જાણે અજાણે તમને પણ મળવા લાગે આ સંકેત, તો સમજી જજો તમે ટૂંકજ સમયમાં બનવાનાં છો ધનવાન…..

0
200

જયારે મનુષ્યનો જન્મ આ ધરતી પર થાય છે તો એના જન્મ ની સાથે સાથે જ એનું ભાગ્ય લખવામાં આવે છે. તમે લોકો એ ઘણીવાર લોકો ને કહેતા સાંભળ્યા હશે કે જેનું ભાગ્ય સારું હોય છે એને જ લક્ષ્મી જી મળે છે, પરતું ઘણા લોકો એવા છે જે એમની મહેનત ના બળ પર લક્ષ્મીજી ને પોતાની પાસે બોલાવવા માં સફળ રહે છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવન માં એવી ઘણી ઘટનાઓ બને છે જે શુકન અને અપશુકન નો સંકેત બતાવે છે. મનુષ્ય એમના સપનામાં એવી ઘણી વસ્તુ જુએ છે, જે એના આવનારા સમય ની તરફ સંકેત આપે છે.

જ્યારે ભગવાનની કૃપા થવાની હોયતો તે આપણને કોઇ ને કોઇ સંકેત આપે છે. તે સંકેતો બહુ જ શુભ મનાય છે. પ્રભુના સંકેતો મળે તો સમજી લેવું કે આપણી ઉપર લક્ષ્મી ની કૃપા થવાની છે અને આપણું ભાગ્ય ખુલવાનું છે. શરીરના અમુક અંગો જો અચાનક ફડકવા લાગે તો તેને શુભ મનાય છે. જેમ કે, આઇબ્રો અથવા હાથ નો વચ્ચેનો ભાગ ફડકે તો આવનાર સમયમા માં લક્ષ્મી પ્રાપ્ત થવાની છે.

ખરેખર આ અંગો ફરકવાથી ધનની પ્રાપ્તિ થવાની છે તેવું મનાય છે. આવું થાય તો સમજવુ કે લક્ષ્મી માતા ની કૃપા આપણા ઉપર થવાની છે. જો પોપટ ઉડીને આપની ઘરે આવે તો તેને ખુબ સારો સંકેત મનાય છે. તેના સિવાય તેનું બોલવુ અથવા પાંખો ફફડાવવી એ આપણું ભાગ્ય બદલવામાં ખુબ સારુ મનાય છે.આવી ઘણી ઘટના સારા ભાગ્ય સાથે જોડવામાં આવે છે. ઘર ની આસપાસ કીડી તેના મોંમા ચોખા નો દાણો લઇ જતી દેખાય તો તે પણ ધન પ્રાપ્તિ થવાના સંકેત છે. ગરોળી થી મોટા ભાગે લોકો ડરતા હોય છે. પરંતુ ગરોળી માથા ઉપર પડે તો તે શુભ મનાય છે. તે ધન મળવાનો સંકેત છે. જે ભાગ્યશાળી હોય તેના માથા પર જ ગરોળી પડે છે.

જો કોઈ પણ વ્યક્તિ કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં કોઈ કૂતરું એના મોં માં ખાવાની કોઈ વસ્તુ અથવા રોટલી લઈને આવતું દેખાય તો એ આ વાતનો સંકેત કરે છે કે તમને ગમે ત્યાંથી ધન લાભની પ્રાપ્તિ થવાની છે.જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ધનની દેવી માતા લક્ષ્મી જીનું વાહન ઘુવડ હોય છે. એવામાં જો તમને આસપાસ ઘુવડ નજર આવે તો સમજી લેવું જોઈએ કે ધનની દેવી માતા લક્ષ્મી જી તમારા પર પ્રસન્ન થવાની છે અને ખુબ જ જલ્દી એની કૃપા પ્રાપ્ત થવાની છે.ગાયગાય ની હિન્દુ ધર્મમાં પુજા કરવામાં આવે છે. ગાય આપણા દરવાજે આવી ને ભાંભરવા લાગે તે પણ એક સારો સંકેત છે. મા લક્ષ્મી ની કૃપા આપણા પર થવાની છે આવા સંકેતો જણાય તો સમજવુ કે આપના ભાગ્ય ખુલવાના છે.

