જન્મ થી લઈને સતત 6 મહિના સુધી બાળકને, ફક્ત માતા નું જ દૂધ શા માટે આપવું જોઈએ

0
175

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં 6 મહિનાના સુધી બાળકને માતાનું દૂધ કેમ પીવડાવવામાં આવે છે.માતાનું દૂધ નવજાત બાળક માટે કોઈપણ અમૃત કરતા ઓછું નથી. તેનો આહાર જન્મના થોડા દિવસો માટે માત્ર માતાનું દૂધ છે. ડોકટરો એમ પણ કહે છે કે બાળકના જન્મ પછી, માતાને આશરે 6 મહિના સુધી સ્તનપાન કરાવવું જરૂરી છે. સ્તનપાન કરાવતી માતાઓની સમસ્યા એ છે કે તેઓને ખબર નથી હોતી કે તેઓએ બાળકને ક્યારે નક્કર ખોરાક આપવાનું શરૂ કરવું જોઈએ અથવા ક્યારે તેમને સ્તનપાન બંધ કરવું જોઈએ. તેથી, આજે અમે આને લગતી કેટલીક માહિતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

ખરેખર તો સ્તનપાન એ નવજાત બાળકની તંદુરસ્તી માટે અમૃતપાન છે. સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓએ પોતે પણ પોતાના ભોજનની યોગ્ય કાળજી લેવી જોઈએ. જેથી કરીને માતાના દૂધનું પોષણમુલ્ય જળવાય રહે અને માતાના શરીરમાં પણ પોષકતત્વોની ઉણપ ન સર્જાય. આનાથી ધાત્રી માતા અને નવજાત બાળક એમ બંનેનું સ્વાસ્થ્ય અને પોષણનું સ્તર જળવાય રહે છે. શીશુના જન્મ પહેલાના નવ મહિના સુધી માતા અને માતાના ભોજનની જેટલી કાળજી લેવાય છે તેટલી જ કાળજી શીશુના જન્મ પછીના પહેલા છ મહિના સુધી અચૂક લેવી જોઈએ.

કેમકે શીશુ જન્મ પછીના શરુઆતના છ મહિના સંપૂર્ણ રીતે માતાના દૂધ પર નિર્ભર હોય છે. શીશુની ભોજન અને પોષણ સંબંધી પ્રત્યેક જરુરીયાતો, ત્યાં સુધી કે પાણીની જરુરીયાત પણ ફક્ત અને ફક્ત માતાના દૂધમાંથી જ પૂરી પડે છે. નવી ગાઈડલાઈંસ પ્રમાણે શીશુને શરુઆતના છ મહિના ફક્ત માતાનું દૂધ આપવાનું હોય છે. બહારની કોઈ જ વસ્તુ નહીં એટલે કે પાણી પણ નથી આપવાનું હોતું. આવે વખતે માતાનું દૂધ પૂરતી માત્રામાં બધા પોષક તત્વો ધરાવે અને દૂધ પણ પૂરતી માત્રામાં આવે તે માટે કેટલીક બાબતોની કાળજી લેવી જરુરી થઈ પડે છે.

આઈવીએચ સિનિયર કેરના સિનિયર ન્યુટ્રિશન એડવાઇઝર મંજરી ચંદ્રે જણાવ્યુ હતુ કે ગર્ભધારણથી શરુ થઈને બીજા જન્મદિવસ સુધી પ્રથમ હજાર દિવસોમા પોષણ ની અપૂરતીથી દિર્ઘકાલીન અવસ્થામા પાયામા મુકવુ પડે છે. સ્તનપાન પ્રારંભિક પોષણનો આવશ્યક ભાગ છે કારણ કે માતાના દૂધ એ પોષક તત્વો અને બાયોએક્ટિવ બિલ્ડિંગ પરિબળોનુ બહુવિધ મિશ્રણ છે જે જીવનના પ્રારંભિક ૬ મહિનામા નવજાત માટે જરૂરી છે. જીવનની શરૂઆતમા પોષકની ઉણપથી લાંબા ગાળાની અસરો થઈ શકે છે જે ઘણી પેઢી સુધી ટકી શકે છે.

માતાનુ દૂધ મેંક્રોન્યુટ્રિએન્ટ્સ, સુક્ષ્મ પોષકતત્ત્વો, બાયોએક્ટિવ ઘટકો, વૃદ્ધિ પરિબળો અને રોગપ્રતિકારક શક્તિના ઘટકોનુ મિશ્રણ છે. આ મિશ્રણ એક જૈવિક પ્રવાહી છે જે આદર્શ શારીરિક અને માનસિક વિકાસમા મદદ કરે છે અને પછીના સમયમા શિશુને મેટાબોલીજ્મથી જોડાયેલી તકલીફ ખતમ થઈ જાય છે.જે બાળકોને ફક્ત માતાના દૂધ પીવડાવામા આવતુ નથી તેમને ચેપનુ જોખમ વધી જાય છે અને તેમની આઈક્યુ ઓછી હોઇ શકે છે. તેમની શીખવાની ક્ષમતા ઓછી હોય છે અને શાળાના બીજા બાળકોની તુલનામા નબળા હોય છે. ડબ્લ્યુએચઓના આંકડા મુજબ દર વર્ષે ૨૦ મિલિયનથી વધુ શિશુઓનુ વજન જન્મ સમયે ૨.૫ કિલો કરતા ઓછુ હોય છે અને કમનસીબે તેમાંના ૯૬ ટકા વિકાસશીલ દેશોમા છે.

