જાણી લો ઢીંચણ અને સાંધાના દુખાવાના ઘરેલુ ઉપચાર,બધી જ ઉંમર ના લોકો માટે ઉપયોગી.

રચનાની ર્દષ્ટિએ ઘૂંટણનો સાંધો જટીલ છે. શરીરનાં અન્ય સાંધાઓ કરતાં સૌથી વધુ કાર્યરત અને ભારવહન કરતો સાંધો છે. શરીરનાં હલન-ચલન અને ઉભા રહેવા દરમ્યાન પણ ઘૂંટણનો સાંધો ગતિ અને સ્થિતિ બંને માટે મહત્વપૂર્ણ કામ કરે છે. આજની આધુનિક શૈલીથી જીવાતા જીવનમાં ઘૂંટણનાં સાંધામાં ઘસારો અને દુઃખાવાની ફરિયાદ વધુ જોવા મળે છે.ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી મોટો અને જટીલ જોડાણો ધરાવતો સાંધો છે. જ્યાં એકથી વધુ હાડકા જોડતા હોય તેને સાંધો Joint કહે છે. ઘૂંટણમાં થાયબોન, શીનબોન, ફીબ્યુલા અને નિકેપ જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બને છે. ઘૂંટણનાં સાંધામાં હાડકાઓને બાંધતા સ્નાયુઓ, ટેન્ડન્સ અને સાંધામાં સ્નિગ્ધતા જળવાય તેવું સાયનોવિયલ ફલ્યુડ હોય છે.

Advertisement

આથી જ ઘૂંટણમાં સોજો આવે, દુખાવો થાય, ઘૂંટણની હલન-ચલનની ક્રિયામાં બાધા થાય તે દરેક તકલીફ ઉભી કરે. સામાન્ય ભાષામાં તો ઘૂંટણનો દુખાવો કહેવાય પરંતુ ઘૂંટણનો સાંધાના કયા ભાગમાં તકલીફ છે, તે જાણવું અને તેને અનુરૂપ ઉપચાર કરવો જરૂરી છે. આથી સામાજિક પ્રસંગે કે અન્ય પ્રસંગે ઘૂંટણની તકલીફથી પીડાતા હોય તેઓ ઘૂંટણનો દુખાવો મેથી ખાવાથી મટી જાય છે, સાચી વાત ? અથવા તો ઘૂંટણ દુખતા હોય તો ચાલવાની કસરત કરવાથી તકલીફ થાય ખરૂં ને ? આવા પ્રશ્નો પુછતાં હોય છે. પ્રશ્ન પુછનારની આતુરતા સમજી શકાય. પરંતુ તેઓને થતાં ઘૂંટણનાં દુખાવા માટેનાં કારણ વિશે સમજ્યા-નિદાન કર્યા પહેલાં જવાબ આપી શકાય નહીં. આથી જ બઝારમાં ઘૂંટણનો દુખાવા માટે ચમત્કારિક ઉપચાર તરીકે વહેંચાતી દવાઓથી દર્દીઓને ફાયદો થતો નથી. ઘૂંટણની રચનામાં જોડાયેલા સ્નાયુમાં ઈજા, ખેંચાણ, સોજો હોય કે નિકેપમાં ઈજા થઇ હોય, ડિસપ્લેસમેન્ટ થયું હોય, સાયનોવિયલ ફલ્યુડ ઘટી ગયું હોય, વ્યક્તિનું વજન વધવાથી, અયોગ્ય રીતે ચાલવા, ઉઠવા-બેસવા, રમત-ગમત જેવી અન્ય ક્રિયાઓથી હાડકામાં ઘસારો અથવા અલાયન્મેન્ટમાં તકલીફ થઇ હોય શકે છે. આથી જ યોગ્ય પરિક્ષણ, વ્યક્તિગત જીવનશૈલી જ્યારે જરૂર જણાય તો રક્ત પરિક્ષણ કરી અને નિદાન થાય છે. રક્તમાં રૂમેટોઈડ આર્થરાઈટીઝ ફેક્ટરની હાજરી હોય, યુરિક એસિડનું પ્રમાણ વધુ હોઈ શકે. આ બધી જ બાબતો-ક્લિનિકલ જજમેન્ટ તથા પ્રકૃતિ પરિક્ષણને આધારે ઘૂંટણનાં સોજા, દુખાવા કે ઘસારા માટે ઉપચારક્રમ નક્કી થાય છે.

શિયાળો આવતાંની સાથે જ સાંધાના દુખાવાની અને ઢીંચણના દુખાવાની તકલીફ વધતી જાય છે. આ તકલીફમાંથી રાહત મેળવવા મોટેભાગે આપણે દુખાવો દૂર થાય તેની ટીકડીઓ લઇને થોડા સમય માટે તેમાં રાહત મેળવી લઇએ છીએ. પણ આ ટીકડી શરીર માટે બીજી રીતે ઘણી જ હાનિકારક સાબિત થાય છે. દુખાવો દૂર કરતી આ દવાઓના ઓવરડોઝની અસર સીધી આપણાં લિવર અને કિડની ઉપર પડતી હોય છે. તેથી આવી દવાથી થોડા સમય માટે આ દુખાવામાં રાહત મેળવવા કરતાં વધારે સારું એ છે કે તમે ઘરેલુ ઉપાય વડે દુખાવો દૂર કરો. તો ચાલો, સાંધા અને ઢીંચણના દુખાવાને દૂર કરતાં ઘરેલુ ઉપાય ઉપર એક નજર કરીએ.

અશ્વગંધા અને સૂંઠનો પાઉડર.

