જાણીને નવાઈ લાગશે પરંતુ ગુજરાતમાં એક બકરો આપે છે દૂધ,સાચુના લાગે તો જોઈલો તસવીરો….

0
145

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે અમે ગુજરાતમાં થયેલા કુદરતના એક એવા ચમત્કાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે તમે ક્યારેય નહીં જોયો નહીં હોય. આ ચમત્કાર થયો છે એક બકરામાં. બકરી દૂધ આપે છે પણ તમે ક્યારે સાંભળ્યું છે કે, બકરો દૂધ આપે છે. પણ હવે આ વાત કોઈ કરે તો તમારે માનવી પડશે. કારણ કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના એક ગામમાં એક બકરો રોજનું 4 લીટર દૂધ આપે છે અને હા બકરાનો માલિક આ દૂધનો પીવા માટે પણ ઉપયોગ કરે છે.

રિપોર્ટ અનુસાર બનાસકાંઠાના અમીરગઢમાં આવેલા બાલુન્દ્ર ગામમાં રહેતા માનાભાઈ રબારી તેમની ઘરે બકરીઓ રાખે છે. માનાભાઈએ પાળેલી બકરીઓમાંથી એક બકરીએ ચાર વર્ષ પહેલા બકરાને જન્મ આપ્યો હતો. તેઓ બકરીઓની સાથે-સાથે રોજ બકરાને પણ ચરવા માટે લઇ જતા હતા. બકરો જેમ-જેમ મોટો થતો ગયો તેમ-તેમ બકરાના આચળ બહાર નીકળવા લાગ્યા હતા. બકરો બે વર્ષનો થયો ત્યારથી બકરાના આચળ બકરીને જેમ દેખાવા લાગ્યા હતા. બકરો જ્યારે ચાર વર્ષનો થયો ત્યારે તેના આચળ મોટા થઈ ગયા હતા. ગામ લોકો પણ માનાભાઈના આ બકરાને જોઈને આશ્ચર્યચકિત થઇ જતા હતા.

એક દિવસ માનાભાઈએ બકરાને દોહવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યારે બકરાના આચળમાંથી દૂધ નીકળ્યું હતું. તે દિવસથી રોજ સવારે અને સાંજે માનાભાઈએ બકરાને દોહવાનું શરૂ કર્યું. બંને ટાઈમનું મળીને કુલ બે લીટર દૂધ બકરો આપે છે. માનાભાઈ આ બકરાના દૂધને પીવા માટે ઉપયોગમાં લઇ રહ્યા છે અને સાથે-સાથે જે દૂધ વધે તેને ડેરીમાં પણ આપી રહ્યા છે. બનાસકાંઠાના એક રબારીના ઘરે જોવા મળતો કુદરતનો આ ચમત્કાર વૈજ્ઞાનિકોને પણ માથા ખજવાળતા કરી દે તેવો છે.

આવાજ એક બીજા કિસ્સામાં ભગવાન અને ભક્ત વચ્ચે ખૂબ અજબ ગજબ સંબંધ હોઈ છે. જરૂરી નથી કે ભગવાન ના ભક્તો મનુષ્ય જ હોઈ. ભગવાનના ઘણા મોટા ભક્તો પ્રાણીઓ પણ હોઈ શકે છે. ઉદાહરણ માટે હનુમાનજી ને જ જોઈ શકીએ છીએ. તે જન્મ થી વાનર હતા. આજદિન સુધી હનુમાન જી થી મોટો કોઈ ભક્ત નો જન્મ થયો નથી. હનુમાનજી ને ભગવાન રામના સૌથી મોટા ભક્ત કહેવામાં આવે છે.

હનુમાન મંદિરની આજુબાજુ વાંદરાઓ આખા પરિવાર સાથે રહે છે.દેશભરમાં ભગવાન રામના ઘણા મંદિરો છે. હનુમાનજી ચોક્કસપણે દરેક મંદિરની સાથે છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે જ્યાં પણ હનુમાન મંદિર છે ત્યાં ઘણા વાંદરાઓ તેની આજુબાજુમાં તેમના આખા પરિવાર સાથે રહે છે. એવું લાગે છે, કે કોઈ ચમત્કારથી કંઇ ઓછું નથી. ત્યાં રહેતા વાંદરાઓ કોઈને નુકસાન પહોંચાડતા નથી. દેશમાં હનુમાનજીના ઘણા પ્રાચીન મંદિરો પણ છે.

મંદિરમાં આવતા ભક્તો ધોવે છે રામુ ના પગ .કેટલાક પ્રાચીન મંદિરો વિશે પણ ઘણી વાર્તાઓ છે. આવા જ એક મંદિર છે અજમેરનો બજરંગગઢ. છેલ્લા 7 વર્ષથી આ મંદિર માં એક વાંદરો રામુ હનુમાનજી ની સેવા કરી રહ્યો છે. રામુ છેલ્લા 7 વર્ષથી મંદિરમાં જ ખાઈ પીવે છે અને ત્યાજ સુઈ જાય છે. એટલું જ નહીં, રામુના કપાળ પર ટીકો પણ લગાવે છે. આ મંદિરમાં આવતા ભક્તો પણ રામુના પણ પણ ધોવે છે અને તે બદલામાં રામુ તેને આશીર્વાદ પણ આપે છે.