બાલ્યાવસ્થામા આ શિશુઓમા સામાન્ય વિકાસ ઘટાડો, ચેપી રોગ, ધીમી વૃદ્ધિ અને મૃત્યુનુ જોખમ વધારે રહેલ છે. જન્મના પહેલા ૨૪ કલાકમા આ શિશુઓમા સ્તનપાન કરવામા આવે તેવા બાળકોમા મૃત્યુ ઓછો જોવા મળે છે.વરિષ્ઠ બાળ ચિકિત્સક અને ભારતીય સ્તનપાન પ્રોત્સાહન નેટવર્ક ઓંફ ઇન્ડિયા (બીપીએનઆઈ) ના કન્વીનરડો.અરુણ ગુપ્તાના જણાવ્યા અનુસાર સ્તનપાન બાળકને સ્વસ્થ, જીવતુ રહેવા અને વિકાસ માટે જરૂરી છે.તેમ છતાં ભારતમા ૫ માંથી ૩ મહિલા જન્મના એક કલાકમા સ્તનપાન કરાવવામા અસમર્થ નીવડે છે. ફક્ત એક કે બે મહિલાઓ ફક્ત પ્રથમ છ મહિના સુધી બાળકને સ્તનપાન કરાવે છે. તેનુ કારણ છે કે મહિલાઓને ઘર, ઓંફિસ અને હોસ્પિટલોમાં સ્તનપાન કરાવવા માટે વિવિધ અવરોધોનો સતત સામનો કરવો પડે છે. સફળતા ફક્ત આ અવરોધોને દૂર કરવાથી મળે છે. અને આ કાર્ય સરકારી અને ખાનગી આરોગ્યસંભાળ પ્રદાતાઓ દ્વારા કરી શકાય છે.

માતાના દૂધની બીજી ખાસીયત જોઈએ તો તે સ્તનમાંથી સ્ત્રાવ થઈ સીધું જ શિશુ દ્વારા ગ્રહણ કરાતું હોવાથી તેમાં કોઈપણ પ્રકારની દુષિતતા ભળી શકતી નથી. વળી, આ દૂધ માતાના શરીરના તાપમાને ગરમ થયેલું હોય છે. આથી બાળક માટે દૂધનું તાપમાન વધુ પડતું ઠંડુ કે ગરમ નહીં પણ એકદમ સાનૂકૂળ હોય છે. માતાના દૂધમાં રહેલા રોગપ્રતિકારક દ્રવ્યો બાળકને બીમારીઓ અને ચેપથી બચાવે છે. માતાના દૂધમાંથી બાળકને શક્તિ, પ્રોટીન, વિટામીન, ખનીજક્ષારો ઉપરાંત વૃધ્ધિકારક પરીબળો, અને ચયાપચયની ક્રિયા માટે ખૂબ જરુરી એવા ઉત્સેચકો અને અંતસ્ત્રાવો પણ મળી રહે છે.અભ્યાસો એવું દર્શાવે છે સ્તનપાન માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે. વિદેશોમાં મહિલાઓ પોતાનું શરીરસૌષ્ઠવ જાળવી રાખવા માટે થઈને બાળકને સ્તનપાનને બદલે બોટલના દૂધ પર ઉછેરતી હોય એવું વ્યાપક રીતે જોવા મળતું. પણ અભ્યાસો દર્શાવે છે કે જ્યારે માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે દૂગ્ધસ્ત્રાવી ગ્રંથીઓ સમયાંતરે નવા દૂધનું નિર્માણ કરે છે.

દૂધ બનતી વખતે માતાના શરીરની ચરબી અવશોષાઈને દૂધમાં ચરબી રુપે ભળી શીશુને પોષણ આપે છે. આમ જે માતા શીશુને સ્તનપાન કરાવતી હોય તે સગર્ભાવસ્થા પછી પોતાનું વધેલું વજન અને શરીર પરની ચરબી ઝડપથી ગુમાવે છે અને સગર્ભાવસ્થા પહેલાનું વજન પુન: પ્રાપ્ત કરી લે છે. અભ્યાસો એવું પણ દર્શાવે છે કે પ્રસુતી પછી સ્તનપાન કરાવતી માતાઓ નું ગર્ભાશય ઝડપથી સંકોચાઈને મૂળ કદ પ્રાપ્ત કરી લે છે અને સ્તનપાન કરાવતી માતાઓમાં સ્તનકેંસરના કિસ્સો ઓછા જોવા મળે છે.

આટલું જ નહીં સ્તનપાનને લીધે માતા અને બાળક વચ્ચે સ્નેહ અને પ્રેમનો સેતુ બંધાય છે. નવજાત શીશુ પોતાની માતાના સ્પર્શને ઓળખતું થાય છે અને સલામતી અને હૂંફનો અનુભવ કરે છે.શિશુના જન્મના પહેલા જ દિવસે સ્ત્રવતા દૂધની માત્રા ધીમે-ધીમે  વધતી જાય છે. અને શીશુના જન્મના બીજા મહિના સુધીમાં દૂધની માત્રા તેના અત્યાધિક સ્તરે પહોંચી જાય છે.

માતા દ્વારા શિશુના જન્મના પહેલા 6 મહિનામાં રોજનું લગભગ 750 મીલીલીટર જેટલું દૂધ ઉત્પન્ન કરાય છે. જે શિશુ માટે એકદમ પર્યાપ્ત હોય છે. છ મહિના પછી આ દૂધની માત્રા થોડી ઘટે છે અને રોજનું સરેરાશ 600 મીલી લિટર જેટલું દૂધ ઉત્પન્ન થાય છે. છ મહિના પછી બાળકની વૃધ્ધિ-વિકાસને અનુરુપ બાળકની પોષણકીય જરુરીયાતો વધી જાય છે અને આથી જ તેને વીનીંગ ફૂડ તરીકે ઓળખાતા સપ્લીમેંટ્રી ફૂડ આપવાની જરુર પડે છે.