ચાલીસ ગ્રામ અશ્વગંધા પાઉડર, વીસ ગ્રામ સૂંઠનો પાઉડર અને ચાલીસ ગ્રામ દળેલી ખાંડ લેવી. આ ત્રણેયને સરખી રીતે મિક્સ કરી લેવાં. આ મિશ્રણને રોજ બે ચમચી દૂધમાં નાખીને પીવાથી જોઇન્ટ્સના દુખાવામાં ખૂબ રાહત થશે.

મેથીના દાણા.

મેથીના દાણાનો કડવો ભાગ દુખાવામાં ખૂબ રાહત આપે છે. તેમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ ભરપૂર માત્રામાં હોય છે તેથી મેથી પાઉડર રોજ રાત્રે સૂતા પહેલાં એક ચમચી ગરમ પાણી સાથે ફાકવાથી આ દુખાવામાં તો રાહત થશે જ સાથે સાથે ગેસની તકલીફ પણ દૂર થઇ જશે.

લસણ અને દૂધ.

અઢીસો ગ્રામ દૂધમાં બેથી ત્રણ કળી લસણની વાટીને નાખવી. આ દૂધને સરખું ઉકાળીને શિયાળાની સિઝનમાં રોજ રાત્રે એક ગ્લાસ પી લેવું. તેનાથી ઠંડીના કારણે જકડાઇ ગયેલા સ્નાયુમાં રાહત થાય છે. સાંધાના દુખાવામાં રાહત થાય છે, આયુર્વેદના મતે લસણ વાયુને દૂર કરે છે અને સાંધાના દુખાવાનું એક કારણ વાયુ પણ છે. તેથી જો તમને પણ આવી કોઇ તકલીફ હોય તો તમે પણ લસણનું દૂધ પી શકો છો.

હળદરનું દૂધ.

હળદર પણ સાંધાના દુખાવામાં અને આ દુખાવાને કારણે આવી ગયેલા સોજામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. માટે રોજ હૂંફાળા દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને રોજ રાત્રે પીવાથી દુખાવામાં અને સોજામાં રાહત મળશે.

કેસ્ટર ઓઇલ અને રસાયણાદી ક્વાથ.

રસાયણાદી ક્વાથ અને કેસ્ટર ઓઇલ જોઇન્ટના દુખાવા માટેની ખૂબ સારી દવા છે. આ રસાયણાદી ક્વાથ પાઉડર સ્વરૂપમાં માર્કેટમાં મળે છે. તેને લઇને ૨૦૦ એમ.એલ પાણીમાં એક ચમચી આ પાઉડર મિક્સ કરી બરાબર ઉકાળવું. પાણી પચાસ એમ.એલ જેટલું બાકી રહે એટલે ગેસ ઉપરથી ઉતારી તેને ગાળી લેવું. ત્યારબાદ તેમાં ૨૦ એમ.એલ જેટલી માત્રામાં દિવેલ મિક્સ કરો. રોજે રાત્રે આ પાણી ગરમગરમ પીવું. તેનાથી સાંધાનો દુખાવો બિલકુલ હેરાન નહીં કરે, તેમજ તેનાથી ગેસ અને કબજિયાતની તકલીફ પણ દૂર થઇ જશે.

મસાજ અને શેક.


૨૫૦ ગ્રામ સરસવનું તેલ એક કઢાઈમાં લઇને તેમાં આઠ-દસ કળી લસણની નાખવી. આ બંનેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું. તેમાં એક ચમચી અજમો, મેથીના દાણા અને સૂંઠ પાઉડર નાખવાં. આ તેલને શિયાળાના દિવસોમાં સવારના તડકામાં બેસીને સાંધા પર આ તેલ લગાવીને માલિશ કરવાથી દુખાવો દૂર થશે.

આદુ.

માંસપેશીઓ તેમજ સાંધાના દુખાવામાં આદું એક ઉત્તમ પ્રાકૃતિક ઉપચાર છે. એક સર્વે મુજબ ઓસ્ટીયોઆર્થરાઈટીસના દર્દીઓને આદુના સેવનથી ઢીંચણના દુખાવામાં ફાયદો મળે છે.

સિંધાલૂણ.

સિંધાલૂણમાં રહેલ મેગ્નેશિયમ સલ્ફેટ એક આશ્ચર્યજનક પદાર્થ છે. મિનરલ, મેગ્નેશિયમ સલ્ફેટનો પ્રયોગ પીડા દૂર કરવા માટેનો વર્ષો જૂનો ઉપાય છે. સિંધાલૂણમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોવાથી આર્થરાઈટીસના ઢીંચણના દુખાવાને દૂર કરવા માટે મદદ રૂપ થાય છે.

એપલ સાઈડર વિનેગર.

અલ્કાલાઈજિંગ ઇફેક્ટને કારણે જોઈન્ટ પેઈન માટે જવાબદાર ટોક્સિન, સાંધા અને તેને સંબંધિત ટીશ્યુને ઓછા કરે છે. એપલ સાઈડર વિનેગરમાં રહેલ મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો આર્થરાઈટીસના દુખાવામાં રાહત આપે છે.

દ્રાક્ષનો રસ.

દ્રાક્ષના રસમાં સેલ્યુબલ કાર્બોહાઇડ્રેટ હોય છે. જે આર્થરાઈટીસની તકલીફને ઓછી કરે છે. દ્રાક્ષનો રસ સાંધા અને આર્થરાઈટીસથી થતી પીડામાં રાહત પહોંચાડે છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

Advertisement