જ્યારે પણ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે ત્યારે રામુ હાજર હોય છે. રામુ મંદિરમાં રાખવામાં આવેલી ઘંટ અને જાલાર પણ વગાડે છે અને ભજન હોય ત્યારે નૃત્ય પણ કરે છે. રામુનો મંદિરના ચોકીદાર સાથે ગાઢ સંબંધ છે. રામુ 7 વર્ષ પહેલા અહીં એક મદારી પાસે થી ભટકી ને આવ્યો હતો. જ્યારે રામુ મંદિરમાં આવ્યો ત્યારે તે સમયે તે ખૂબ બીમાર હતો. તે સમયે મંદિરના ચોકીદારે તેની સંભાળ લેતા હતા. ત્યારથી, બંને વચ્ચે ગાઢ સંબંધ છે.

મંદિરના પૂજારી અનુસાર રામુ આ મંદિર માટે ખૂબ શુભ છે. જ્યારે રામુ આ મંદિરમાં આવ્યો છે, ત્યારથી અહીં આવનારા ભક્તોને ઘણો ફાયદો થયો છે. રામુ વિશે એવું કહેવામાં આવે છે કે તે આ મંદિરની સુરક્ષા સાક્ષાત બાલાજીના રૂપમાં કરે છે. એકવાર આ મંદિરમાં આવેલી મહિલાનું કાન ની બુટી ખોવાઈ ગઈ હતી. રામુ મહિલાની બુટી શોધી કાઢી છે અને ચોકીદાર ને સંકેત ના માધ્યમ થી કીધું. ચોકીદારને બુટી મળી અને તે સ્ત્રીને આપી.

આવોજ એક બીજો કિસ્સો ચમત્કાર સાથે જોડાયેલી ઘણી વાતો હંમેશા ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. અમુક લોકો તેને ખરેખર ચમત્કાર માને છે, તો અમુક લોકો એવા પણ હોય છે જે આ ચમત્કારને અંધવિશ્વાસ ગણાવીને પોતાનો વૈજ્ઞાનિક અભિગમ રજુ કરે છે. અને એવું જ કંઈક ચીનના ગુઇઝોઉ ગામમાં જન્મેલા ગાયના એક વાછરડાના કેસમાં પણ થઈ રહ્યું છે.

ગામમાં જન્મ્યું બે મોઢા વાળું વાછરડું.હકીકતમાં અહીં એક ગાયે બે મોઢા વાળા વાછરડાને જન્મ આપ્યો છે. આ વાછરડાના 2 માથા, 4 કાન અને 4 આંખો છે. હવે આવું અનોખું વાછરડું ગામમાં પહેલા ક્યારેય જોવા નથી મળ્યું, એવામાં તેને જોવા માટે આસપાસના લોકોની ભીડ જામે છે. લોકો આને ચમત્કાર માની રહ્યા છે.

વાછરડાની માલિક ઝાંગ કહે છે કે મારી ઉંમર 70 વર્ષની છે, પણ મેં મારા આખા જીવનકાળમાં આવું વાછરડું પહેલા ક્યારેય નથી જોયું. તેમણે એ પણ જણાવ્યું કે, આ બે મોઢા વાળું વાછરડું પોતાના બંને મોં વડે એક સાથે દૂધ પી શકે છે. જોકે તેના બે મોં હોવાથી તેને ઉભા રહેવામાં સમસ્યા થાય છે.

સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.15 ઓગસ્ટે જન્મેલું આ અનોખું વાછરડું હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગયું છે. તેના ફોટા ઇન્ટરનેટ પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. બીજી તરફ આ કેસના વિશેષજ્ઞનું કહેવું છે કે, તેના માથા ભલે બે છે પણ તેનું ગળું એક જ છે. આ વાછરડું સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને ઘણા લાંબા સમય સુધી જીવિત રહી શકે છે.

ડોક્ટર્સ તેને ચમત્કારી નથી માની રહ્યા. તેમનું કહેવું છે કે વાછરડાનું માથું તેની માં ના પેટમાં જ અસામાન્ય (એબનોર્મલ) રીતે બન્યું છે. આ સ્થિતિને વૈજ્ઞાનિક ભાષામાં જેનેટિક મ્યુટેશન કહે છે. ડોક્ટર્સ જણાવે છે કે, આ પ્રકારના બે માથા વાળા પ્રાણીઓને પૉલીસેફલી નામની બીમારી હોય છે. આ પ્રકારના બે માથા વાળા પ્રાણીઓને વૈજ્ઞાનિક ભાષામાં બાઇસફિલિક અથવા ડાઇસફિલિક કહેવાય છે. તેમજ જો તેમના ત્રણ માથા હોય તો તેમને ટ્રાઇસાઇફિલિક કહેવામાં આવે છે.

જો કોઈ પ્રાણી પૉલીસેફિલિક છે, તો તેમના દરેક માથાનું પોતાનું અલગ મગજ હોય છે. તેઓ તેના વડે જ પોતાના શરીરના અન્ય અંગોને નિયંત્રિત કરે છે. હવે ડોક્ટર્સ આ વાછરડાંને ભલે ચમત્કારની દેન ન માને, પણ સામાન્ય જનતા તો એવું જ સમજી રહી છે. આ જ કારણ છે કે આ વાછરડાની એક ઝલક મેળવવા માટે લોકો દૂર દૂરથી આ ગામમાં આવી રહ્યા છે.