છેલ્લો દિવસ મુવીથી લાખો દિલોની ધડકન બનનાર જાનકી બોડીવાલા ની લાઈફસ્ટાઈલ છે ખુબજ અલગ,જુઓ તસવીરોમાં…..

0
153

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે જાનકી બોડીવાલા વિશે જાણીશું, જાનકી બોડીવાલાનો જન્મ 30 ઓક્ટોબર 1995 જન્મ થયો હતો. એ અમદાવાદ, ભારતની એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. તે છેલ્લો દિવસ (2015), તંબુરો (2017), છુટ્ટી જશે છક્કા (2018) અને બઉ ના વિચાર (2019) માટે જાણીતી છે.

જાનકીનો જન્મ અમદાવાદ માં થયો. ભરત બોડીવાલા અને કાશ્મીરા બોડીવાલા તેમના માતા-પિતા છે. તેણીનો એક ભાઈ ધ્રુપદ બોડીવાલા છે.તેણે એમ.કે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ, અમદાવાદથી સ્કૂલનું શિક્ષણ લીધું છે. તેમણે ગાંધીનગરની ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સમાંથી બેચલર ઓફ ડેન્ટલ સાયન્સ (બીડીએસ) માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

બોડીવાળાએ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા નિર્દેશિત અને દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘છેલો દિવસ’થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 20 નવેમ્બર 2015 ના રોજ વિવેચકોની સકારાત્મક સમીક્ષાઓ અને વ્યાપારી સફળતા સાથે વિશ્વભરમાં 231 સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી.

2017 માં, તેણીએ અભિનય કર્યો ઓ તારી, તંબુરો અને દાઉદ પાકદ. બાદમાં તે છુટી જશે છક્કા, તારી માટે વન્સ મોર (2018) અને બઉ ના વિચાર (2019) જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. હાલમાં તે નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિક અને સહ-કલાકાર યશ સોની સાથે એક શીર્ષક વિનાની ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જે 2020 માં રિલીઝ થવાની સંભાવના છે.

એક ગુજરાતી મૂવી અભિનેત્રી, જાનકી બોડીવાલા ફિલ્મ છેલ્લો દિવસ (2015) સાથે સંકળાયેલી છે. તેની 2017 ના રિલીઝમાં ગુજરાતી ફિલ્મ ઓ તાારી શામેલ છે. તપન વ્યાસ દિગ્દર્શિત આ ફિલ્મમાં જાનકી સ્ટાર્સ જયેશ મોરે, પ્રતિક રાઠોડ, રેવંતા સારાભાઇ અને રિદ્ધિ જૈન મહત્વની ભૂમિકામાં છે.હાલમાં તે નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞાક અને સહ-કલાકાર યશ સોની સાથે એક શીર્ષક વિનાની ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે 2020 માં રિલીઝ થવાની સંભાવના છે.

ડી-ટાઉન ડીવા જાનકી બોડીવાલા જેટલી સુંદર અને ચાર્મિંગ છે એટલી જ ટેલેન્ટેડ પણ છે. એક્ટ્રેસ એકદમ નેચરલ અદાકારા છે સાથે જ ગુજરાતી ફિલ્મોમાં ધાંસૂ પર્ફોર્મન્સ આપીને વાહવાહી પણ ખૂબ મેળવી રહી છે. 2019માં આવેલી તેની ફિલ્મ ‘બઉ ના વિચાર’માં તેણે પોતાના શ્રેષ્ઠ અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ‘અમદાવાદ ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ વુમન 2019’માં સૌથી વધારે વોટ મેળવીને તે ખૂબ ખુશ છે.

અમદાવાદ ની એક ઇન્ટરવ્યૂ માં પત્રકાર સાથે વાતો કરતાં એક્ટ્રેસે આ ટાઈટલ તેના માટે કેટલું મહત્વનું છે, મહિલાને કઈ બાબત ડિઝાયરેબલ બનાવે છે તેમજ તેને સૌથી વધારે કોણ ડિઝાયરેબલ લાગે છે, તેના વિશે જણાવ્યું હતું. અમદાવાદ ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ વુમન- આ ટાઈટલ તારા માટે શું અર્થ ધરાવે છે?આ ટાઈટલ મારા માટે ખૂબ મહત્વનું છે.

મને લાગે છે કે કોઈપણ લિસ્ટમાં પહેલા નંબર પર આવી હોય તેવું ખૂબ લાંબા સમય બાદ બન્યું છે. છેલ્લે અમદાવાદ ટાઈમ્સ ફ્રેશ ફેસ 2014 બની હતી. આ સન્માન માટે મને અને અમદાવાદ ટાઈમ્સને વોટ આપવા માટે મારા તમામ ફેનનો આભાર માનું છું.તારામાં જેવી કઈ બાબત છે જે તારા પ્રમાણે મોસ્ટ ડિઝાયરેબલ છે?તે કહેવું થોડું અઘરૂં છે પરંતુ મને લાગે છે કે મારી આંખો.

હું મારી આંખોથી ઘણું બધું એક્સપ્રેસ કરી શકું છું. આ ઉપરાંત, મને જે પણ ટાસ્ક કરવા માટે મળે છે તેને હું સ્વીકારી લઉ છું અને તેને પૂરતો ન્યાય આપું છું. તે પણ ડિઝાયરેબલ બાબત હોવાનું મને લાગે છે.એક્ટરમાં તને સૌથી વધારે ડિઝાયરેબલ કોણ લાગે છે?હું રયાન ગોસલિંગનું નામ લઈશ. તેણે ‘લા લા લેન્ડ’માં ખૂબ જ સારૂં કામ કર્યું છે.

