ ગયું હોવાનો અંદાજ છે. શહેરના વેક્સીનેશન સેન્ટરો પર વેપારીઓની ભીડ જોવા મળી રહી હતી. મણિનગરના સ્વામિનાયરણ વેક્સીનેશન સેન્ટર પર લાંબી લાઇનો જોવા મળી હતી.

Advertisement