આ સિવાય જો તમને સપનામાં આ વસ્તુઓ દેખાઇ તો પણ ધન મળવાની સંભાવના છે.સપનામાં મુકુટ દેખાવોજો કોઈ વ્યક્તિ ને સપના માં મુકુટ દેખાઈ દે છે તો આ શુભ સંકેત માનવામાં આવે છે. એનાથી તમારા ઘર માં માતા લક્ષ્મી જી હંમેશા નિવાસ કરે છે. જો તમને પણ આવા સંકેત સપના માં જોવા મળે છે તો તમારા ઘર માં ક્યારેય પણ પૈસા ની તંગી જોવા મળતી નથી.શેરડીજો તમને સાવર સવાર માં શેરડી જોવા મળે છે તો એ ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે, એ સિવાય જો તમે તમારા સપના માં શેરડી ને જુઓ છો તો એવું સમજવું કે એનાથી તમારું ભાગ્ય ખુબ જ જલ્દી બદલવાનું છે.

શંખઆમ તો જોવામાં આવે તો દરેક ઘર ના મંદિર માં શંખ જરૂર રાખવામાં આવે છે. શંખ ને ખુબ જ શુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મ માં એવું માનવામાં આવે છે કે શંખ ની ધ્વની ધન ની દેવી માતા લક્ષ્મી જી ને ખુબ જ પ્રિય છે, એવી સ્થિતિ માં જો તમને સવાર સવાર માં ક્યાંક થી શંખ ની ધ્વનિ સાંભળવા મળે તો એનાથી તમને ધન લાભ મળે છે.સાવરણીજો તમે ઘર માંથી બહાર કોઈ કાર્ય કરવા માટે જઈ રહ્યા હોય અને સવાર સવાર માં કોઈ વ્યક્તિ તમને સાવરણી થી કચરું સાફ કરતા જોવા મળે છે તો આ એક વાત નો સંકેત આપે છે કે ધન ની દેવી માતા લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન થવાની છે.

સપનામાં તારા દેખાવાસપનામાં તારા દેખાય તો તેનો અર્થ છે તમને કોઈ શુભ સમાચાર મળવાના છે કે પરિવારના કોઈ સભ્યોને વેપારમાં નફો થવાનો છે.સપનામાં ગરોળી દેખાય તોસપનામાં જો તમને ગરોળી દેખાય તો તે શુભ સંકેત છે કે તમને ક્યાંકથી ધન પ્રાપ્ત થવાનું છે.સપનામાં ગુલાબ દેખાવુંસપનામાં જો તમે ગુલાબ જુઓ છો તો આ સંકેત છે કે તમારી કોઈ મોટી મનોકામના પૂરી થશે અને રોકાયેલું ધન પરત આવી શકે છે.પોતાને ગરીબીમાં જોવુંપોતાને ગરીબીમાં જુઓ છો તો તેનો અર્થ છે કે તમને ધન લાભ મળવાનો છે.

ઈમારત બનતા દેખાવીસપનામાં ઈમારત બનતા દેખાવાનો અર્થ છે કે તમારી પ્રગતી થવાની છે કે ધનનો લાભ થવાનો છે.સપનામાં આત્મહત્યા કરતા દેખાવુંપોતાને સપનામાં આત્મહત્યા કરતા જોવા પર તમે ડરી શકો છો પરંતુ ડરવાની જરૂર નતી. આ સપનું શુભ માનવામાં આવે છે. આ સંકેત માનવામાં આવે છે કે તમારી ઉંમર વધી ગઈ છે અને તમારા પર ધનવર્ષા થવાની છે.સપનામાં સાંપ દેખાવોસપનામાં સાંપનું દેખાવું શુભ માનવામાં આવે છે આ સંકેત છે કે તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ મળશે. આ સ્વપ્ન ધન અને સંતાન પ્રાપ્તિનો પણ સંકેત માનવામાં આવે છે.