હું તેમ કહીશ કે તેનો ઓનસ્ક્રીન દેખાવ એકદમ રીયલ છે. તે પણ પોતાની જાતને આંખોથી એક્સપ્રેસ કરે છે. હકીકતમાં, તે એક એવો એક્ટર છે જે મને પ્રેરણા આપે છે.છેલ્લો દિવસથી લઈને બઉ ના વિચાર, તારી સિને-જર્ની રસપ્રદ રહી છે. પ્રોફેશનલ લાઈફમાંથી તું શું શીખી?મારા માટે અત્યારસુધીની જર્ની રોલર-કોસ્ટર રાઈડ જેવી રહી છે.

મેં જે ફિલ્મો કરી તેની સફળતા-નિષ્ફળતાના કારણે જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા. હું એક્ટર નહોતી, પરંતુ છેલ્લો દિવસ કર્યા બાદ હું એક્ટિંગનો અર્થ જાણવા લાગી. હું મારા એક્ટિંગ પ્રોસેસની આભારી છું. મને ક્યારેય એક્ટિંગ શીખવા માટે ફિલ્મ સ્કૂલમાં જવાની જરૂર લાગી નથી.

કેમેરા, કેમેરા એન્ગલ્સ તેમજ ફિલ્મમેકિંગ વિશે હું જે કંઈ પણ શીખી છું તે મારી ફિલ્મના સેટ પરથી શીખવા મળ્યું છે. મારા કો-એક્ટર્સે પણ મને મદદ કરી છે. હું મારી જાતને માત્ર મસાલા ફિલ્મ પૂરતી સીમિત રાખવા માગતી નથી, ગુજરાતી ફિલ્મોમાં પણ હું અલગ-અલગ રોલ પ્લે કરવા માગું છું.ક્રિએટિવિટી પર તું કેવી રીતે ધ્યાન આપે છે?મને નવી-નવી વસ્તુઓ શીખવાનો શોખ છે. ફેમિના મિસ ઈન્ડિયા પણ મારા માટે એક પડકાર સમાન હતું, તેમાંથી પણ મને ઘણું શીખવા મળ્યું. છેલ્લા કેટલાક મહિનાથી હું ડાન્સ શીખી રહી છું અને મારી લિસ્ટમાં હવે સિંગિંગ છે. હાલ તો હું એક્ટર તરીકે એન્જોય કરી રહી છું અને કેમેરાની સામે હોવું તે મને સૌથી વધારે સંતોષ આપે છે.

છેલ્લો દિવસ – ધ ન્યૂ બિગનિંગ (છેલ્લો દિવસ – નવી શરૂઆત) એ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત રમૂજી ગુજરાતી ચલચિત્ર છે. આ ચલચિત્રની વાર્તા કોલેજના છેલ્લાં વર્ષના ૮ મિત્રોની આસપાસ ફરે છે. મલ્હાર ઠક્કર, યશ સોની, મિત્ર ગઢવી, અરજવ ત્રિવેદી, રાહુલ રાવલ, જાનકી બોડીવાળા, કિંજલ રાજપ્રિયા, નેત્રી ત્રિવેદીએ આ ચલચિત્રમાં અભિનય કર્યો છે.

આ ચલચિત્રની રજૂઆત ૨૦ નવેમ્બર ૨૦૧૫ના રોજ થઇ હતી અને તે વિવેચકો દ્વારા સારો પ્રતિસાદ મેળવવાની સાથે તેમજ વ્યાવસાયિક રીતે સફળ રહ્યું હતું. હિંદીમાં આ ચલચિત્ર ડૅસ ઓફ તફરી તરીકે રજૂ થયું હતું. આ ચલચિત્ર અમદાવાદના ઘણાં સ્થળો પર જેવાં કે શાંતિ બિઝનેસ સ્કૂલ અને સાબરમતી રિવરફ્રન્ટ પર ઉતારવામાં આવ્યું હતુ. આ ચલચિત્ર ૨૦ નવેમ્બર ૨૦૧૫ ના રોજ વિશ્વભરમાં ૨૩૧ સ્ક્રિન પર રજૂ થયું હતું.

તેમાં કામ કરનાર મલ્હાર ઠક્કર – વિકિ, યશ સોની – નિખિલ/નિક, મિત્ર ગઢવી – લોય, અરજવ ત્રિવેદી – ધુલો, રાહુલ રાવલ – ભમરલો, જાનકી બોડીવાળા – પૂજા, કિંજલ રાજપ્રિયા – નિશા, નેત્રી ત્રિવેદી – ઇશા, મયુર ચૌહાણ – નરેશ, પ્રાપ્તિ અજવાલિયા – વંદના, પ્રશાંત બારોટ – નિખિલના પિતા, બીના શાહ – નિખિલની માતા, જીતેન્દ્ર ઠક્કર – વિકિના પિતા, હર્ષા ભાવસાર – વિકિની માતા, જીજ્ઞેશ મોદી – ઘનશ્યામ, જયકૃષ્ણ રાઠોડ – લોયના પિતા, રતિલાલ પરમાર – નિશાના પિતા, દિપિકા અજવાલિયા – નિશાની માતા, જય ભટ્ટ – ગુસ્સાવાળા પ્રોફેસર, કર્તવ્ય શાહ – નાટકના પ્રોફેસર, અર્ચના દેસાઈ, રિધમ ભટ્ટ – ટ્યુશન શિક્ષિકા